વિરાટ કોહલીએ કેપ્ટનશીપ છોડી, એબી ડી વિલિયર્સે તોડ્યા સંબંધો, હવે કોના ભાગે આવશે RCBની કમાન?

વિરાટ કોહલીએ આઈપીએલ-2021માં જ કહ્યું હતું કે તે આઈપીએલની આગામી સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કેપ્ટનશીપ નહીં કરે અને હવે એબી ડી વિલિયર્સે પણ નિવૃત્તિ લઈ લીધી છે. આ સ્થિતિમાં RCBના આગામી કેપ્ટનની રેસ રસપ્રદ બની ગઈ છે.

| Edited By: | Updated on: Nov 19, 2021 | 3:16 PM
4 / 8
ડેવિડ વોર્નર, જેણે સનરાઇઝર્સ હૈદરાબાદને 2016 માં આઇપીએલ ટાઇટલ અપાવ્યું, તે બીજું નામ છે જેના પર RCBની નજર છે. હૈદરાબાદે વોર્નરને સુકાનીપદેથી હટાવી દીધા હતા અને પછી તેને અંતિમ-11માં તક પણ આપી ન હતી.વોર્નરે સ્પષ્ટ કર્યું હતું કે, તે પોતાનું નામ હરાજીમાં રાખશે. વોર્નર પ્રભાવશાળી કેપ્ટન અને બેટ્સમેન સાબિત થયો છે.આરસીબી તેને પણ પોતાની સાથે લઈ શકે છે.

5 / 8
તાજેતરમાં ઓસ્ટ્રેલિયા માટે પ્રથમ T20 વર્લ્ડ કપ જીતનાર કેપ્ટન એરોન ફિન્ચ પણ RCBના રડાર પર આવી શકે છે. તે RCB તરફથી IPL-2020માં રમી ચૂક્યો છે પરંતુ 2021માં તેને ખરીદનાર મળ્યો નથી. હવે જ્યારે આરસીબીને એક એવા કેપ્ટનની જરૂર છે જે પોતાના બેટથી અજાયબી કરી શકે, તો ફિન્ચ વિકલ્પ બની શકે છે.

6 / 8
ડી વિલિયર્સે IPLમાં 184 મેચમાં 39.71ની એવરેજથી 5162 રન બનાવ્યા છે. ડી વિલિયર્સની સ્ટ્રાઈક રેટ 151થી વધુ હતી અને તેના બેટમાં 3 સદી, 40 અડધી સદી હતી.

7 / 8
 ડી વિલિયર્સનું બેટ માત્ર આરસીબી માટે ચાલતું ન હતું. તેણે દિલ્હી ડેરડેવિલ્સ તરફથી રમતી વખતે તોફાન પણ સર્જ્યું હતું. આ જમણા હાથના બેટ્સમેને 23 એપ્રિલ 2009ના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે દિલ્હી તરફથી રમતી વખતે તેની પ્રથમ આઈપીએલ સદી ફટકારી હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ પાંચ વિકેટ ગુમાવીને 189 રન બનાવ્યા હતા. જેમાંથી 105 અણનમ ડિવિલિયર્સના હતા. આ મેચમાં ડી વિલિયર્સે 54 બોલમાં પાંચ ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા હતા.

8 / 8
એબી ડી વિલિયર્સ 2008થી IPL રમી રહ્યો હતો. તે પહેલા દિલ્હી ડેરડેવિલ્સ માટે રમ્યો અને પછી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ગયો અને આ ટીમમાં રહીને તેણે નિવૃત્તિ લીધી.