Breaking News : બ્રિજ ભૂષણ શરણ સિંહને કુશ્તી સંઘના અધ્યક્ષ પદેથી હટાવાયા, 45 દિવસમાં WFIમાં ચૂંટણી કરાવશે IOAની સમિતિ

|

May 13, 2023 | 5:32 PM

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના બધા વર્તમાન પદાધિકારીઓને મહાસંઘમાં સમારોહમાં ભાગ લેવા પર રોક લગાવી છે અને બ્રિજ ભૂષણ શરણ સિંહ હવે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ નથી રહ્યાં.

Breaking News : બ્રિજ ભૂષણ શરણ સિંહને કુશ્તી સંઘના અધ્યક્ષ પદેથી હટાવાયા, 45 દિવસમાં WFIમાં ચૂંટણી કરાવશે IOAની સમિતિ
brij-bhushan-sharan-singh-

Follow us on

છેલ્લા લગભગ 1 મહિનાથી દિલ્હીના જંતરમંતર પર ભારતીય રેસલર્સ બ્રિજ ભૂષણ શરણ સિંહ વિરુદ્ધ ધરણા કરી રહ્યાં છે. આજે 13 મેના રોજ ભારતીય રેસલર્સ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના બધા વર્તમાન પદાધિકારીઓને મહાસંઘમાં સમારોહમાં ભાગ લેવા પર રોક લગાવી છે અને બ્રિજ ભૂષણ શરણ સિંહ હવે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ નથી રહ્યાં.

ભારતીય ઓલમ્પિક સંઘનો આ નિર્ણય જંતર-મંતર પર દેશના રેસલર્સ દ્વારા કરવામાં આવેલા ધરણા માટે મહત્વનું માનવામાં આવી રહ્યું છે.દિલ્હી પોલીસે બ્રિજ ભૂષણ શરણ સિંહ વિરુદ્ધ બે FIR નોંધી છે. મહિલા ખેલાડીઓની ફરિયાદ બાદ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

બ્રિજ ભૂષણ વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. સગીર પીડિતાની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. દિલ્હી પોલીસે કહ્યું કે બીજી એફઆઈઆર અન્ય મહિલા રેસલરની ફરિયાદના આધારે નોંધવામાં આવી છે. દિલ્હી પોલીસે બંને કેસમાં તપાસ શરૂ કરી છે.

Alum Steam Benefits : ફટકડીની વરાળનો નાસ લેવાથી 7 સમસ્યાઓ થશે દૂર
કોમેડિયને કપડાં અને શૂઝ રાખવા 3 BHK ફ્લેટ ખરીદ્યો, જુઓ ફોટો
Hair Care Tips : વાળ મજબૂત અને નરમ બનશે, આ રીતે લગાવો એલોવેરા
જૂના અને ફાટેલા બ્લેન્કેટનો આ રીતે કરો રીયુઝ
હિના ખાને બોયફ્રેન્ડ માટે ઈમોશનલ પોસ્ટ કરી, જુઓ ફોટો
Alien Temple : ભારતમાં અહીં બન્યું છે એલિયનનું મંદિર ! ભગવાનની જેમ રોજ થાય છે પૂજા

સુપ્રીમ કોર્ટને દિલ્હી પોલીસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ખેલાડીઓની ફરિયાદ પર બ્રિજ ભૂષણ સિંહ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવશે. દિલ્હીના જંતર-મંતર ખાતે મહિલા કુસ્તીબાજો સહિત મોટી સંખ્યામાં ખેલાડીઓ એકઠા થયા છે. તેઓ અહીં છેલ્લા છ દિવસથી હડતાળ પર છે. સાત મહિલા ખેલાડીઓએ ફેડરેશન ચીફ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે આ મામલે દિલ્હી પોલીસને નોટિસ મોકલી હતી.

બ્રિજ ભૂષણ સિંહે આજે આપ્યું હતું આ નિવેદન

દેશમાં હાલમાં રેસલર્સનું વિરોધ પ્રદર્શન ભારે ચર્ચામાં છે. મોટી ટુર્નામેન્ટમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતનારા ખેલાડીઓ હાલમાં જંતર મંતર પર ન્યાય માટે ધરણા કરી રહ્યા છે. તેવામાં યૌન શોષણના આરોપોનો સામનો કરી રહેલા ભાજપ સાંસદ અને ભારતીય કુશ્તી સંઘના અધ્યક્ષ બ્રિજભૂષણ સિંહે એક નિવેદન આપ્યું છે. એક મીડિયા એજન્સીને તેમણે જણાવ્યું કે મને ખબર પડી છે કે મારા વિરુદ્ધ એફઆઈઆર થઈ શકે છે પણ મને ન્યાય વ્યવસ્થા પર પૂરેપૂરો ભરોસો છે.

તેમણે આગળ જણાવ્યું હતું કે, હું મજામાં છું, કોર્ટમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. દિલ્હી પોલીસ પોતાની રીતે તપાસ કરી શકે છે. મને પોલીસ પર ભરોસો છે. પૂરેપૂરુ સત્ય સામે આવી જશે. હવે હું કોઈની સાથે વાત નહીં કરુ, મને મીડિયા ટ્રાયલ નથી કરાવવું. બ્રિજ ભૂષણ સિંહ વિરુદ્ધ FIR નોંધવાના મામલામાં આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. દિલ્હી પોલીસ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ FIR દાખલ કરશે. સુપ્રીમ કોર્ટમાં દિલ્હી પોલીસ બેકફૂટ પર આવી ગઈ.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચારIPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 4:52 pm, Sat, 13 May 23

Next Article