ઓલિમ્પિક માટે સિંધુએ છોડ્યો ફોન અને આઇસ્ક્રીમ, શું હવે મળશે પીએમ મોદી પાસેથી ટ્રીટ?

|

Aug 02, 2021 | 2:44 PM

Tokyo Olympics: ટોક્યો ઓલિમ્પિક શરુ થતા પહેલા પ્રધાનમંત્રી મોદીએ પણ તેમની સાથે વાતચીત કરી હતી. ત્યારે પીએન મોદીએ કહ્યુ હતુ કે ઓલિમ્પિકથી પરત ફર્યા બાદ તેઓ સાથે આઇસ્ક્રીમ ખાશે.

ઓલિમ્પિક માટે સિંધુએ છોડ્યો ફોન અને આઇસ્ક્રીમ, શું હવે મળશે પીએમ મોદી પાસેથી ટ્રીટ?
PV Sindhu

Follow us on

વિશ્વ ચેમ્પિયન પીવી સિંધુએ  ટોક્યો ઓલિમ્પિકમાં (Tokyo Olympics) બ્રોન્ઝ મેડલ મેળવી લીધો છે. તેમણે ચીનના ખેલાડી બિંગ જિયાઓને હરાવીને ઇતિહાસ રચી દીધો છે.  પીવી સિંધુ (PV Sindhu) ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારા પહેલા મહિલા ખેલાડી છે. તેમણે પાંચ વર્ષ પહેલા રિયોમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

દિગ્ગજ પહેલવાન સુશીલ કુમાર બીજિંગ 2008 રમતોમાં કાંસ્ય અને લંડન 2012 રમતોમાં રજત મેડલ જીતીને ઓલિમ્પિકમાં બે વ્ય્કિતગત મેડલ જીતનારા પહેલા ભારતીય ખેલાડી બન્યા હતા. હવે સિંધુ પણ તેમના બરાબર આવી ગયા છે. સિંધુની આ સફળતાના કારણે ભારતને ટોક્યો ઓલિમ્પિકમાં બીજો મેડલ મળી ગયો . આ પહેલા મીરાબાઇ ચાનૂએ સિલ્વર મેડલ અપાવ્યો હતો.

પીવી સિંધુએ (PV Sindhu) રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો હતો. તેઓ પહેલા ભારતીય મહિલા બન્યા હતા જેમણે ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. સાથે જ બેડમિન્ટનમાં સિલ્વર મેડલ જીતનારા પહેલા મહિલા ખેલાડી બન્યા હતા. તાજેતરમાં જ પીવી સિંધુએ બેડમિન્ટનમાં ભારતને ઘણી સફળતા અપાવી છે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

2016માં મેડલ જીત્યા  બાદ તેમણે કહ્યુ કે કોચ ગોપીચંદે ઓલિમ્પિક પહેલા તેમની પાસેથી મોબાઇલ છીનવી લીધો હતો. સાથે જ આઇસ્ક્રીમ ખાવા પર પણ પ્રતિબંધ લાગવ્યો હતો.  ટોક્યો ઓલિમ્પિક શરુ થતા પહેલા પ્રધાનમંત્રી મોદીએ પણ તેમની સાથે વાતચીત કરી હતી. ત્યારે પીએન મોદીએ કહ્યુ હતુ કે ઓલિમ્પિકથી પરત ફર્યા બાદ તેઓ સાથે આઇસ્ક્રીમ ખાશે.હવે જોવુ રહ્યુ કે સિંધુની મુલાકાત પીએમ મોદી સાથે ક્યારે થાય છે.

પીવી સિંધુ સ્પોર્ટસ બેકગ્રાઉન્ડથી છે. તેમના પિતા અને માતા બંને વૉલીબોલ પ્લેયર રહ્યા છે. સિંધુના પિતા પીવી રમન્ના 1986માં સિયોલ એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતનારી ભારતીય ટીમન ભાગ રહી ચૂકયા છે. વર્ષ 2000માં અર્જુન એવોર્ડ પણ મળ્યો છે. જો કે માતા-પિતાથી અલગ પીવી સિંધુએ બેડમિન્ટન પસંદ કર્યુ. આઠ વર્ષની ઉંમરે તેઓ રમત સાથે જોડાઇ ગયા.

પીવી સિંધુ 14 વર્ષની ઉંમરમાં ઇન્ટરનેશનલ સર્કિટમાં દાખલ થઇ ગયા હતા. 16 વર્ષની ઉંમરમાં પીવી સિંધુ પહેલીવાર ઑલ ઇંગલેન્ડ ઓપનમાં રમ્યા. ત્યારબાદ ધીરે-ધીરે સફળતાની સીઢી ચઢતા ગયા. વર્લ્ડ ચેમ્પિયન શીપમાં પાંચ મેડલ જીતનાર તેઓ એક માત્ર ભારતીય ખેલાડી છે. આ ટૂર્નામેન્ટનમાં તેઓએ બે બ્રોન્ઝ, બે સિલ્વર અને એક ગોલ્ડ મેડલ જીત્યો છે.

પીવી સિંધુ 2018 અને 2019માં સૌથી વધારે કમાણી કરનાર મહિલા ખેલાડીઓમાં સામેલ થયા છે. માર્ચ  2017ના એક રિપોર્ટ પ્રમાણે  વિરાટ કોહલી બાદ ભારતીયમાં સિંધુ પાસે સૌથી વધારે જાહેરાત હતી. ફેબ્રુઆરી 2018માં સિંધુએ ચીની સ્પોર્ટસ બ્રાંડ લી નિંગ સાથે ચાર કરાર કર્યા હતા. આ કરાર 50 કરોડ રુપિયાનો હતો. આ બેડમિન્ટન ઇતિહાસની સૌથી મોટી એક ડીલમાંથી એક હતી.

 

આ પણ વાંચો :અનુ મલિક સોશિયલ મીડિયા પર થયા જોરદાર ટ્રોલ, આ દેશભક્તિ ગીતમાં ઈઝરાયેલના રાષ્ટ્રગીતની ધૂન ચોરવાનો આરોપ

આ પણ વાંચો :Tokyo Olympics: ચહેરા પર 2 ઘા અને 13 ટાંકા હોવા છતાં પણ બોક્સિંગ રીંગમાં ઉતર્યો, સૈન્ય જવાન આ ભારતીય બોક્સર

 

Next Article