Vamika: વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પુત્રી ‘વામિકા’, જાણો શું છે નામનો મતલબ

|

Feb 01, 2021 | 4:33 PM

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) જાન્યુઆરી માસમાં પિતા બન્યો હતો. ત્યાર બાદ થી ફેંસ રાહ જોઇ રહ્યા હતા કે, અનુષ્કા શર્મા (Anushka Sharma) અને વિરાટ કોહલી તેમની પુત્રીના નામને જાહેર કરે અને તસ્વીર પણ જાહેર કરે. આ ઇંતઝાર સોમવારે ખતમ થઇ ગયો હતો. જ્યારે અનુષ્કા શર્મા એ તેની પુત્રી સાથે ની તસ્વીર શેર કરી હતી.

Vamika: વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પુત્રી વામિકા, જાણો શું છે નામનો મતલબ
Vamika-Anushka-Virat Kohli

Follow us on

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) જાન્યુઆરી માસમાં પિતા બન્યો હતો. ત્યાર બાદથી ફેંસ રાહ જોઇ રહ્યા હતા કે, અનુષ્કા શર્મા (Anushka Sharma) અને વિરાટ કોહલી તેમની પુત્રીના નામને જાહેર કરે અને તસ્વીર પણ જાહેર કરે. આ ઇંતઝાર સોમવારે ખતમ થઇ ગયો હતો. જ્યારે અનુષ્કા શર્મા એ તેની પુત્રી સાથેની તસ્વીર શેર કરી હતી. અને તેનુ નામ પણ જાહેર કર્યુ કે પુત્રીનુ નામ ‘વામિકા’ (Vamika) રાખ્યુ છે.

અનુષ્કા શર્માએ તસ્વીર શેર કરી હતી. જેમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પુત્રીને પ્યાર થી નિહાળી રહ્યા જોવા મળી રહ્યા છે. તસ્વિરમાં દિકરીનો ચહેરો જોઇ શકાતો નથી. અનુષ્કા શર્મા એ લખ્યુ હતુ કે, અમે એક સાથે પ્રેમથી રહી રહ્યા હતા પરંતુ નાનકડી વામિકાએ તેને બિલકુલ નવા સ્તર પર લાવી દીધુ છે. આંસુ, હંસી, ચિંતા, આનંદ આ બધા ઇમોશન છે, જેને અમે એક સાથે પળભરમાં જીવ્યા. આપ સૌનો પ્રેમ અને દુઆઓ માટે શુક્રિયા.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

 

 

વામિકા આ નામ પહેલા થી જ સોશિયલ મિડીયામાં ખૂબ ચર્ચામાં રહ્યુ હતુ. આ નામ વિરાટ અને અનુષ્કા ના નામને મળાવીને બનાવવામાં આવ્યુ છે. જોકે આ નામનો મતલબ દેવી દુર્ગા થાય છે. જે શબ્દ દેવિ દુર્ગાનો જ એક વિશેષણ છે. બાળકને જો આ નામ આપવામાં આવે તો, માનવામાં આવે છે કે, તેમાં તેવા ગુણ આવે છે. અનુષ્કા શર્માની આ પોષ્ટ ઉપર ફેંસ થી લઇને સેલેબ્સ સુધી તમામ લોકો કોમેન્ટ કરી રહ્યા છે. વામિકા ની સાથે સાથે આ કપલને પણ લોકો શુભકામનાઓ આપી રહ્યા છે.

Published On - 4:06 pm, Mon, 1 February 21

Next Article