Gujarati NewsSportsWorld cup breaking news india vs afghanistan match result at arun jaitley stadium news in gujarati
World Cup Breaking News : હિટમેનની સેન્ચુરી અને કોહલીની હાફ સેન્ચુરી, અફઘાનિસ્તાન સામે ભારતની 8 વિકેટથી શાનદાર જીત
દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં આજે ભારત-અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમ વચ્ચે વર્લ્ડ કપની મેચ યોજાઈ હતી. અફઘાનિસ્તાનની ટીમે પહેલી બેટિંગ કરીને 273 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેની સામે રોહિત શર્માની સેન્ચુરીની મદદથી ભારતે શાનદાર જીત મેળવી હતી.
Follow us on
Delhi : વર્લ્ડ કપ-2023માં ટીમ ઈન્ડિયાની (Team India) જીતનો સિલસિલો જારી રહ્યો છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં બુધવારે રમાયેલી મેચમાં રોહિત બ્રિગેડે અફઘાનિસ્તાનને 8 વિકેટે હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાનો આ સતત બીજો વિજય છે. આ પહેલા તેણે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું હતું. અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
ટીમે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 272 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ 273 રનનો ટાર્ગેટ 35 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. કેપ્ટન રોહિત શર્માએ 131 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે 84 બોલનો સામનો કર્યો હતો. રોહિતે પોતાની ઇનિંગમાં 16 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. વિરાટ કોહલી 55 અને શ્રેયસ અય્યર 25 રન બનાવીને અણનમ રહ્યા હતા.
273 રનનો પીછો કરતા ટીમ ઈન્ડિયાએ શાનદાર શરૂઆત કરી હતી. રોહિત શર્મા અને ઈશાન કિશને પ્રથમ વિકેટ માટે સદીની ભાગીદારી કરી હતી. બંનેએ 18.4 ઓવરમાં 156 રન ઉમેર્યા હતા. ઈશાને 47 બોલમાં 47 રન બનાવ્યા હતા. તે રાશિદ ખાનના બોલ પર આઉટ થયો હતો. રોહિત શર્માએ રન બનાવવાની પ્રક્રિયા ચાલુ રાખી હતી. તે અફઘાન બોલરોને મારતો રહ્યો. તેણે પોતાની સદી 63 બોલમાં પૂરી કરી હતી. રોહિત 84 બોલમાં 131 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. રાશિદ ખાને તેને બોલ્ડ કર્યો હતો.
પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ 55 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ વર્લ્ડ કપમાં આ તેની સતત બીજી અડધી સદી છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે 85 રનની ઇનિંગ રમી હતી. શ્રેયસ અય્યર પણ ફોર્મમાં પરત ફરતો જોવા મળ્યો હતો. તેણે 23 બોલમાં અણનમ 25 રન બનાવ્યા હતા. કોહલી અને અય્યરે ત્રીજી વિકેટ માટે 68 રનની ભાગીદારી કરી હતી.
ઓપનર તરીકે સૌથી વધુ વનડે સદી
45 – સચિન તેંડુલકર
29 – રોહિત શર્મા
28 – સનથ જયસૂર્યા
27 – હાશિમ અમલા
25 – ક્રિસ ગેલ
ભારત માટે વર્લ્ડકપમાં સૌથી વધારે રન
2278 – સચિન
1115 – વિરાટ
1109* – રોહિત
1006 – ગાંગુલી
860 – દ્રવિડ
સૌથી વધારે સિક્સર ઈન્ટરનેશનલ ક્રિકેટમાં
556* – રોહિત શર્મા
553 – ગેઈલ
476 – આફ્રીદી
398 – બ્રેન્ડમ મેકલમ
383 – ગપ્ટિલ
વર્લ્ડ કપમાં સૌથી ઝડપી સદી (બોલનો સામનો કરીને)
49 બોલ – એઇડન માર્કરામ (SA) vs SL, દિલ્હી, 2023
50 બોલ – કેવિન ઓ’બ્રાયન (IRE) vs ENG, બેંગલુરુ, 2011
51 બોલ – ગ્લેન મેક્સવેલ (AUS) vs SL, સિડની, 2015
52 બોલ – એબી ડી વિલિયર્સ (SA) vs WI, સિડની, 2015
57 બોલ – ઇઓન મોર્ગન (ENG) vs AFG, માન્ચેસ્ટર, 2019
63 બોલ – રોહિત શર્મા vs AFG, દિલ્હી, 2023
ભારત માટે સૌથી ઝડપી ODI સદી (બોલનો સામનો કરીને)
52 બોલ – વિરાટ કોહલી vs AUS, જયપુર, 2013
60 બોલ – વિરેન્દ્ર સેહવાગ vs NZ, હેમિલ્ટન, 2009
61 બોલ – વિરાટ કોહલી vs AUS, નાગપુર, 2013
62 બોલ – મોહમ્મદ અઝહરુદ્દીન vs NZ, બરોડા, 1988
63 બોલ – રોહિત શર્મા vs AFG, દિલ્હી, 2023
વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી
7 – રોહિત શર્મા
6 – સચિન તેંડુલકર
5 – રિકી પોન્ટિંગ
5 – કુમાર સંગાકારા
સૌથી વધુ ODI સદી
49 – સચિન તેંડુલકર
47 – વિરાટ કોહલી
31 – રોહિત શર્મા
30 – રિકી પોન્ટિંગ
28 – સનથ જયસૂર્યા
WCમાં ભારત માટે સૌથી વધુ ઓપનિંગ ભાગીદારી
189 – રોહિત શર્મા, કેએલ રાહુલ vs SL, લીડ્ઝ, 2019
180 – રોહિત શર્મા, કેએલ રાહુલ vs BAN, બર્મિંગહામ, 2019
174 – શિખર ધવન, રોહિત શર્મા vs IRE, હેમિલ્ટન, 2015
163 – સચિન તેંડુલકર, અજય જાડેજા vs KN, કટક, 1996
156 – ઇશાન કિશન, રોહિત શર્મા vs AFG, દિલ્હી, 2023
ODIમાં 150થી વધુ ઓપનિંગ સ્ટેન્ડ માટે સૌથી વધુ રનરેટ
9.08 – 159(105) – જેએમ બેરસ્ટો, જેજે રોય (ENG) vs PAK, બ્રિસ્ટોલ, 2019