રવિવારે અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ટાઈટલ માટે ટક્કર થશે. IPL 2023 ની ક્વોલિફાયર 2 અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે થયેલી આ ટક્કર પહેલા વરસાદ વરસ્યો હતો. અચાનક જ અમદાવાદનુ વાતાવારણ પલટાયુ હતુ અને કમોસમી વરસાદ વરસ્યો હતો. જોકે મેચ 30 મિનિટ મોડી શરુ થઈ હતી. ગુજરાત ટાઈટન્સે મેચને જીતીને ફાઈનલમાં એન્ટ્રી મેળવી હતી. પાંચ વારની IPL ચેમ્પિયન ટીમ મુંબઈ પ્લેઓફમાં સંઘર્ષ કરીને પહોંચી હતી. પરંતુ ટીમની સફર ત્રીજા સ્થાને રહીને પુરી કરી હતી. રવિવારે મોદી સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે ટાઈટલ માટેનો જંગ ખેલાશે. ચેન્નાઈ 10મી વાર ફાઈનલમાં ઉતરી રહી છે અને ટૂર્નામેન્ટની બીજી સફળ ટીમ છે. જે ચાર વાર ચેમ્પિયન રહી ચૂકી છે. વર્તમાન ચેમ્પિયન ગુજરાત સળંગ બીજી વાર ફાઈનલમાં પહોંચ્યુ છે.
શુક્રવારે બીજી ક્વોલિફાયર મેચમાં ગુજરાત ટાઈટન્સ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા માટે મેદાને ઉતરી હતી. રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનુ પસંદ કર્યુ હતુ. આમ મુંબઈએ ટોસ જીતીને રન ચેઝ કરવાનુ પસંદ કર્યુ હતુ. વરસાદને લઈ શરુઆતમાં આઉટ ફિલ્ડ ધીમુ લાગી રહ્યુ હતુ અને તાકાત વાળા શોટ છતાં બાઉન્ડરી મેળવવામાં બેટર્સને શરુઆતમાં મુશ્કેલી નડી રહી હતી.
The of #TATAIPL 2023
It’s going to be the Chennai Super Kings facing the Gujarat Titans in the summit clash
BRING. IT. ON pic.twitter.com/FYBhhsN808
— IndianPremierLeague (@IPL) May 26, 2023
મુંબઈએ ટોસ જીતીને રનચેઝ કરવાની રણનિતી અપનાવી હતી. પરંતુ ગુજરાતે શરુઆત જ આક્રમક ગિયર વડે કરી હતી. ઓપનર શુભન ગિલે એકલા હાથે ટીમના સ્કોર બોર્ડને ગતિ આપીને વિશાળ કર્યુ હતુ. ગિલે શાનદાર સદી નોંધાવી હતી. તેણે પ્રથમ પચાર રન બાદ બાકીના પચાસ રન ખૂબ જ ઝડપી અને તોફાની નોંધાવ્યા હતા. ગિલે 10 છગ્ગાની રમત વડે 129 રન 60 બોલમાં નોંધાવ્યા હતા. ગિલે આતશી ઈનીંગ વડે ગુજરાતને મોટા સ્કોર પર પહોંચાડ્યુ હતુ. હાર્દિક પંડ્યાએ 2 છગ્ગા અને 2 ચોગ્ગા વાળી ઈનીંગ રમી હતી. તેણે 28 રન નોંધાવ્યા હતા. સાઈ સુદર્શન 43 રન નોંધાવીને રિટાયર્ડ થઈ પરત ફર્યો હતો.
Congratulations to the Gujarat Titans, who march to the #Final of the #TATAIPL for the second-consecutive time 🙌
They complete a formidable 62-run win over Mumbai Indians 👏🏻👏🏻#TATAIPL | #Qualifier2 | #GTvMI | @gujarat_titans pic.twitter.com/rmfWU7LJHy
— IndianPremierLeague (@IPL) May 26, 2023
આજે મુંબઈએ પોતાની યોજના મુજબ બોલિંગમાં તો ગુજરાતને નિયંત્રણમાં રાખી શક્યા નહોતા, પરંતુ બેટિંગમાં પણ ખાસ કમાલ કર્યો નહોતો. મુંબઈની ઓપનિંગ જોડી માત્ર પ્રથમ ઓવરમાં જ તૂટી ગઈ હતી. નેહલ વઢેરા મુંબઈના 5 રનના સ્કોર પર વિકેટ ગુમાવી પરત ફર્યો હતો. રોહિત શર્મા માત્ર 8 રન નોંધાવીને પરત ફર્યો હતો. જોકે બાદમાં સૂર્યા અને તિલક વર્માએ રમત સંભાળી હતી. તિલક વર્માએ 14 બોલમાં 43 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન 5 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. કેમરન ગ્રીને 30 રન નોંધાવ્યા હતા. પરંતુ સૂર્યાની વિકેટ ગુમાવતા જ મુંબઈની ટીમે ધબડકો વાળ્યો હતો. 19મી ઓવરમાં ટીમ 171 રન નોંધાવીને સમેટાઈ ગઈ હતી.
Published On - 11:59 pm, Fri, 26 May 23