AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક ગેમ્સ વચ્ચે શું છે તફાવત ? આ 5 મુદ્દા બધી મૂંઝવણ દૂર કરશે

લોકો ઘણીવાર કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક ગેમ્સ વચ્ચે મૂંઝવણમાં મુકાય છે. બંને વચ્ચે કેટલીય સમાનતાઓ છે જયારે કેટલાક તફાવતો પણ છે, જેના કારણે લોકો આ બંને ઈવેન્ટ્સને સમજવામાં મૂંઝવણ થાય છે. ચાલી બંને ગેમ્સ વચ્ચેના પાંચ મુખ્ય તફાવતો વિશે જાણીએ.

કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક ગેમ્સ વચ્ચે શું છે તફાવત ? આ 5 મુદ્દા બધી મૂંઝવણ દૂર કરશે
Commonwealth Games and Olympic GamesImage Credit source: X
| Updated on: Jul 30, 2026 | 4:53 PM
Share

સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કોમનવેલ્થ ગેમ્સ એ દર 4 વર્ષે યોજાતું આંતરરાષ્ટ્રીય રમતોત્સવ છે. કોમનવેલ્થ ગેમ્સ 2026 23 જુલાઈથી 2 ઓગસ્ટ વચ્ચે ચાલશે. કોમનવેલ્થ ગેમ્સની શરૂઆત 1930માં બ્રિટિશ એમ્પાયર ગેમ્સ તરીકે થઈ હતી. ઓલિમ્પિક ગેમ્સની જેમ કોમનવેલ્થ ગેમ્સ પણ રમતગમતની દુનિયાની મોટી ઇવેન્ટ છે, પરંતુ લોકો ઘણીવાર આ બંનેને સમાન માને છે.

કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક ગેમ્સ વચ્ચે અનેક સમાનતાઓ છે અને ઘણા તફાવતો પણ છે જેના કારણે લોકો ઘણીવાર મૂંઝવણમાં મુકાય છે અને તેમની વચ્ચે તફાવત સમજી શકતા નથી. ચાલો બંને રમતો વચ્ચે સમાનતાઓ અને તફાવતો વિશે જાણીએ.

કોમનવેલ્થ ગેમ્સ-ઓલિમ્પિક ગેમ્સ વચ્ચેનો તફાવત

ચાલો પહેલા બંને વચ્ચેની સમાનતાઓને સમજીએ. બંને ઇવેન્ટમાં રમતવીરો મેડલ માટે સ્પર્ધા કરે છે. તે દર ચાર વર્ષે યોજાય છે અને તેમાં અનેક દેશો સામેલ છે. આ સમાનતાઓ ઘણીવાર ગૂંચવણમાં મૂકે છે. જો કે, આ બે ઇવેન્ટની શરૂઆત, ઉદ્દેશ્ય અને મહત્વ સંપૂર્ણપણે અલગ છે.

પહેલો તફાવત… ઈવેન્ટનું આયોજન કરતી સંસ્થાઓ

ઓલિમ્પિક ગેમ્સનું આયોજન ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) દ્વારા કરવામાં આવે છે, જેનું મુખ્ય મથક સ્વિટ્ઝર્લૅન્ડના લૌઝેનમાં છે. જ્યારે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન (CGF) દ્વારા કરવામાં આવે છે. બંને સંગઠનો સંપૂર્ણપણે અલગ છે, તેઓ અલગ-અલગ નિયમો બનાવે છે અને રમતોનું આયોજન અલગ રીતે નક્કી કરવામાં આવે છે.

બીજો તફાવત … ભાગ લેનારા દેશોની સંખ્યા અને ઓળખ

આ સૌથી મોટું કારણ છે જે લોકોને મૂંઝવણમાં મૂકે છે. વિશ્વના લગભગ તમામ માન્યતા પ્રાપ્ત દેશ ઓલિમ્પિકમાં ભાગ લઈ શકે છે. હાલમાં ઓલિમ્પિકમાં 200 થી વધુ દેશોની ટીમો ભાગ લે છે. જ્યારે કોમનવેલ્થ ગેમ્સમાં ફક્ત તે જ દેશો ભાગ લે છે જે એક સમયે બ્રિટિશ સામ્રાજ્યનો ભાગ હતા અને હવે કોમનવેલ્થ ઓફ નેશન્સનાં સભ્યો છે. તેમની સંખ્યા 70-72ની આસપાસ છે. રસપ્રદ વાત એ છે કે, ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્થ આયર્લેન્ડ કોમનવેલ્થ ગેમ્સમાં અલગ-અલગ ટીમો તરીકે રમે છે, જ્યારે ઓલિમ્પિકમાં તેઓ બધા એક ટીમ તરીકે રમે છે- ગ્રેટ બ્રિટન. એક જ દેશ બે અલગ-અલગ રીતે શા માટે રમે છે તેનાથી પણ મૂંઝવણ ઊભી થાય છે.

ત્રીજો તફાવત … સમર અને વિન્ટર વર્ઝન

ઓલિમ્પિક રમતોમાં બે મુખ્ય આવૃત્તિઓ હોય છે: સમર ઓલિમ્પિક્સ અને વિન્ટર ઓલિમ્પિક્સ. બંને અલગ-અલગ વર્ષોમાં, બે વર્ષના અંતરાલમાં યોજાય છે. વિન્ટર ઓલિમ્પિક્સમાં બરફ અને ઠંડી સંબંધિત રમતો જેવી કે સ્કીઇંગ અને આઇસ હોકીનો સમાવેશ થાય છે. જ્યારે કોમનવેલ્થ ગેમ્સની માત્ર એક જ મોટી આવૃત્તિ છે, જે ઉનાળાની ઋતુમાં યોજાય છે. કોમનવેલ્થ ગેમ્સની કોઈ અલગ વિન્ટર આવૃત્તિ નથી.

ચોથો તફાવત … લેવલ અને પ્રતિષ્ઠા

ઓલિમ્પિક મેડલને રમતગમતની દુનિયામાં સૌથી મોટી ઉપલબ્ધિ માનવામાં આવે છે, કારણ કે અહીં વિશ્વના દરેક ભાગના ટોપના એથ્લેટ્સ સાથે સ્પર્ધા થાય છે. ઓલિમ્પિક મેડલ જીતવું એ કોઈપણ ખેલાડીની કારકિર્દીની સૌથી મોટી સફળતાઓમાં ગણવામાં આવે છે. જ્યારે કોમનવેલ્થ ગેમ્સને ઘણીવાર ફ્રેન્ડલી ગેમ્સ તરીકે ઓળખવામાં આવે છે. અહીંનું વાતાવરણ થોડું ઓછું તણાવપૂર્ણ અને વધુ ફ્રેન્ડલી હોય છે. જો કે અહીં જીતવું આસાન નથી, પરંતુ સ્પર્ધાનું સ્તર અને વૈશ્વિક માન્યતા ઓલિમ્પિક જેટલી ઊંચી નથી.

પાંચમો તફાવત… રમતો

એથ્લેટિક્સ, સ્વિમિંગ, બોક્સિંગ અને બેડમિન્ટન જેવી કેટલીક રમતો બંને ઈવેન્ટમાં થાય છે. પરંતુ કોમનવેલ્થ ગેમ્સમાં લૉન બોલ અને નેટબોલ જેવી રમતોનો પણ સમાવેશ થાય છે, જે ઓલિમ્પિકમાં રમાતી નથી. જ્યારે, સ્કેટબોર્ડિંગ અને સર્ફિંગ જેવી નવા યુગની રમતોને ઓલિમ્પિકમાં સામેલ કરવામાં આવી છે, જે કોમનવેલ્થ ગેમ્સનો ભાગ નથી.

લોકોમાં મૂંઝવણમાં કેમ છે?

આનું સૌથી મોટું કારણ એ છે કે બંને ઈવેન્ટ્સનું સ્ટ્રક્ચર – ઓપનિંગ સેરેમની, મેડલ ટેબલ, ખેલાડીઓનો માર્ચ પાસ્ટ – એકદમ સમાન છે. આ સિવાય બંનેમાં “ગેમ્સ” શબ્દના ઉપયોગને કારણે લોકો કોમનવેલ્થ અને ઓલિમ્પિકને સમાન માને છે.

5 ઓવર, 5 વિકેટ, 0 રન… દરેક ઓવરમાં વિકેટ, એક પણ રન નહીં, ટેસ્ટ ક્રિકેટમાં આ બોલરે રચ્યો ઈતિહાસ

Follow Us
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
g clip-path="url(#clip0_868_265)">