Viral Video : ફૂટબોલ ઈતિહાસમાં પહેલીવાર બની આવી ઘટના, મેચ દરમિયાન મેદાન પર ઉડયા પાણીના ફુવારા

SHOCKING VIDEO : હાલમાં એક ફૂટબોલ મેચ દરમિયાન આવી જ એક ઘટના બની હતી. જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ફૂટબોલની મેચ દરમિયાન અચાનક ફુવારા ઉડવા લાગ્યા હતા.

Viral Video : ફૂટબોલ ઈતિહાસમાં પહેલીવાર બની આવી ઘટના, મેચ દરમિયાન મેદાન પર ઉડયા પાણીના ફુવારા
Viral Video
| Edited By: | Updated on: May 27, 2023 | 11:56 PM

Germany : ફૂટબોલ અને ક્રિકેટની ટુર્નામેન્ટ દુનિયાના અલગ અલગ દેશમાં થતી રહે છે. આ રમત વચ્ચે કેટલાક અકલ્પનીય ઘટનાઓ બનતી હોય છે. જેને જોઈને આખી દુનિયા આશ્ચર્યમાં મુકાઈ જતી હોય છે. હાલમાં એક ફૂટબોલ મેચ દરમિયાન આવી જ એક ઘટના બની હતી. જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ (Viral) થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ફૂટબોલની મેચ દરમિયાન અચાનક ફુવારા ઉડવા લાગ્યા હતા.

ફૂટબોલના ઈતિહાસમાં આવી ઘટના પહેલીવાર બની હશે. બુન્ડેસલિગા લીગની બાયર્ન મ્યુનિક અને કોલોન વચ્ચેની મેચ દરમિયાન અચાનક જમીનમાંથી પાણીના ફુવારા ઉડવા લાગ્યા હતા. મેચ પહેલા મેદાનમાં પાણી છાટવા માટે આધુનિક અંદાજમાં મેદાનમાં ફુવારા સેટ કરવામાં આવે છે. એ જ ફુવારા ચાલુ મેચ દરમિયાન અચાનક શરુ થઈ ગયા હતા. જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો : Viral Video: ચિત્તાના પરિવાર માટે થંભી ગયો ટ્રાફિક, રસ્તા વચ્ચે કરી માણસો જેવી હરકતો

ફૂટબોલ મેચ દરમિયાન અચાનક બની આ ઘટના

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. આ વીડિયો જોઈ સોશિયલ મીડિયા યુઝર્સ દંગ રહી ગયા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આવી ઘટના પહેલીવાર જોઈ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, સારુ થયું કોઈ ખેલાડી એ ફુવારા ઉપર ના હતુ.  અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ગરમી વધી ગઈ હશે એટલે પાણીના ફુવારા જાતે નીકળી આવ્યા હશે. આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.

 

આ પણ વાંચો : Viral Video : હવામાં હજારો ફૂટ પર લટકતા પ્લેટફોર્મ પર સાઈકલસવારે કર્યો સ્ટંટ, Video જોયા પછી લાગશે ડર

બાયર્ન એ સતત 11મું બુન્ડેસલિગા ટાઇટલ જીત્યું

 


બાયર્ન મ્યુનિકેની ટીમે કોલોન સામે 2-1થી જીત મેળવીને 11મી વાર બુન્ડેસલિગા ટાઇટલ જીત્યું હતું. ચેમ્પિયન બનવા માટે બાયર્ન મ્યુનિકે આડે જીતની જરૂર હતી. જમાલ મુસિયાલા એ 89મી મિનિટે કરેલો ગોલ આ મેચમાં નિર્ણાયક રહ્યો હતો.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો