Tokyo Paralympicsભારતનો ડંકો વાગ્યો, 5 ગોલ્ડ સહિત 19 મેડલ જીતી ઈતિહાસ રચ્યો

|

Sep 05, 2021 | 3:05 PM

ભારતે ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સમાં ઐતતિહાસિક પ્રદર્શનમાં 19 મેડલ જીત્યા છે. આ 19 મેડલમાં ચાર ગોલ્ડ, આઠ સિલ્વર અને છ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.

1 / 17
સુમિત એન્ટિલે ભાલા ફેંકની F-64 ફાઇનલમાં નવા વર્લ્ડ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. સુમિતે અહીં એક નહીં, બે નહીં, પણ ત્રણ વખત પોતાનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો. પાંચમા પ્રયાસમાં 68.55 મીટરનો થ્રો તેણે ગોલ્ડ જીત્યો.

2 / 17
ભારતે બેડમિન્ટન ખેલાડી પ્રમોદ ભગતે SL3 કેટેગરીની ફાઇનલમાં બ્રિટનના ડેનિયલ બેથેલને 21-14, 21-17થી હરાવ્યો હતો.પ્રમોદ ભગતે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

3 / 17
કૃષ્ણા નગરએ ટોક્યો પેરાલિમ્પિક્સ બેડમિન્ટન સ્પર્ધામાં પુરુષ સિંગલ્સ SH6 વર્ગમાં ત્રણ ગેમની રોમાંચક ફાઇનલમાં હોંગકોંગના ચુ મેન કાઇને હરાવીને ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. જયપુરના 22 વર્ષીય નાગરે ફાઇનલમાં જાપાનના હરીફને 21-17 16-21 21-17થી હરાવ્યો હતો.

4 / 17
પેરા શૂટર મનીષ નરવાલે શૂટિંગની P4 મિશ્રિત 50 મીટર પિસ્તોલ SH1 ઇવેન્ટમાં ગોલ્ડ મેડલને નિશાન બનાવ્યો હતો. ઓગણીસ વર્ષના નરવાલે 218.2 નો સ્કોર કરીને પેરાલિમ્પિક ગેમ્સનો રેકોર્ડ બનાવ્યો.

5 / 17
ભારતની પેરા શૂટર અવની લેખરાએ પેરાલિમ્પિક ગેમ્સમાં બે મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. અવનીએ મહિલાઓની 10 મીટર એર રાઇફલ સ્ટેન્ડિંગ એસએચ 1 ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યો અને નવો પેરાલિમ્પિક રેકોર્ડ બનાવ્યો. અવનીએ કુલ 249.6 નો સ્કોર બનાવ્યો જે પેરાલિમ્પિક ગેમ્સનો નવો રેકોર્ડ છે. ત્યારબાદ તેણે મહિલાઓની 50 મીટર રાઇફલ 3 પોઝિશન SH1 માં 445.9 પોઇન્ટ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો

6 / 17
યોગેશ કથુનિયાએ પુરુષોની ડિસ્ક થ્રોની F56 ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચ્યો. કથુનિયાએ 44.43 મીટરના અંતરે ડિસ્ક ફેંકીને ભારતને ટોક્યો પેરાલિમ્પિક્સમાં ચોથો મેડલ અપાવ્યો.

7 / 17
પેરા એથ્લીટ નિશાદ કુમારે મેન્સ હાઇ જમ્પ T-47 ઇવેન્ટની ફાઇનલમાં સિલ્વર મેડલ જીત્યો હતો. નિષાદે ફાઈનલ મેચમાં 2.06 મીટરના કૂદકા સાથે નવો એશિયન રેકોર્ડ બનાવ્યો અને સાથે જ પોતાનો વ્યક્તિગત રેકોર્ડ મજબૂત કર્યો.

8 / 17
ગયા વર્ષના ચેમ્પિયન મરિયપ્પન થંગાવેલુએ  પુરુષોની હાઇ જમ્પ T42 ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. મરીયપ્પને 1.86 મીટરના પ્રયાસથી મેડલ જીત્યો. તેણે સતત બે ગોલ્ડ મેડલ જીતવાની તક ગુમાવી હતી.

9 / 17
ભારતના પેરા એથ્લીટ પ્રવીણ કુમારે દેશને વધુ એક સિલ્વર મેડલ આપ્યો છે. તેણે આ સફળતા પુરુષોની T44 હાઇ જમ્પ ઇવેન્ટમાં મેળવી હતી. 18 વર્ષીય ભારતીય હાઇ જમ્પર પ્રવીણ કુમારે 2.07 મીટરના ઉંચા કૂદકા સાથે ભારત માટે સિલ્વર મેડલ જીત્યો હતો. આ ભારતીય પેરા રમતવીરનું વ્યક્તિગત શ્રેષ્ઠ પ્રદર્શન છે.

10 / 17
રાજસ્થાન (ચુરુ) ના 40 વર્ષીય દેવેન્દ્ર ઝાઝડિયાએ 40 વર્ષની ઉંમરે ટોક્યોમાં ફરી અજાયબીઓ કરી. 2004 એથેન્સ અને 2016 રિયો પેરાલિમ્પિક્સમાં ભાલા ફેંકની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનાર દેવેન્દ્રએ આ વખતે ટોક્યોમાં સિલ્વર મેડલ જીત્યો હતો. દેવેન્દ્રએ 64.35 મીટરના થ્રો સાથે મેડલ જીત્યો.

11 / 17
  પ્રથમ પેરાલિમ્પિક્સમાં, ટેબલ ટેનિસ ખેલાડી ભાવનાબેન પટેલે સિલ્વર મેડલ જીતીને ભારતનું ખાતું ખોલ્યું હતુ. તે આ રમતમાં મેડલ જીતનાર દેશની બીજી મહિલા ખેલાડી બની છે. શાનદાર રમત દર્શાવતા, તેણે ફાઇનલ પહેલા ઘણા વર્લ્ડ ચેમ્પિયન્સ ખેલાડીઓને હરાવ્યા. તે ફાઇનલમાં ચીની ખેલાડી સામે હારી ગઇ હતી પરંતુ સિલ્વર જીતવામાં સફળ રહી હતી.

12 / 17
મનોજ સરકારે બેડમિન્ટનની SL3 કેટેગરીમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું અને બ્રોન્ઝ મેડલ જીત્યો. મનોજ ઉત્તરાખંડનો છે, તેણે બ્રોન્ઝ મેડલ મેચમાં જાપાનના દાયસુકે ફુજિહારાને 46 મિનિટમાં 22-20, 21-13થી હરાવીને મેડલ જીત્યો હતો.

13 / 17
તીરંદાજ હરવિંદર સિંહે કોરિયાના સૂ મીન કિમને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો. તેણે આ મેચ 6-5થી જીતી હતી. પેરાલિમ્પિક્સના ઇતિહાસમાં પ્રથમ વખત ભારતે તીરંદાજીમાં પ્રથમ વખત મેડલ જીત્યો. હરવિંદરે એક જ દિવસમાં પાંચ મેચ રમીને આ મેડલ જીત્યો હતો.

14 / 17
પુરુષોની ભાલા ફેંકમાં K-F46 ફાઇનલ ઇવેન્ટમાં, સુંદર સિંહ ગુર્જરે 64.01 મીટરની બરછી ફેંક સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો. સુંદરએ ધીમી શરૂઆત કરી હતી પરંતુ મેડલની રેસમાં પ્રવેશવાના પાંચમા પ્રયાસમાં 64 મીટરથી વધુની થ્રો નોંધાવ્યો હતો

15 / 17
ઉંચી કૂદની T64 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતીને શરદ કુમારે સમગ્ર દેશને ગૌરવની તક આપી છે. શરદ કુમારે 1.86 મીટર ઉંચો કૂદકો લગાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

16 / 17
ફરીદાબાદના ટિગાંવના રહેવાસી સિંહરાજ અધનાએ ટોક્યો પેરાલિમ્પિક્સમાં 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટ SH-1 ની ફાઇનલમાં કાંસ્ય પદક જીત્યા બાદ શનિવારે 50 મીટર પિસ્તોલ ઇવેન્ટ SH-1 માં સિલ્વર મેડલ જીત્યો હતો. આ સાથે સિંહરાજે ફરી એકવાર સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું છે.

17 / 17
નોઇડાના ડીએમ સુહાસ LY એ ધ્વજ લહેરાવ્યો છે. સુહાસે પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતીને સમગ્ર દેશનું નામ રોશન કર્યું છે. ફ્રાન્સના ખેલાડી લુકાસ મઝુરે અંતિમ મેચમાં સુહાસને હરાવીને સિલ્વર મેડલ જીત્યો હતો.

Next Photo Gallery