
વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી ભારતીય ટીમમાં ભલે થઈ નથી પરંતુ તેમણે એક ડગલું આગળ વધ્યું છે. તેની પસંદગી રાઈઝિંગ સ્ટાર્સ એશિયા કપ માટે ભારતીય ટીમમાં પસંદગી થઈ છે. 14 નવેમ્બરથી આ ટૂર્નામેન્ટની શરુઆત થઈ રહી છે. જેમાં વૈભવ સૂર્યવંશીએ જો સારું પ્રદર્શન કર્યું તો ભારતીય ક્રિકેટમાં અને આગળ વધવા માટે રસ્તા ખુલી શકે છે. રાઈઝિંગ સ્ટાર્સ એશિયા કપ માટે ભારતીય ટીમમાં વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી થઈ છે. તો જિતેશ શર્માને તેને કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
રાઈઝિંગ સ્ટાર્સ એશિયા કપ જેને પહેલા ઇમર્જિંગ એશિયા કપ તરીકે ઓળખાતી ભારતની 15 સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી છે. 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીને તેની તાકાત અને સફેદ બોલ ક્રિકેટમાં સતત પ્રદર્શનને કારણે 15 ખેલાડીઓમાં સામેલ કરવામાં આવ્યો છે. સરળ શબ્દોમાં કહીએ તો, આ વૈભવના સતત પ્રદર્શનનું પરિણામ છે.
વૈભવ સૂર્યવંશી ભારતની સીનિયર ટીમ માટે ક્યારે રમશે? આ સવાલ વ્હાઈટ બોલમાં તેના પરફોર્મન્સની ચર્ચા થઈ રહી છે. રાજસ્થાન રોયલ્સમાં તેના કેપ્ટન રહેલા સંજુ સેમસનના જણાવ્યા મુજબ વૈભવ સૂર્યવંશી આગામી 1-2 વર્ષમાં ઈન્ડિયા રમવા માટે તૈયાર હશે. આવું જ વૈભવ સૂર્યવંશીના કોચ મનીષ ઓઝાનું માનવું છે.જો વૈભવ સૂર્યવંશી આ ટુર્નામેન્ટમાં પોતાની બેટિંગમાં તાકાત બતાવે છે, તો તેના માટે સિનિયર ટીમમાં પ્રવેશવાનો માર્ગ ટૂંક સમયમાં ખુલી શકે છે.
જિતેશ શર્મા, વૈભવ સૂર્યવંશી, નેહાલ વઢેરા, પ્રિયાંશ આર્યા,આશુતોષ શર્મા,નમન ધીર, સૂર્યાંશ શેડગે, રમનદીપ સિંહ, યુદ્ધવીર સિંહ ચરક, યશ ઠાકુર, ગુરજનપ્રીત સિંહ, વિજય કુમાર વ્યસ્ક, હર્ષ દુબે, અભિષેક પારેલ,સુયશ શર્મા
રાઈઝિંગ સ્ટાર્સ એશિયા કપમાં ઈન્ડિયા એ ટીમમાં ઓમન,યુએઈ અને પાકિસ્તાન એની સાથે ગ્રુપ બીમાં રાખવામાં આવી છે. આ ટૂર્નામેન્ટની તમામ મેચ દોહામાં રમાશે.
Published On - 11:31 am, Tue, 4 November 25