ભારત-નેધરલેન્ડની LIVE મેચમાં ભારતીય ફેને કર્યુ પ્રપોઝ, સંબંધ થઈ ગયા કન્ફર્મ

હાલમાં ટી-20 વર્લ્ડકપમાં ભારત અને નેધરલેન્ડની મેચ દરમિયાન કઈ આવી જ ઘટના બની. ભારતીય ક્રિકેટ ટીમના એક ફેને હજારો લોકો સામે પોતાની ગર્લફેન્ડને પ્રપોઝ કર્યુ. તેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ભારત-નેધરલેન્ડની LIVE મેચમાં ભારતીય ફેને કર્યુ પ્રપોઝ, સંબંધ થઈ ગયા કન્ફર્મ
Viral video Indian fan proposed in India vs Netherlands
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Oct 27, 2022 | 9:03 PM

ક્રિકેટ અનિશ્ચિતતાની રમત છે. અહીં બોલરની ઝડપથી અને બેટ્સમેનના બેટથી એવા એવા રેકોર્ડ અને કામ થાય છે જે કોઈએ ક્યારે વિચાર્યા ન હોય. લોકપ્રિય રમત ક્રિકેટને જોવા લાખો ચાહકો ક્રિકેટ ગ્રાઉન્ડ પર આવતા હોય છે. તેઓ પણ ઘણીવાર કેમેરા સામે એવા કામ કરે છે જેને કારણે તે મેચની હાઈલાઈટ્સમાં આવી જાય છે. હાલમાં ટી-20 વર્લ્ડકપમાં ભારત અને નેધરલેન્ડની મેચ દરમિયાન કઈ આવી જ ઘટના બની. ભારતીય ક્રિકેટ ટીમના એક ફેને હજારો લોકો સામે પોતાની ગર્લફેન્ડને પ્રપોઝ કર્યુ. તેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ભારત -નેધરલેન્ડની મેચમાં જ્યારે નેધરલેન્ડની બેંટિગ ચાલી રહી હતી, ત્યારે 7મી ઓવર નાખવા હાર્દિક પંડયા મેદાનમાં આવ્યો હતો. તે દરમિયાન ટીવી સ્ક્રીન પર એક વિચિત્ર નજારો જોવા મળ્યો. મેચ જોવા આવેલો એક ભારતીય ફેન પોતાની સીટ પરથી ઉઠ્યો અને પાસે જ બેસેલી તેની ગર્લફ્રેન્ડ તરફ ગયો. તે યુવતી કઈ સમજે તે પહેલા તો તે ભારતીય ફેન તેની ગર્લફ્રેન્ડ સામે ઘુટણે પડીને વીંટીનું બોક્સ કાઢયુ. તેમણે બોક્સમાંથી વીંટી કાઢી અને જોરથી તેની ગર્લફ્રેન્ડેને પૂછ્યુ, શું તુ મારી સાથે લગ્ન કરીશ ? આ નજારો જોઈ યુવતી ખુશ થઈ અને તેણે ભેટીને લગ્ન માટે હા પાડી. આ દરમિયાન ભારતીય ફેન્સ પણ તેમનો ઉત્સાહ વધારતા જોવા મળ્યા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

ભારત-નેધરલેન્ડની લાઈવ મેચનો વાયરલ વીડિયો

 

નેધરલેન્ડ સાથે 56 રનથી મેળવી શાનદાર જીત

ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમે પાકિસ્તાન સામે રોંમાચક અને ઐતિહાસિક જીત મેળવ્યા બાદ નેધરલેન્ડ સામેની બીજી મેચમાં પણ શાનદાર જીત મેળવી છે. રોહિત શર્મા, વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવની અર્ધ સદીને કારણે ભારતીય ટીમે આજે નેધરલેન્ડને 180 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ મેચમાં ભારતીય ટીમે નેધરલેન્ડને 56 રનથી હરાવી શાનદાર જીત મેળવી છે. નેધરલેન્ડની ટીમ આ મેચમાં 9 વિકેટના નુકશાન પર 123 રન બનાવ્યા હતા.