Vijay Hazare Trophy: ટુર્નામેન્ટની શરુઆત માટે તૈયારીઓ શરુ, વડોદરા સહિત આ શહેરોમાં રમાઇ શકે છે મેચ

સૈયદ મુશ્તાક અલી T20 ક્રિકેટ ટુર્નામેન્ટના સફળ આયોજન બાદ ભારત અન્ય એક ઘરેલુ આયોજન કરી રહ્યુ છે. વિજય હજારે ટ્રોફી (Vijay Hazare Trophy) આગામી 18 ફ્રેબ્રુઆરી થી શરુ થનારી છે.

Vijay Hazare Trophy: ટુર્નામેન્ટની શરુઆત માટે તૈયારીઓ શરુ, વડોદરા સહિત આ શહેરોમાં રમાઇ શકે છે મેચ
BCCI
| Edited By: | Updated on: Feb 02, 2021 | 10:12 AM

સૈયદ મુશ્તાક અલી T20 ક્રિકેટ ટુર્નામેન્ટના સફળ આયોજન બાદ ભારત અન્ય એક ઘરેલુ આયોજન કરી રહ્યુ છે. વિજય હજારે ટ્રોફી (Vijay Hazare Trophy) આગામી 18 ફ્રેબ્રુઆરી થી શરુ થનારી છે. માનવામાં આવી રહ્યુ છે કે, વિજય હજારે ટુર્નામેન્ટની મેચો મુશ્તાક અલી ટુર્નામેન્ટના આયોજન સ્થળ પર જ રમાશે. જોકે નોકઆઉટ મેટ અમદાવાદ (Ahmedabad) ને બદલે અન્ય શહેરને આપવામાં આવી શકે છે. મુંબઇ, વડોદરા, કલકત્તા, ઇન્દોર, બેંગ્લુરુ અને કેરલમાં ગૃપ સ્ટેજની મેચો રમાઇ શકે છે.

પ્લેટ ડિવીઝન માટે ચેન્નાઇને લેવામાં આવ્યુ હતુ, પરંતુ ચેન્નાઇમાં ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે ટેસ્ટનુ આયોજન થવાને કારણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) કોચીને તે સોંપી શકે છે. બરોડા ક્રિકેટ સંઘના એક અધીકારીએ બતાવ્યુ હતુ કે, મુશ્તાક અલીના આયોજન સ્થળ રાખવા જ યોગ્ય રહેશે, કારણ કે સ્થાનિય સંઘોને પહેલાથી પ્રોટોકોલના અંગે જાણકારી છે. મહિલા વન ડે ટુર્નામેન્ટ માટે BCCI વિજયવાડા, હેદરાબાદ અને પુણે પર વિચાર કરી રહી છે.

BCCI કેટલાક એવા શહેરોનો સંપર્ક સાધી રહ્યુ છે, જ્યાં સારી હોટલ હોઇ શકે અને બાયોબબલનુ પાલન કરી શકાય. જોકે બોર્ડે કિસાન આંદોલનને કારણે દિલ્હી અને ચંદિગઢમાં મેચ આયોજન નથી કરી રહ્યુ, જ્યા સારી સુવિધા પ્રદાન કરી શકાય છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની નોકઆઉટ મેચ આયોજીત કરનારા અમદાવાદ શહેરને પણ આમાંથી બહાર રાખવામાં આવ્યુ છે. કારણ કે અમદાવાદમાં ભારત અને ઇંગ્લેંડ વચ્ચે બે ટેસ્ટ અને પાંચ T20 મેચ રમાનારી છે.