Vijay Hazare Tournament: આગામી 20મી થી શરુ કરાશે, ગૃપ એ ની તમામ મેચો સુરતમાં રમાડવામાં આવશે

|

Feb 07, 2021 | 7:06 AM

વિજય હજારે (Vijay Hazare) વન ડે ટુર્નામેન્ટની શરુઆત આગામી 20 ફેબ્રુઆરીથી શરુ થશે. જેની ફાઇનલ મેચ આગામી મેચ 14મી માર્ચે રમાશે. BCCI એ કહ્યુ છે કે, આ ટ્રોફી પાંચ શહેરોમાં યોજવામાં આવશે.

Vijay Hazare Tournament: આગામી 20મી થી શરુ કરાશે, ગૃપ એ ની તમામ મેચો સુરતમાં રમાડવામાં આવશે
ફાઇનલ મેચ 14મી માર્ચે રમાશે

Follow us on

વિજય હજારે (Vijay Hazare) વન ડે ટુર્નામેન્ટની શરુઆત આગામી 20 ફેબ્રુઆરીથી શરુ થશે. જેની ફાઇનલ મેચ આગામી મેચ 14મી માર્ચે રમાશે. BCCI એ કહ્યુ છે કે, આ ટ્રોફી પાંચ શહેરોમાં યોજવામાં આવશે. તમામ મેચો બાયો બબલ એનવાયરમેન્ટ (Bio bubble Environment) ની અંદર રમાશે.BCCI એ તાજેતરમાં જ રણજી ટ્રોફી (Ranji Trophy) નહી રમાડવાનો નિર્ણય જાહેર કર્યો હતો. જ્યારે વિજય હજારે ટુર્નામેન્ટ રમાડવા માટે નુ નક્કી કરવામાં આવ્યુ હતુ. લગભગ એક વર્ષ બાદ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (Mushtaq Ali Trophy) સાથે ઘરેલુ ક્રિકેટનો પ્રારંભ થયો હતો.

ટુર્નામેન્ટના માટે ખેલાડીઓને 13 ફેબ્રુઆરીથી બાયો બબલમાં આવી જવાનુ રહેશે. તેના પછી તમામ ખેલાડીઓનુ ત્રણ વાર કોવિડ-19 પરિક્ષણ કરવામાં આવશે. BCCI સેક્રેટરી જય શાહે (Jay Shah) શનિવારે કાર્યક્રમની ઘોષણાં કરી હતી, જેમાં છ સ્થાનોમાંથી પાંચ સ્થાનો દર્શાવવામાં આવ્યા છે. જે પાંચ શહેરોમાં સુરત, ઇંદોર, બેંગ્લોર, કલકત્તા અને જયપુરનો સમાવેશ કરાયો છે. જ્યારે પ્લે ગૃપની આઠ ટીમો તામિલનાડુના અલગ અલગ મેદાનો પર પોતાની મેચ રમશે. BCCI પ્રોટોકોલ અનુસાર ખેલાડીઓએ બાયોબબલમાં પ્રવેશ મેળવતા અગાઉ પોતાના ત્રણ આરટી-પીસીઆર ટેસ્ટમાંથી પસાર થવુ પડશે. તેમણે સાત માર્ચથી રમાનારી નોકઆઉટ સ્ટેજ પહેલા પણ આમ જ કરવુ પડશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

BCCIની અધિસૂચનાનુસાર એલીટ ગૃપ એ માં ગુજરાત, ચંદિગઢ, હૈદરાબાદ, ત્રિપુરા, વડોદરા અને ગોવા સામેલ હશે. જેમની મેચો સુરત (Surat) માં રમાડવામાં આવશે. ગૃપ બી માં તામિલનાડુ, પંજાબ, ઝારખંડ, મધ્યપ્રદેશ, વિદર્ભ, આંધ્રપ્રદેશ સામેલ છે જેમની મેચ ઇંદોરમાં રમાશે. ગૃપ સીની મેચ બેંગ્લોરમાં આયોજીત કરાઇ છે, જેમાં કર્ણાંટક, ઉત્તરપ્રદેશ, કેરળ, ઓડિશા, રેલ્વે અને બિહારની ટીમો સામેલ છે. ગૃપ ડીમાં દિલ્હી, મુંબઇ મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ. રાજસ્થાન અને પોંડુંચેરીની ટીમો હશે. જેમની મેચો જયપુરમાં નિર્ધારીત કરાઇ છે. ગૃપ ઇની મેચ કલકત્તામાં રમાનારી છે, જેમાં બંગાળ, જમ્મુ અને કાશ્મિર, સૌરાષ્ટ્ર, હરિયાણા અને ચંદિગઢની ટીમ સામેલ છે. પ્લેટ ગૃપની મેચ તામિલનાડુના વિભિન્ન મેદાનોમાં આયોજીત કરવામાં આવશે. જેમાં ઉત્તરાખંડ, આસામ, નાગાલેન્ડ, મેઘાલય, મણિપુર, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ અને સિક્કીમની ટીમો સામેલ કરાઇ છે.

Published On - 6:58 am, Sun, 7 February 21

Next Article