Tokyo Olympics: ભારતીય મહિલા રેસલર સિમા બિસ્લાની હાર, ટ્યુનિશીયાની રેસલર સામે 1-3 થી હાર

|

Aug 06, 2021 | 9:38 AM

ભારતીય મહિલા રેસલર સિમા બિસ્લાની હાર, ટ્યુનિશીયાની રેસલર સર્રા હમદી સામે 1-3 થી હાર થઇ હતી. આ પહેલા સીમા ભારતને કોમનવેલ્થ અને એશિયાઇ ગેમોમાં ભારતને સફળતા અપાવી ચુકી છે.

Tokyo Olympics: ભારતીય મહિલા રેસલર સિમા બિસ્લાની હાર, ટ્યુનિશીયાની રેસલર સામે 1-3 થી હાર
Seema Bisla

Follow us on

ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) ની રેસલિંગ મેટ પર ભારત માટે દિવસની શરૂઆત સારી રહી નથી. ભારતની સીમા બિસ્લા (Seema Bisla) એ તેની પ્રથમ જ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. મહિલાઓના 50 કિલો વજન વર્ગમાં ટ્યુનિશિયાની કુસ્તીબાજ સારા હમ્દીએ ભારતની સીમા બિસ્લાને 3-1થી હરાવી હતી. આ હાર બાદ હવે રેપેચેજ દ્વારા સીમાની બ્રોન્ઝ મેડલ જીતવાની આશા જીવંત થશે. પરંતુ તેના માટે પહેલા તો, તેને પહેલા હરાવનારી સારા હમદીએ ફાઇનલમાં પહોંચવું પડશે. જોકે  તાજા જાણકારી મુજબ, તે આશા પણ ખતમ થઇ ગઇ છે.

પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ભારતની સીમા અને ટ્યુનિશિયાની સારા વચ્ચે જબરદસ્ત લડાઈ હતી. પહેલા રાઉન્ડમાં સારાએ 1-0ની લીડ મેળવી હતી. સીમાએ બીજા રાઉન્ડમાં પ્રવેશતાની સાથે જ તેની બરાબરી કરી. પરંતુ પછી સીમા બિસ્લાએ છેલ્લી ક્ષણોમાં લગાવેલો દાવ તેના પર જ ઉલ્ટો પડ્યો હતો. જેમાં ટ્યુનિશિયાના કુસ્તીબાજને 2 પોઈન્ટ મળ્યા હતા. આ રીતે ભારતીય કુસ્તીબાજને 3-1 થી હારનો સામનો કરવો પડ્યો હતો.

કોમનવેલ્થ, એશિયાડમાં અપાવ્યા મેડલ, પરંતુ ઓલિમ્પિકમાં ચુકી

ભારતની સીમા બિસ્લાએ પ્રથમ વખત ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું હતું. અગાઉ, તેણીએ કોમનવેલ્થ અને એશિયાડ, નેશનલ રેસલિંગ સ્પર્ધાઓમાં દેશને મેડલ આપ્યા છે. પરંતુ ઓલિમ્પિકમાં તે મેડલ અપાવવાનુ ચુકી ગઇ છે. રોહતકના એક નાનકડા ગામ ગુધાનમાં 1993 માં જન્મેલી સીમા તેના પાંચ ભાઈ-બહેનોમાં સૌથી નાની છે. તેને નાનપણથી જ કુસ્તીનો શોખ હતો.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

સીમાએ તેની પહેલાવાની તાકાત પર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મેડલ જીત્યા છે. જેના કારણે તેને હરિયાણા સરકારમાં વરિષ્ઠ રેસલીંગ કોચ તરીકે નોકરી મળી હતી. સીમાએ ઈજા બાદ નિવૃત્તિ લેવાનું મન બનાવી લીધું હતું. પરંતુ તેણે પોતાના ઈરાદાને બદલીને, તેણે માત્ર પુનરાગમન જ નહીં પરંતુ ટોક્યોની ટિકિટ પણ કાપી લીધી હતી.

આ પણ વાંચોઃ Tokyo Olympics: ટોકિયો ઓલિમ્પિકમાં ગુરૂપ્રિતસિંહ 50 કિમિની રેસમાં ફાઈનલમાં ન પહોચી શક્યા

આ પણ વાંચોઃ Tokyo Olympics: ભારતીય હોકીના 16 સ્ટાર, હિંમ્મત અને સંઘર્ષની 16 કહાની, જાણો ઇતિહાસ રચનારી ટીમ ઇન્ડીયા કેમ છે ખાસ

Published On - 8:22 am, Fri, 6 August 21

Next Article