WTC 2021: ફાઇનલ પહેલા ન્યુઝીલેન્ડથી આવી તુલના, ભારત સામે રમવુ એટલે તમારા બોસ સામે ગોલ્ફ રમવા સમાન

ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC 2021) ફાઇનલ મેચ સાઉથંમ્પ્ટનમાં રમાનાર છે. ટુર્નામેન્ટની પ્રથમ ટોફી બંનેમાંથી કઇ ટીમના હાથમાં ઉઠશે, તેને લઇને વિશ્વભરના વિશ્લેષકો અને ક્રિકેટ દિગ્ગજો અનુમાન લગાવવા પ્રયાસ કરી રહ્યા છે.

WTC 2021: ફાઇનલ પહેલા ન્યુઝીલેન્ડથી આવી તુલના, ભારત સામે રમવુ એટલે તમારા બોસ સામે ગોલ્ફ રમવા સમાન
Mark Richardson-Team India
| Edited By: | Updated on: May 23, 2021 | 1:50 PM

ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC 2021) ફાઇનલ મેચ સાઉથંમ્પ્ટનમાં રમાનાર છે. ટુર્નામેન્ટની પ્રથમ ટોફી બંનેમાંથી કઇ ટીમના હાથમાં ઉઠશે, તેને લઇને વિશ્વભરના વિશ્લેષકો અને ક્રિકેટ દિગ્ગજો અનુમાન લગાવવા પ્રયાસ કરી રહ્યા છે. જોકે આ દરમ્યાન બંને ટીમો વચ્ચેની તુલના હરિફ ટીમના ઘરમાંથી આવી છે. ન્ચુઝીલેન્ડના દિગ્ગજ પૂર્વ બેટ્સમેન માર્ક રિચર્ડસને (Mark Richardson) બંને ટીમો વચ્ચેનો તફાવત જબરદસ્ત ઉદાહરણ સાથે દર્શાવ્યો છે.

રિચર્ડસનનુ માનવુ છે કે, બંને ટીમો સારુ પ્રદર્શન કરી રહ્યુ છે. બંને ટીમો વચ્ચે એક બીજા પર ભારે રહી ચુકી છે. બંને ટીમોનો ટેસ્ટ ક્રિકેટ વિશ્વમાં પણ દબદબા ભર્યો રહ્યો છે. ભારત હાલમાં ટેસ્ટ ક્રિકેટમાં નંબર વન પોઝિશન પર છે, જ્યારે ન્યુઝીલેન્ડ નંબર ટુ પર છે. છેલ્લા પાંચ વર્ષ થી ભારત વર્ષના અંતે ટોચ પર રહ્યુ છે. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ટુર્નામેન્ટને લઇને જોવામાં આવે તો ભારતે માત્ર એક જ શ્રેણી ગુમાવી છે. જે ન્યુઝીલેન્ડ સામે ની ટેસ્ટ શ્રેણી ભારતે હારી હતી.

મીડિયા રિપોર્ટસ મુજબ રિચર્ડસને કહ્યુ હતુ કે, હું એ જોઇશ કે તમે કોની સામે વ્યક્તિગત રીતે પ્રદર્શન કરવા માંગો છો. હું આ સમયે ભારતને જોઉં છુ. અને તે તમારા બોસ સામે ગોલ્ફ રમવા સમાન છે. તમને જીતવાની છુટ છે, પરંતુ બિલકુલ યોગ્ય રીતે. તમે જાણો છો કે, અમે તેમને ન્યુઝીલેન્ડમાં એક બે વાર હરાવી દીધા અને બાદમાં તે હંમેશા થોડુ ગંદુ લાગ્યુ હતુ. અમને એવુ નહોતુ લાગ્યુ કે ખરેખર તેમને હરાવ્યા છે.

માર્ક રિચર્ડસને ભારત, ઇંગ્લેંડ અને ઓસ્ટ્રેલીયા અંગે વાત કરતા બતાવ્યુ હતુ કે, ન્યુઝીલેન્ડ અને તેના ખેલાડીઓના માટે તે પ્રત્યેક સામે હરિફ રહેવુ કેટલુ અલગ છે. તેમનુ માનવુ છે કે, સૌથી મોટી ટેસ્ટ વ્યક્તિગત રુપે ઓસ્ટ્રેલીયા સામે રમવી છે. રિચર્ડસન ઓસ્ટ્રેલીયા સામે 5 ટેસ્ટ મેચ રમી છે. જેમાં 57 રનનો સૌથી શ્રેષ્ઠ સ્કોર સાથે 200 રન બનાવ્યા હતા.