Virat Kohli : ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ (Netflix) પર પ્રખ્યાત વેબ સિરીઝ મની હાઈસ્ટની સીઝન -5 શરૂ થઈ ગઈ છે. ચાહકો તેના માટે ખૂબ જ ક્રેઝી બની ગયા છે. દરમિયાન, ઘણા લોકોને તેમાં ક્રિકેટનું ક્નેક્શન પણ મળ્યું છે, જે ઇન્ટરનેટ પર હંગામો મચાવી રહ્યું છે.
મની હેસ્ટમાં વિરાટ કોહલી !
ક્રિકેટ ચાહકોએ મની હાઈસ્ટ સીઝન 5 (Money Heist Season 5)માં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીના હમશકલને શોધી અને તેનો ફોટો ટ્વિટર પર પોસ્ટ કર્યો. જોકે ઘણા લોકો આ વ્યક્તિને બોલીવુડ અભિનેતા બોબી દેઓલની ડુપ્લિકેટ કહી રહ્યા છે.
કોણ છે આ હમશકલ
વિરાટ કોહલી (Virat Kohli)ના આ દેખાવને એક પોલીસકર્મીની ભૂમિકા મળી છે, જેનું કામ માર્સેલીને પકડવાનું છે. હકીકતમાં, માર્સેલી પ્રોફેસરની ટીમના સભ્ય છે જે લિસ્બન નામના માણસને હેલિકોપ્ટ સુધી ડ્રોપ કરે છે.
Virat Kohli’s cameo in #MoneyHeist 😹 pic.twitter.com/YwdxqHRwiR
— Div (@div_yumm) September 3, 2021
ચાહકોએ ફોટોનો આનંદ લીધો
વિરાટ કોહલીની આ હમશકલની તસવીર ટ્વિટર પર વધુને વધુ વાયરલ થઈ રહી છે. ભારતીય ક્રિકેટ ચાહકો આના પર ખૂબ મજા કરી રહ્યા છે. ઘણા ચાહકો પૂછી રહ્યા છે કે ભારતીય કેપ્ટન મની હેસ્ટની સિઝન 5 માં શું કરી રહ્યો છે. ચાલો ટ્વીટ્સ પર એક નજર કરીએ.
થોડા સમય પહેલા ભારતમાં મની હાઈસ્ટ (Money Heist) સિઝન 5 રિલીઝ કરવામાં આવી છે, જ્યાં દરેક જણ આ સિરીઝ વિશે જ વાત કરી રહ્યા છે. મની હાઈસ્ટ સીઝન 5નું ટ્રેલર રિલીઝ થયા બાદથી આ સિરીઝને જોવા માટે દર્શકો ખૂબ જ ઉત્સાહિત હતા. જે બાદ હવે તેને રિલીઝ કરવામાં આવી છે. મની હાઈસ્ટનો ક્રેઝ માત્ર ભારતમાં જ નથી, તેને સમગ્ર વિશ્વમાં ઘણો પ્રેમ મળ્યો છે.
Virat Kohli when someone doesn’t use MRF ZLX Tyres in thier vehicle.#MoneyHeistSeason5 #MoneyHeist pic.twitter.com/JlyomL75Kq
— Kevin (@kevinr_146) September 3, 2021
બોલિવૂડ (Bollywood) સાથે સંકળાયેલા ઘણા સ્ટાર્સે પણ તેની નવી સિઝનનો ઘણો પ્રચાર કર્યો છે. દરેક વ્યક્તિ આ સિરીઝ માટે દિવાના બની ગયા છે. આજે આ પ્રસંગે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે લોકો આ શ્રેણી માટે આટલા પાગલ કેમ છે. આ શ્રેણીમાં શું છે, જેના કારણે દર્શકો તેને ખૂબ પ્રેમ આપી રહ્યા છે.
પ્રોફેસર સાથે 8 ચોરોએ શરુ કરી મની હાઈસ્ટની સફર
સીરિઝની પ્રથમ સિઝનમાં આપણને પ્રોફેસર તેમની ટીમ જોડતા જોવા મળે છે. ટીમ બનાવ્યા પછી તેનું લક્ષ્ય સ્પેનની રોયલ મિંટ છે. જ્યાં દરેક રોયલ મિંટની અંદર પ્રવેશ કરે છે અને અંદર હાજર લોકોને કેદી બનાવી લે છે. આ પછી પ્રોફેસરનો માસ્ટર પ્લાન શરૂ થાય છે, જે પછી સ્પેનની પોલીસ અને સરકારને પણ ઘૂંટણિયે પડવું પડે છે.
આ પણ વાંચો : Tokyo Paralympics 2020: નોઇડાના ડીએમ સુહાસ યથિરાજે બેડમિન્ટનની ફાઇનલમાં સિલ્વર મેડલ જીત્યો