National Sports Day :આજે 29 ઓગસ્ટ એટલે કે રાષ્ટ્રીય રમત દિવસ છે. આ ખાસ દિવસે રમતગમતમાં ભારતના સન્માનમાં વધારો કર્યો છે. જો દુનિયાની નજરમાં તિરંગાનું મૂલ્ય વધી જાય તો આનાથી મોટી વસ્તુ શું હોઈ શકે. આવું જ કંઇક ટોક્યો પેરાલિમ્પિક્સ (Tokyo Paralympics)માં પણ થયું, જ્યાં ભાવિના પટેલે (Bhavina Patel) દેશનું નામ રોશન કર્યું. પેરાલિમ્પિક્સના સ્ટેજ પર ભારતને સિલ્વર મેડલ મળ્યો છે,
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાવિના બેન પટેલ સાથે વાતચીત કરી અને ટોક્યો પેરાલિમ્પિક્સમાં મહિલા સિંગલ્સ ટેબલ ટેનિસ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા. પીએમ મોદીએ ફોન પર પટેલના વખાણ કર્યા અને તેમને કહ્યું કે, તમે તો ઈતિહાસ રચ્યો છે. પ્રધાનમંત્રીએ ભાવિનાને તેના પ્રયાસો માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
Bhavina Patel inspires the Indian contingent and sportslovers winning silver at #Paralympics. Your extraordinary determination and skills have brought glory to India. My congratulations to you on this exceptional achievement.
— President of India (@rashtrapatibhvn) August 29, 2021
જે વિશ્વની સૌથી મોટી રમતગમત સ્પર્ધાઓમાંની એક છે. તે મહિલા ટેબલ ટેનિસ (Table tennis)ની વર્ગ ચારની ઇવેન્ટની ફાઇનલ ચોક્કસપણે હારી ગઇ હતી પરંતુ દેશ માટે તેનો પહેલો મેડલ સુનિશ્ચિત કર્યો હતો. ભાવિના પટેલે પોતાના શાનદાર પ્રદર્શનથી દેશ માટે સિલ્વર મેડલ જીત્યો છે. પેરાલિમ્પિક્સ ગેમ્સના ઇતિહાસમાં ટેબલ ટેનિસ (Table tennis)માં ભારતનો આ પહેલો મેડલ છે.
The remarkable Bhavina Patel has scripted history! She brings home a historic Silver medal. Congratulations to her for it. Her life journey is motivating and will also draw more youngsters towards sports. #Paralympics
— Narendra Modi (@narendramodi) August 29, 2021
ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભાવિના પટેલની આ સફળતા પર સમગ્ર દેશને ગર્વ છે. ભારતના રાષ્ટ્રપતિથી લઈને પ્રધાનમંત્રી સુધી, ભાવિના આશ્ચર્યજનક કાર્યની પ્રશંસા કરવામાં આવી છે.
There you have it!!! 🥈✨🇮🇳@BhavinaPatel6 wins the first medal of #Tokyo2020 @Paralympics for #IND !!!🏓
On our #NationalSportsDay 🎉#BhavinaPatel #silvermedal 🥈 #Praise4Para #Paralympics #UnitedByEmotion @Media_SAI @narendramodi @ianuragthakur @NisithPramanik @KirenRijiju pic.twitter.com/5yk4knCstg— Paralympic India 🇮🇳 #Cheer4India 🏅 #Praise4Para (@ParalympicIndia) August 29, 2021
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind)અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) બંનેએ ભાવિના ટોક્યો પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતવાની પ્રશંસા કરી છે. રાષ્ટ્રપતિએ આ સિદ્ધિને પ્રશંસનીય ગણાવી છે, જ્યારે પીએમ મોદીએ તેને દેશના યુવા ખેલાડીઓ માટે પ્રેરણાદાયી જીત ગણાવી છે.
ટોક્યો પેરાલિમ્પિક્સ (Tokyo Paralympics)માં મહિલા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલની સિલ્વર મેડલ જીતવાની ખુશી પણ બેવડી છે કારણ કે તે નેશનલ સ્પોર્ટ્સ ડેના દિવસે મેડલ જીત્યો છે.એટલે કે જે દિવસે ખેલાડીઓનું સન્માન કરવામાં આવે છે. તે જ દિવસે, 34 વર્ષીય ભારતીય પેડલરે તેની રમતમાં દેશનું ગૌરવ વધાર્યું છે.
આ પણ વાંચો : Tokyo Paralympics:ગુજરાતની ભાવિના પટેલે ટોક્યો પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતી ઈતિહાસ રચ્યો,
આ પણ વાંચો : Tokyo Paralympics : ભાવિના પટેલ જીત્યો સિલ્વર મેડલ, જાણો આજનો સંપૂર્ણ કાર્યક્રમ
Published On - 9:47 am, Sun, 29 August 21