Avani lekhara : ભારતની અવની લેખરાએ ઇતિહાસ રચ્યો, ટોક્યો પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યો

|

Aug 30, 2021 | 10:34 AM

અવની લેખરાએ દેશ માટે સુવર્ણ વિજય નોંધાવ્યો, 10 મીટર એર સ્ટેન્ડિંગમાં પેરાલિમ્પિક્સ રેકોર્ડ બનાવ્યો.

Avani lekhara : ભારતની અવની લેખરાએ ઇતિહાસ રચ્યો, ટોક્યો પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યો
tokyo paralympics 2020 avani lekhara wins first gold medal

Follow us on

Avani lekhara :ટોક્યો પેરાલિમ્પિક્સ (tokyo paralympics )માં ભારતના ગોલ્ડ મેડલ (Gold medal)નું ખાતું ખોલવામાં આવ્યું છે. આ ખાતું ભારતની મહિલા શૂટર અવની લેખરાએ ખોલ્યું છે, જેમણે10 મીટર AR રાઇફલમાં પેરાલિમ્પિક્સનો રેકોર્ડ બનાવીને દેશ માટે સુવર્ણ વિજય નોંધાવ્યો હતો.

અવની લેખરા (Avani lekhara)એ ફાઇનલમાં 249.6 પોઇન્ટ મેળવ્યા હતા, જે પેરાલિમ્પિક્સ (paralympics ) ગેમ્સના ઇતિહાસમાં નવો રેકોર્ડ છે. ફાઇનલમાં ચીની શૂટર દ્વારા અવનીને કઠિન સ્પર્ધા આપવામાં આવી હતી. પરંતુ પછી તેણે તેમના સંપૂર્ણ લક્ષ્ય સાથે તેમને હાર આપી હતી. ચીની મહિલા શૂટર ઝાંગ 248.9 પોઇન્ટ સાથે બીજા ક્રમે રહી અને સિલ્વર મેડલ જીત્યો.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

 

જ્યારે અવની લેખરા 11 વર્ષની હતી, ત્યારે તે એક માર્ગ અકસ્માતનો શિકાર બની હતી. આ અકસ્માતમાં તેણીને કરોડરજ્જુમાં ઈજા થઈ હતી, જેના કારણે તે લકવાગ્રસ્ત થઈ ગઈ હતી. જયપુર, રાજસ્થાનની રહેવાસી, અવની (Avani lekhara)એ મહિલાઓની 10 મીટર AR રાઇફલની SH1 ઇવેન્ટમાં વિશ્વ રેન્કિંગ 5 માં સ્થાને છે.

 

 

અવનીને તેના પિતાએ પેરા સ્પોર્ટ્સમાં આવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. શૂટિંગ ઉપરાંત તે તીરંદાજીમાં ભારતનું પ્રતિનિધિત્વ પણ કરે છે.અવની  ઓલિમ્પિકના ગોલ્ડ મેડલિસ્ટ નિશાનેબાજ અભિનવ બિન્દ્રાને આદર્શ માનતી હતી.

આ પ્રથમ વખત અવની પેરાલિમ્પિક્સની શૂટિંગ રેન્જમાં ઉતરી હતીઅને તેના પ્રથમ પ્રયાસમાં, તેણે કહ્યું કે, તે અહીં કોઈ અનુભવ એકત્ર કરવા માટે નથી આવી પરંતુ મેડલને નિશાન બનાવવા માટે આવી હતી અને તેણે તે જ કર્યું. જો તે લક્ષ્ય હતુ. આ સમય દરમિયાન તેણે વર્લ્ડ રેકોર્ડની પણ બરાબરી કરી છે.

આ પણ વાંચો : World cup : ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયામાં વર્લ્ડ કપ માટે તૈયારી કરશે, કેપ્ટને કહ્યું, ટુર્નામેન્ટ પર સંપૂર્ણ ધ્યાન

આ પણ વાંચો : National Sports Day:હોકીના સુપરહીરો મેજર ધ્યાનચંદનું ‘દિલ્હીવાલા કનેક્શન’, જાણવા જેવી કેટલીક વાતો

 

Published On - 8:17 am, Mon, 30 August 21

Next Article