Tokyo Paralympics માં મરિયપ્પન થંગાવેલુ અને શરદ કુમારનો ડબલ ધમાકો, ભારતના નામે વધુ એક સિલ્વર અને બ્રોન્ઝ મેડલ

|

Aug 31, 2021 | 5:48 PM

Tokyo Paralympics માં ભારત સતત ઉપલબ્ધીઓ હાંસલ કરી રહ્યુ છે. ભારતના ખેલાડીઓ જાણે મેદાનમાં જાદુ ચલાવી રહ્યા હોય તેમ એક પછી એક મેડલ ભારતને અપાવી રહ્યા છે.

Tokyo Paralympics 2020 માં ભારત સતત ઉપલબ્ધીઓ હાંસલ કરી રહ્યુ છે. ભારતના ખેલાડીઓ જાણે મેદાનમાં જાદુ ચલાવી રહ્યા હોય તેમ એક પછી એક મેડલ ભારતને અપાવી રહ્યા છે. મરિયપ્પન થંગાવેલુ અને શરદ કુમાર બંનેએ હાઇ જંપ T63 ઇવેન્ટમાં મેડલ જીતી લીધો છે. થંગાવેલુએ રિયો ઓલમ્પિક બાદ સતત બીજી વાર મેડલ જીતી લીધો છે. જ્યારે રિયોમાં બ્રોન્ઝ જીતનાર વરુણ સિંહ ભાટી આ વખતે મેડલથી ચૂકી ગયા છે.

બંનેએ પોતાના પહેલા અટેમ્પ્ટમાં જ 1.73 મીટરનો સફળ જમ્પ માર્યો હતો જ્યાર બાદ 1. 77 મીટરના જંપને પણ પહેલા જ અટેમ્પ્ટમાં ક્લિયર કર્યો હતો. ભારતના શરદ કુમાર પહેલાથી જ લીડમાં હતી. જો કે તેઓ 1.83 મીરટના જમ્પમાં સફળ ન રહ્યા. જ્યાર બાદ રેસમાં ફક્ત મરિયયપ્પન અને અમેરીકાના ગ્રીવ સૈમ હતા. બંનેએ 1.86 ના માર્ક પર જમ્પ કર્યો હતો. ત્યાર બાદ મરિયપ્પન ત્રણ અટેમ્પ્ટમાં પણ 1. 86 મીટરનો જમ્પ ક્લિયર ન કરી શક્યા. તો બીજી તરફ અમેરીકાના ગ્રીવે ત્રીજા પ્રયાસમાં સફળ જમ્પ સાથે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો.

આ પણ વાંચો –

ગુજરાતના મોસ્ટ પ્રિફર્ડ ટુરીસ્ટ ડેસ્ટીનેશન પ્રવાસીઓને આકર્ષવામાં સફળ, ત્રણ દિવસમાં દોઢ લાખ પ્રવાસીઓ ઉમટ્યા

આ પણ વાંચો –

ભારતમાં એન્ટ્રી કરવા માટે ટેસ્લાના 4 મોડલ્સને મળી મંજૂરી, ભારતીય બજાર પ્રમાણે સાબિત થઇ ફીટ

આ પણ વાંચો –

Stock Update : શેરબજારમાં વિક્રમોની હારમાળા વચ્ચે ક્યાં શેર દોડ્યા અને કયા શેર ગબડ્યા? કરો એક નજર

Published On - 5:31 pm, Tue, 31 August 21

Next Video