વિરેન્દ્ર સહેવાગે સચિન તેંદુલકર અને યુવરાજની લીધી મજા, વિડીયો થયો વાયરલ

|

Mar 09, 2021 | 4:42 PM

ભારતીય ટીમના પૂર્વ ઓપનર વિરેન્દ્ર સહેવાગ (Virender Sehwag) સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટીવ રહે છે. તે હાલમાં રાયપુરમાં રમાઇ રહેલી રોડ સેફ્ટી વર્લ્ડ શ્રેણી (Road Safety World Series) માં વ્યસ્ત છે. આ ટુર્નામેન્ટમાં સચિન તેંદુલકર, યુવરાજ સિંહ, બ્રાયન લારા, કેવિન પિટરસન, તિલકરત્ને દિલશાન જેવા ક્રિકેટના મહાન પૂર્વ ખેલાડીઓ રમી રહ્યા છે.

વિરેન્દ્ર સહેવાગે સચિન તેંદુલકર અને યુવરાજની લીધી મજા, વિડીયો થયો વાયરલ
Virender Sehwag-Sachin Tendulkar

Follow us on

ભારતીય ટીમના પૂર્વ ઓપનર વિરેન્દ્ર સહેવાગ (Virender Sehwag) સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટીવ રહે છે. તે હાલમાં રાયપુરમાં રમાઇ રહેલી રોડ સેફ્ટી વર્લ્ડ શ્રેણી (Road Safety World Series) માં વ્યસ્ત છે. આ ટુર્નામેન્ટમાં સચિન તેંદુલકર, યુવરાજ સિંહ, બ્રાયન લારા, કેવિન પિટરસન, તિલકરત્ને દિલશાન જેવા ક્રિકેટના મહાન પૂર્વ ખેલાડીઓ રમી રહ્યા છે. સહેવાગે ઇન્સ્ટાગ્રામ પર ડ્રેસિંગ રુમનો એક વિડીયો શેર કર્યો હતો, જેમાં તેની સાથે યુવરાજ (Yuvraj Singh) અને સચિન (Sachin Tendulkar) જોવા મળી રહ્યા છે. જ્યાં સહેવાગ અને યુવરાજ સચિનને લઇને ખૂબ મજેદાર વાત કરી રહ્યો છે. આ ત્રણેયની મસ્ત વાતોં સાંભળીને મલકાઇ જવા મજબૂર થવુ પડે એમ છે.

સહેવાગ વિડીયોની શરુઆત કરતા કહે છે કે, આ જુઓ ભગવાન જી છે અમારા. હજુ પણ કંટાળતા નથી ક્રિકેટ રમવા થી, તેઓ સોય લગાવીને મેચમાં રમાનારા છે. તેમના બાદ યુવરાજ સિંહ પાસે જાય છે, જે સચિનની જ નજીકમાં બેઠેલા છે. સહેવાગ યુવરાજ સિંહને કહે છે કે, સચિનને લઇને કોઇ રિએકશન આપો. જેની પર યુવરાજ કહે છે કે, ભાઇ તુ શેર છે તો, તેઓ બબ્બર શેર છે. ત્યાર બાદ બધા હસી પડે છે.

સહેવાગ ફરી વાર સચિન પાસે પહોંચે છે અને કહે છે કે, સર આપની પ્રતિક્રિયા. તેની વાત પર સચિન હસતા હસતા કહે છે કે, તારી સામે કેવી રીતે કહુ. પ્રતિક્રિયા આપવાનો મોકો જ ક્યાં મળે છે કોઇને. ત્યાર બાદ પણ બાકીના સૌ હસવા લાગે છે.

બતાવી દઇએ કે, ઇન્ડીયા લીજેન્ડ (India Legend) એ આ ટુર્નામેન્ટમાં પોતાની પ્રથમ મેચમાં બાંગ્લાદેશ લીજેન્ડ (Bangladesh Legend) ને 10 વિકેટ થી હરાવ્યુ હતુ આ મેચમાં સહેવાગ એ ધુંઆધાર બેટીંગ કરતા 35 બોલમાં અણનમ 80 રન કર્યા હતા. જેમાં 5 છગ્ગા અને 10 ચોગ્ગા પણ સામેલ હતા. આ ઉપરાંત સચિને પણ બેટીંગ કરતા 26 બોલમાં અણનમ 33 રન બનાવ્યા હતા. જેમં પાચ ચોગ્ગા સામેલ હતા.

Next Video