અમ્પાયર-ધોની વિવાદ, સુનિલ ગવાસ્કર સહિતના દિગ્ગજો પણ હવે ટીપ્પણીઓ કરવા લાગ્યા, કહી આવી વાતો

|

Oct 15, 2020 | 10:51 PM

ટી-20 લીગમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચમાં વાઇડ બોલના નિર્ણયને લઈને વિવાદ સર્જાયો હતો. મેચ દરમ્યાનન વાઈડ બોલ આપવા અંગેનો પોતાનો ખ્યાલ બદલી નાંખવાને લઈને અંપાયર પોલ રાઈફલ અનેક દિગ્ગજોના નિશાના પર આવી ગયા છે. અંપાયરે તેમનો ખયાલ ચેન્નાઈના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના રીએકશનને જોઈને બદલી નાંખ્યો હતો. જેને લઈને ધોનીએ પણ સોશિયલ […]

અમ્પાયર-ધોની વિવાદ, સુનિલ ગવાસ્કર સહિતના દિગ્ગજો પણ હવે ટીપ્પણીઓ કરવા લાગ્યા, કહી આવી વાતો

Follow us on

ટી-20 લીગમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચમાં વાઇડ બોલના નિર્ણયને લઈને વિવાદ સર્જાયો હતો. મેચ દરમ્યાનન વાઈડ બોલ આપવા અંગેનો પોતાનો ખ્યાલ બદલી નાંખવાને લઈને અંપાયર પોલ રાઈફલ અનેક દિગ્ગજોના નિશાના પર આવી ગયા છે. અંપાયરે તેમનો ખયાલ ચેન્નાઈના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના રીએકશનને જોઈને બદલી નાંખ્યો હતો. જેને લઈને ધોનીએ પણ સોશિયલ મીડિયા પર ખુબ આલોચના વેઠવી પડી હતી. હવે આ મામલામાં પુર્વ દિગ્ગજ ખેલાડી સુનિલ ગાવાસ્કર, માઇકલ સ્લેટર, કેવિન પીટરસન અને ઇયાન બિશપ જેવા ખેલાડીઓ પણ બોલી ઉઠ્યા છે.

 

IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ મેચ એવા મુકામ પર પહોંચી હતી કે એ દરમ્યાન હૈદરાબાદને 11 બોલમાં 25 રન જરુર હતા. બોલર શાર્દુલ ઠાકુરે રાશિદ ખાનને વાઇડ યોર્કર બોલ નાંખ્યો હતો. અમ્પાયર તે બોલને વાઈડ કરાર કરવા જઈ રહ્યા હતા, એ દરમ્યાન શાર્દુલ અને ધોનીના આક્રમક રુખને જોઇને તેમણે વાઈડનો ઈશારો કરવાનું પડતુ મુક્યુ હતુ. ડગ આઉટમાં બેઠેલા હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નર પણ આ જોઈને નારાજ થઇ ઉઠ્યો હતો. આ મેચમાં ચેન્નાઈએ 20 રનથી જીત મેળવી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ મામલે સુનિલ ગાવાસ્કરે ટીપ્પણી કરતા કહ્યુ છે કે, તેઓ ચેક કરી રહ્યા હતા કે બોલ બેટને અડક્યો છે કે નહીં. જો બોલ બેટને અડક્યો હતો તો તેઓએ તે કેચ આપવો જોઈતો હતો, કારણ કે બોલ સીધો જ ધોનીના હાથમાં હતો તો માઈકલ સ્લેટરે કહ્યુ છે કે, એમ લાગી રહ્યુ હતુ કે રાઈફલ ત્રીજા અમ્પાયર તરફ જઇ રહ્યા હતા, પરંતુ એ હું નથી જાણ તો કે કેમ. એવુ લાગ્યુ કે એમના હાથ બહાર આવ્યા હતા. તે દિલચસ્પ છે.

કેવિન પીટરસન એ કહ્યુ હતુ, કે મનેએ વાતમાં બીલકુલ પણ શંકા નથી કે રાઈફલના હાથ બહાર આવી રહ્યા હતા, તેમના પર ખુબ ચિખવા અને ચિલ્લાવાનું પણ થઇ રહ્યુ હતુ. અચાનકથી તેમણે પોતાનો ફેંસલો બદલીને રોકી લીધો હતો. ઈયાન બીશપે પણ કહ્યુ હતુ કે, પોલ રાઇફલે ભુલ કરી છે, તે વાઈડ બોલ હતો અને એને વાઇડ આપવો જ જોઈતો હતો. તેમણે ધોનીને જોઈને પોતાનું મન બદલી લીધુ હતુ. પુર્વ ભારતીય ક્રિકેટર દીપ દાસગુપ્તાએ પણ આ મુદ્દા પર કહ્યુ કે અમ્પાયરે કેવી રીતે મન બદલી લીધુ. એ આપણે સૌ કોઈએ જોયુ છે, તેઓ વાઇડ આપવા જઇ જ રહ્યા હતા. ધોનીને જોઈને તેઓએ પોતાનું મન બદલી લીધુ હતુ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article