Pune : ODI વર્લ્ડ કપ 2023ની 17મી મેચમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને સાત વિકેટે હરાવ્યું છે. આ ટૂર્નામેન્ટમાં ભારતની આ સતત ચોથી જીત છે અને ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. બાંગ્લાદેશે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને આઠ વિકેટે 256 રન બનાવ્યા અને ભારતે વિરાટ કોહલીની સદીના આધારે ત્રણ વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો.
ભારતે બાંગ્લાદેશને સાત વિકેટે હરાવ્યું છે. ODI વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો આ સતત ચોથો વિજય છે. આ જીત સાથે ભારતે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પોતાનું સ્થાન મજબૂત કરી લીધું છે. બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા આઠ વિકેટ ગુમાવીને 256 રન બનાવ્યા હતા.
જવાબમાં ભારતે 41.3 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 261 રન બનાવ્યા અને મેચ જીતી લીધી. ભારત માટે વિરાટ કોહલીએ સિક્સર ફટકારી મેચ પૂરી કરી. આ સિક્સર સાથે તેણે વનડે ક્રિકેટમાં તેની 48મી સદી પણ પૂરી કરી.
બાંગ્લાદેશ તરફથી લિટન દાસે સૌથી વધુ 66 રન બનાવ્યા હતા. જ્યારે તંજીદ હસને 51 રનની ઇનિંગ રમી હતી. અંતે, મહમુદુલ્લાહે 46 રનની ઇનિંગ રમી અને ટીમના સ્કોરને 250 રનની નજીક પહોંચાડ્યો. મુશ્ફિકુર રહીમે 38 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને રવિન્દ્ર જાડેજાએ બે-બે વિકેટ લીધી હતી. શાર્દુલ ઠાકુર અને કુલદીપ યાદવને એક-એક વિકેટ મળી હતી.
ભારત તરફથી વિરાટ કોહલીએ અણનમ 100 રન બનાવ્યા હતા. શુભમન ગિલે 53 રન અને રોહિત શર્માએ 48 રનનું યોગદાન આપ્યું હતું. લોકેશ રાહુલે પણ અણનમ 34 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી મેહદી હસને બે અને હસન મહમૂદે એક વિકેટ ઝડપી હતી. ભારતની આગામી મેચ ન્યુઝીલેન્ડ સાથે છે.
બંને ટીમો પોઈન્ટ ટેબલમાં ટોચના બે સ્થાન પર છે અને તે એકમાત્ર એવી ટીમ છે જે અત્યાર સુધી અજેય રહી છે. આવી સ્થિતિમાં 22 ઓક્ટોબરે યોજાનારી આ મેચ ઘણી રોમાંચક રહેશે.
આ પણ વાંચો : IND vs BAN Breaking News : બાંગ્લાદેશે ભારતને 257 રનનો આપ્યો ટાર્ગેટ, તંજીદ-લિટન દાસે ફટકારી ફિફટી
Published On - 9:22 pm, Thu, 19 October 23