વિરાટ, ડીવિલીયર્સ અને ઉમેશ યાદવે કોરોના હિરોઝને સલામી આપવા કર્યુ આ કામ, વાંચો આ અહેવાલ

કોરોના વાઈરસની મહામારીને લઈ ટી-20 લીગની 13મી સિઝન યુએઈમાં રમાઈ રહી છે. ભારત સહિત દુનિયાભરના અનેક દેશો કોરોના મહામારીના ભરડામાં છે, આવા સમયે અનેક સ્તરે કોરાના સામે લડત આપતી ફરજ અને સેવા અનેક લોકો નિભાવી રહ્યા છે. આવી જ રીતે ટી-20ની ફેન્ચાઈઝીઓ પણ પોતાની રીતે પોત પોતાના અંદાજમાં કોરોના યોદ્ધાઓને સન્માનિત કરી રહ્યા છે. રોયલ […]

વિરાટ, ડીવિલીયર્સ અને ઉમેશ યાદવે કોરોના હિરોઝને સલામી આપવા કર્યુ આ કામ, વાંચો આ અહેવાલ
| Edited By: | Updated on: Sep 21, 2020 | 11:07 PM

કોરોના વાઈરસની મહામારીને લઈ ટી-20 લીગની 13મી સિઝન યુએઈમાં રમાઈ રહી છે. ભારત સહિત દુનિયાભરના અનેક દેશો કોરોના મહામારીના ભરડામાં છે, આવા સમયે અનેક સ્તરે કોરાના સામે લડત આપતી ફરજ અને સેવા અનેક લોકો નિભાવી રહ્યા છે. આવી જ રીતે ટી-20ની ફેન્ચાઈઝીઓ પણ પોતાની રીતે પોત પોતાના અંદાજમાં કોરોના યોદ્ધાઓને સન્માનિત કરી રહ્યા છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે પણ પોતાની જર્સી પર આવા યોદ્ધાના નામ લખીને ખાસ સંદેશો લખેલી જોવા મળી રહી છે. ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ આવી જ રીતે એક કોરાના હિરોના નામે કરી દીધું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સોમવારે રમાઈ રહેલી મેચના અગાઉ જ આરસીબી કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના ટ્વીટર એકાઉન્ટનું નામ બદલીને સિમરનજીત સિંહ કરી દીધું હતુ. વિરાટે આ પગલું કોરોના મહામારી દરમ્યાન લોકોને મદદ કરનાર સિમરનજીત સિંહના સન્માન માટે ભર્યું છે. આ ઉપરાંત કોહલીએ પ્રોફાઈલ ફોટો પણ બદલી લીધો છે, જેમાં ટીમની જર્સી પહેરેલ છે જેની પર સિમરનજીત સિંહનું નામ લખેલું છે. વિરાટની માફક જ આરસીબીના સભ્ય અને દક્ષિણ આફ્રીકાના સ્ટાર ખેલાડી એબી ડીવીલીયર્સે પણ આમ જ કર્યું હતું. ડીવીલીયર્સે પણ પોતાના ટ્વીટર એકાઉન્ટનું નામ બદલીને પારિતોષ પંત કરી દીધું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ડીવીલીયર્સે ટ્વીટ કરીને પારિતોષ પંત વિશે પણ બતાવ્યું હતું, હું પારિતોષ પંતને સલામ કરુ છુ, જેમણે પૂજા સાથે મળીને પ્રોજેક્ટ ફીડીંગ ફોર્મ ફારની શરુઆત કરી હતી. લોકડાઉન દરમિયાન જરુરીયાતવાળા લોકોને ખવડાવ્યું હતુ. આ ચેલેન્જર સ્પિરિટને સલામ કરવા માટે મેં આ સિઝનમાં પોતાની જર્સી પર તેમના નામે કરી છે. ઉપરાંત, ઉમેશ યાદવે પણ પોતાની જર્સી શાહનવાઝના નામે કરી દીધી છે. તેણે ટ્વીટ કર્યું છે કે અસલી ચેલેન્જર, શાહનવાઝ શેખ જરુરીયાત ધરાવતા લોકો માટે ઓક્સિજન સીલીન્ડર ખરીદવા પોતાની કાર સુધી વેચી હતી. આવા નિસ્વાર્થ ભાવને લઈ તેમને સલામ કરુ છુ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો