WTC Final: ઓસ્ટ્રેલીયાના નિર્ણયથી ન્યુઝીલેન્ડને ફાઇનલની લોટરી, ભારત ઇંગ્લેંડ શ્રેણી પર નજર, જાણો કેમ

|

Feb 03, 2021 | 9:01 AM

ઓસ્ટ્રેલીયા (Australia) ના દક્ષિણ આફ્રિકા (South Africa) પ્રવાસને રદ કરવાને લઇને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) માં ન્યુઝીલેન્ડ (New Zealand) ની ટીમને સીધો ફાયદો થયો છે.

WTC Final: ઓસ્ટ્રેલીયાના નિર્ણયથી ન્યુઝીલેન્ડને ફાઇનલની લોટરી, ભારત ઇંગ્લેંડ શ્રેણી પર નજર, જાણો કેમ
ભારત અને ઇંગ્લેંડ વચ્ચે ટેસ્ટ સિરીઝમાં હવે સ્થિતી ખૂબ જ રોમાંચ વાળી સર્જાઇ રહી છે.

Follow us on

ઓસ્ટ્રેલીયા (Australia) ના દક્ષિણ આફ્રિકા (South Africa) પ્રવાસને રદ કરવાને લઇને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) માં ન્યુઝીલેન્ડ (New Zealand) ની ટીમને સીધો ફાયદો થયો છે. ન્યુઝીલેન્ડની ટીમ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પહોંચવા વાળી પ્રથમ ટીમ બની ચુકી છે. ઓસ્ટ્રેલીયાને હવે ભારત અને ઇંગ્લેંડ (India vs England) ટેસ્ટ શ્રેણી પર આધારીત આશા બંધાયેલી છે. ભારતીય ટીમ ઇંગ્લેંડને 2-1 થી હરાવી દે છે તો તે ફાઇનલમાં પહોંચી જશે.

ભારત અને ઇંગ્લેંડ વચ્ચે ટેસ્ટ સિરીઝમાં હવે સ્થિતી ખૂબ જ રોમાંચ વાળી સર્જાઇ રહી છે. ભારત ઉપરાંત ઓસ્ટ્રેલીયા અને ઇંગ્લેંડને પણ ભાગ્યનો ફેંસલો આ સિરીઝમાં થનારો છે. ભારતીય ટીમ સિરીઝમાં હારી જશે તો, ઇંગ્લેંડ અને ઓસ્ટ્રેલીયાને માટે ફાઇનલની આશાઓ મજબુત બની જશે. જોકે ઇંગ્લેંડે સતત શાનદાર રમત દેખાડવી પડશે.

ભારતીય ટીમ ઇંગ્લેંડને જો 2-0, 2-1, 3-0, 3-1 અને 4-0 થી હરાવી દે છે તો ફાઇનલમા સ્થાન મળી શકે છે. આમ ભારતીય ટીમે ફાઇનલમાં સ્થાન મેળવવા માટે ઓછામાં ઓછી બે મેચોમાં ઇંગ્લેંડને હાર આપવી પડશે. 1-0 થી ભારતીય ટીમ સિરીઝમાં જીત હાંસલ કરે છે તો, ઓસ્ટ્રેલીયાની ટીમ ફાઇનલમાં પહોંચી શકશે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

ઇંગ્લેંડની ટીમ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં જવા માટે ભારત સામે 3-0, 3-1 અને 4-0 થી જીત મેળવવી પડશે. જો ભારત સામે ઇંગ્લેંડની ટીમ 1-0, 2-0 અને 2-1 થી જીતે છે, તો ઓસ્ટ્રેલીયાની ટીમ ફાઇનલ માટે ક્વોલીફાઇ કરી શકે છે. ભારત અને ઇંગ્લેંડ વચ્ચેની ટેસ્ટ સિરીઝના પરિણામ અન્ય ટીમના નામ માટેના બની રહેશે.

https://twitter.com/ICC/status/1356569279160856579?s=20

ઓસ્ટ્રેલીયાની ટીમે તેનો પ્રવાસ રદ કરવાની જાહેરાત કરતા જ ન્યુઝીલેન્ડની ટીમને તેનો ફાયદો થઇ ચુક્યો છે. ઓસ્ટ્રેલીયાએ કોરોનાને લઇને આફ્રિકા પ્રવાસને રદ કર્યો હતો. જોકે હવે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં તેને ઝટકો લાગી શકે છે.

Next Article