પાકિસ્તાનના ખેલાડી એ દર્શકો વચ્ચે પહોંચીને કરી મારામારી, શરમજનક હરકતનો વીડિયો થયો વાયરલ

તેઓ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં પણ પાકિસ્તાનની ટીમમાં જગ્યા ન મળી હતી. તેવામાં ખાલી સમયમાં તેઓ સ્થાનિક ટીમો સાથે મેચો રમી રહ્યા છે. તે દરમિયાનનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

પાકિસ્તાનના ખેલાડી એ દર્શકો વચ્ચે પહોંચીને કરી મારામારી, શરમજનક હરકતનો વીડિયો થયો વાયરલ
Viral Video hasan ali fight
Image Credit source: File photo
| Edited By: | Updated on: Dec 05, 2022 | 6:49 PM

પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખેલાડીઓ માટે આજનો દિવસ ખરાબ રહ્યો હતો. આજે રાવલપિંડીમાં એક તરફ ઈંગ્લેન્ડ સામે પાકિસ્તાનની ટીમ હારી ત્યારે જ બીજી તરફ રાવલપિંડીથી દૂર પાકિસ્તાનનો ખેલાડી પોતાની હરકતને કારણે ટ્રોલ થયો હતો. પાકિસ્તાનની ટીમના અનુભવી ઝડપી બોલર હસમ અલી એક સ્થાનિક મેચ દરમિયાન એવી હરકત કરી બેઠો કે તેનો વીડિયો વાયરલ થઈ ગયો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે.

પાકિસ્તાનનો આ 28 વર્ષનો ખેલાડીને હાલમાં પાકિસ્તાનની ટીમમાં જગ્યા નથી મળી. થોડા સમય પહેલા સમાપ્ત થયેલા ટી20 વર્લ્ડકપમાં પણ તે પાકિસ્તાનની ટીમનો ભાગ ન હતો. તેઓ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં પણ પાકિસ્તાનની ટીમમાં જગ્યા ન મળી હતી. તેવામાં ખાલી સમયમાં તેઓ સ્થાનિક ટીમો સાથે મેચો રમી રહ્યા છે. તે દરમિયાનનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

 

 

 

ક્રિકેટ પાકિસ્તાનના એક રિપોર્ટ અનુસાર હસન અલી હાલમાં જ પાકિસ્તાનના પંજાબના આરિફવાલામાં એક સ્થાનિક ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમવા પહોંચ્યા હતા. અહીં મેચ દરમિયાન તેઓ બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન કેટલાક દર્શકો એ તેના ખરાબ વચનો કહ્યા. કેટલાક લોકો વર્ષ 2021ના ટી20 વર્લ્ડકપ સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્વ છૂટેલા કેચની યાદ અપાવવા લાગ્યા તો કેટલાક લોકો પાકિસ્તાનની ટીમની બહાર રહેવા પર મજાક ઉડાવી રહ્યા હતા.

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ખુબ સરસ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ભવિષ્યમાં પણ આવપ જ જોવા મળશે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, થોડી સહન શક્તિ રાખવી જોઈએ.