
ચેતેશ્વર પુજારાઃ સદીના મામલામાં ભલે નિશાના પર વિરાટ કોહલી હોય. જો કે ટેસ્ટ સદીને લઈને પુજારા પણ લાંબા સમયથી રાહ જોઈ રહ્યો છે. તેણે 28 ઈનીંગથી ટેસ્ટ ક્રિકેટમાં સદી લગાવી નથી. તેણે આ પહેલા અંતિમ ટેસ્ટ સિડનીમાં ઓસ્ટ્રેલીયા સામે રમીને 191 રન ફટકાર્યા હતા.

વિરાટ કોહલીઃ ટેસ્ટ ક્રિકેટમાં 12 ઈનીંગથી કોહલી સદીની રાહ જોઈ રહ્યો છે. તેણે અંતિમ સદી બાંગ્લાદેશ સામે કલકત્તા ટેસ્ટ દરમ્યાન ફટકારી હતી. તેણે તે વખતે 136 રનની ઈનીંગ રમી હતી.

અજીંક્ય રહાણેઃ ટેસ્ટ ટીમ ઈન્ડીયાના વાઈસ કેપ્ટન અજીંક્ય રહાણે વાઈસ કેપ્ટનના સદીની 11 ઈનીંગ લાંબી રાહ જોઈ છે. તેણે ઓસ્ટ્રેલીયા સામે મેલબોર્ન ટેસ્ટમાં ઓસ્ટ્રલીયાની સામે સદી લગાવી હતી. ત્યારે તેણે 112 રન બનાવ્યા હતા.

ઋષભ પંતઃ ભારતના આ ફર્સ્ટ ચોઈસ વિકેટકીપર બેટીંગ કરવામાં પણ પાવરધો છે. તેણે સદી લગાવ્યાને આડે 4 જ ઈનીંગ પસાર થઈ છે.