
વીરેન્દ્ર સહેવાગ તે ટીમના અનુભવી ખેલાડીઓમાંના એક હતા. તે ઈજાને કારણે ફાઇનલ રમી શક્યો ન હતો પરંતુ તેણે સમગ્ર વિશ્વ કપ દરમિયાન શાનદાર બેટિંગ કરી હતી. હાલમાં તે કોમેન્ટ્રીમાં વ્યસ્ત છે.

ગૌતમ ગંભીર વગર વર્લ્ડકપ ટીમનો ઉલ્લેખ કરવો અધૂરો છે. તેણે શાનદાર બેટિંગ કરી હતી. તેમનું બેટ ફાઇનલમાં પણ ચમક્યું હતું. આ સમયે તે કોમેન્ટ્રીમાં વ્યસ્ત છે સાથે સાથે રાજકારણમાં હાથ અજમાવી રહ્યો છે.

રોબિન ઉથપ્પા તે સમયે ભારતીય ક્રિકેટનું ઉગતું નામ હતું. તેણે તેની બેટિંગથી પ્રભાવિત કર્યા. ઉથપ્પા આ સમયે ટીમ ઈન્ડિયાનો ભાગ નથી પરંતુ તેણે તાજેતરમાં ધોનીની કેપ્ટનશીપમાં ચેન્નઈ સુપર કિંગ્સ માટે આઈપીએલ મેચ રમી હતી.

રોહિત શર્મા આ યુવા બેટ્સમેન આજે ટીમના વાઈસ કેપ્ટન છે. રોહિત તે ટીમનો એકમાત્ર સભ્ય છે જે હાલમાં ચાલી રહેલા વર્લ્ડ કપમાં રમી રહ્યો છે.

દિનેશ કાર્તિક પણ ટીમ ઇન્ડિયાનો ભાગ નથી, તે તાજેતરમાં IPL-2021માં રમતો જોવા મળ્યો હતો.

યુસુફ પઠાણે 2007 ના વર્લ્ડ કપમાં માત્ર એક જ મેચ રમી હતી, તે પણ ફાઇનલમાં. તે છેલ્લે 2019 માં IPL માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે દેખાયો હતો. તે અબુ ધાબી ટી 20 લીગ -2021 માં મરાઠા અરેબિયન્સ તરફથી રમતા જોવા મળશે.

અજિત અગરકર તે ટીમના સૌથી અનુભવી ખેલાડી હતા. તે હાલમાં સ્ટાર સ્પોર્ટ્સ માટે કોમેન્ટ્રી કરી રહ્યો છે.

પિયુષ ચાવલા વર્લ્ડ કપ જીતનાર ટીમનો ભાગ હતો. તે હજુ પણ રમી રહ્યો છે. તે IPL-2021માં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમતા જોવા મળ્યો હતો.

જોગીન્દર શર્માનું નામ તે વર્લ્ડકપ પછી અમર બની ગયું. તેણે પાકિસ્તાન સામે રમાયેલી અંતિમ મેચમાં છેલ્લી ઓવર ફેંકી અને ટીમને વિજય તરફ દોરી.

હરભજન સિંહનું નામ પણ હતું જે અનુભવી ખેલાડીઓમાં સામેલ હતું. હરભજન હજી નિવૃત્ત થયો નથી. તે IPL-2021માં કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમનો ભાગ હતો.

ભારતને વર્લ્ડકપ અપાવવામાં રુદ્ર પ્રતાપ સિંહે મોટી ભૂમિકા ભજવી હતી. ડાબા હાથના બોલરે 2018 માં નિવૃત્તિ લીધી હતી. તે હવે કોમેન્ટેટર છે. ઉપરાંત, તે અબુધાબી ટી 10 લીગમાં રમતા જોઈ શકાય છે.

ઇરફાન પઠાણ પણ તે વિશ્વ વિજેતા ટીમનો ભાગ હતો. તે નિવૃત્ત પણ થઈ ગયો છે અને થોડા દિવસો પહેલા રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝમાં રમતો જોવા મળ્યો હતો. તેમજ તે કોમેન્ટ્રીમાં વ્યસ્ત છે.

શ્રીસંતે છેલ્લો કેચ પકડ્યો હતો જેણે ટીમ ઈન્ડિયાને વર્લ્ડ ચેમ્પિયન બનાવી હતી. શ્રીસંતની ટીમે મેચ ફિક્સિંગના કેસમાં ફસાયા બાદ ક્રિકેટમાં ખૂબ જ મુશ્કેલ વાપસી કરી છે, તે કેરળ તરફથી રમી રહ્યો છે.
Published On - 10:27 am, Fri, 22 October 21