WTC 2021: ટેસ્ટ વિશ્વકપ માટે થશે ટીમ ઇન્ડીયાનુ એલાન, કોનુ પત્તુ કપાશે, કયા નવા ચહેરાને મળશે તક ?

|

May 07, 2021 | 9:03 AM

ભારતે 18 જૂન થી ન્યુઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC 2021) ની ફાઇનલ મેચ રમવાની છે. જે મેચ ઇંગ્લેંડના સાઉથંપ્ટન માં રમાનારી છે. જેના માટે આગામી બે દીવસમાં ટીમ ઇન્ડીયા (Team India) નુ એલાન થઇ શકે છે.

1 / 6
ભારતે 18 જૂન થી ન્યુઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC 2021) ની ફાઇનલ મેચ રમવાની છે. જે મેચ ઇંગ્લેંડના સાઉથંપ્ટન માં રમાનારી છે. જેના માટે આગામી બે દીવસમાં ટીમ ઇન્ડીયા (Team India) નુ એલાન થઇ શકે છે. શક્ય છે કે આજે 7 મે ના રોજ પણ એલાન થઇ શકે છે. આ એક માત્ર ટેસ્ટ મેચ ના માટે ભારત તરફ થી એક વિશાળ સ્ક્વોડ પસંદ કરવામાં આવશે. માનવામાં આવી રહ્યુ છે કે, ચાર ઓપનર, ચાર થી પાંચ મિડલ ઓર્ડર બેટ્સમેન, આઠ થી નવ ઝડપી બોલર, ચાર થી પાંચ સ્પિનર અને બે થી ત્રણ વિકેટકીપરની પસંદગી કરવામાં આવી શકે છે.

2 / 6
મીડિયા રિપોર્ટ મુજબ ટીમ મેનેજમેન્ટ એ મોટી ટીમ પસંદ કરવા માટે કહ્યુ છે, જેના આંતરિક મેચ પણ રમી શકાય. હવે એ જોવાનુ રહેશે કે, પસંદકર્તા માત્ર ફાઇનલ માટે જ ટીમ પસંદ કરે છે કે, પછી ઇંગ્લેંડ સામે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ માટે પણ પસંદગી કરે છે. જોકે હાલ તો ટીમમાં ખાસ ચોંકાવનારી પસંદગીઓ થાય તેવી શકયતાઓ ખાસ નથી. શક્ય છે કે, મોટેભાગે ટીમ એ જ રહેશે જે ઇંગ્લેંડ સામે રમી હતી. હાર્દિક પંડ્યાને ટીમની બહાર રાખવામાં આવી શકે છે. તે હજુ પૂર્ણ રીતે બોલીંગ કરી શકતો નથી. આવામાં ટેસ્ટ ટીમમાં તેનુ સ્થાન બની શકતુ નથી.

3 / 6
ઓપનર ના રુપમાં રોહિત શર્મા, મયંક અગ્રવાલ, શુભમન ગીલ, અને કેએલ રાહુલ ને પસંદ કરવાનુ નક્કિ માનવામાં આવે છે. આઇપીએલમાં જબરદસ્ત બેટીંગ કરનારા પૃથ્વી શો ને હજુ કદાચ જ મોકો મળી શકે છે.

4 / 6
સ્પિનર વિભાગમાં રવિન્દ્ર જાડેજાની ટેસ્ટ ટીમમાં વાપસી થઇ શકે છે. તેના ઉપરાંત આર અશ્વિન, અક્ષર પટેલ પણ સાથે રહેશે. વોશિંગ્ટન સુંદર ને પણ ઇંગ્લેંડ લઇ જઇ શકાય છે.

5 / 6
બોલીંગ વિભાગમાં વાત કરવામાં આવે તો, 25 વર્ષીય પ્રસિદ્ધ કૃષ્ણાં ને પસંદ કરવામાં આવી શકે છે. તેણે હાલમાં જ ઇંગ્લેંડ સામે વન ડે સિરીઝમાં સારુ પ્રદર્શન કર્યુ હતુ. ઉપરાંત જસપ્રિત બુમરાહ, ઇશાંત શર્મા, મહંમદ સિરાજ, શાર્દુલ ઠાકુર, મહંમદ શામી અને ઉમેશ યાદવને પસંદ કરવામાં આવી શકે છે.

6 / 6
વિકેટકિપર તરીકે ઋદ્ધીમાન સાહા અને ઋષભ પંત ની સાથે કેએસ ભરત રિપ્લેસમેન્ટના રુપમાં હિસ્સો બની શકે છે. તો બેટ્સમેનમાં હનુમા વિહારી, વિરાટ કોહલી, અજીંક્ય રહાણે અને ચેતેશ્વર પુજારા તો ટીમમાં રહેશે જ.

Published On - 8:58 am, Fri, 7 May 21

Next Photo Gallery