Tokyo Olympics: ભારતીય મહિલા હોકી ટીમનો આર્જેન્ટીના સામે સેમીફાઇનલમાં મળી હાર, હવે બ્રોન્ઝ માટે પ્રયાસ

|

Aug 04, 2021 | 5:31 PM

ભારતીય મહિલા હોકી ટીમ (Indian Women Hockey Team) પ્રથમ વખત ઓલિમ્પિકમાં સેમીફાઇનલ સુધી પહોંચી શકવામાં સફળ રહી હતી. ભારતીય મહિલા ટીમે ઓલિમ્પિકમાં શાનદાર રમત દર્શાવી હતી. હજુ ભારતીય ટીમને બ્રોન્ઝ મેડલ માટે હજુ તક ઉપલબ્ધ છે.

Tokyo Olympics: ભારતીય મહિલા હોકી ટીમનો આર્જેન્ટીના સામે સેમીફાઇનલમાં મળી હાર, હવે બ્રોન્ઝ માટે પ્રયાસ
India VS Argentina Hockey Olympic Semifinals

Follow us on

ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) માં ભારતીય મહિલા હોકી ટીમ (Indian Women Hockey Team)ને 2-1 થી હાર મળી હતી. બીજી સેમીફાઇનલ મેચ ભારત અને આર્જેન્ટીના વચ્ચે રમાઇ હતી. ભારતીય ટીમે પ્રથમ ક્વાર્ટરમાં 1-0 થી લીડ મેળવી હતી જેને, બીજા ક્વાર્ટરમાં આર્જેન્ટીનાએ બરાબરી પર કરી દીધી હતી. જોકે ત્રીજા ક્વાર્ટરમાં આર્જેન્ટીના 2-1 થી આગળ થઇ ચુક્યુ હતુ. બંને વચ્ચે સારી ટકકર જોવા મળી હતી.

ભારતીય ટીમ પણ વળતો પ્રયાસ બરાબરી કરવા પર દમ લગાવી અંતિમ પળ સુધી કર્યો હતો.જોકે ભારતીય ટીમને હજુ પણ બ્રોન્ઝ મેડલ માટે તક મળી શકે છે. ભારત હવે ગ્રેટ બ્રિટન સામે બ્રોન્ઝ મેડલ માટે રમશે. જેમાં ભારતીય મહિલા હોકી ટીમ ફાઇનલ થી ચુકવા છતાં મેડલ પોતાની ઝોળીમાં મેળવી શકે છે. જોકે ભારતીય મહિલા ટીમ ફાઇનલમાં પહોંચવા થી નિરાશ રહી હતી.

મહિલા હોકી ટીમ ટોક્યો ઓલિમ્પિકમાં સેમીફાઇનલમાં પ્રવેશમાં સફળ રહી હતી. ભારતની મહિલા હોકી ટીમ આર્જેન્ટીના સામે મેદાને ઉતરતા પ્રથમ ક્વાર્ટરમાં ગોલ સાથે ભારતે શાનદાર શરુઆત કરી હતી. જોકે બીજા ક્વાર્ટરમાં આર્જેન્ટીનાએ ભારત સાથે બરાબરી કરતો ગોલ કરી દીધો હતો.

ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો

સેમીફાઇનલ મેચમાં ભારતીય હોકી ટીમે પ્રથમ ક્વાર્ટર સમાપ્ત થવા સાથે આર્જેન્ટીના સામે 1-0 ની લીડ મેળવી હતી. ભારતીય ટીમે મેચ શરુ થવાની બીજી મીનીટમાં જ ગુરજીત કૌરે પેનલ્ટી કોર્નર ને ગોલમાં બદલવામાં સફળ રહી હતી. આ સાથે જ ભારતીય ટીમને લીડ મળી હતી. ત્યાર બાદ ભારતીય મહિલાઓએ સતત આ લીડને જાળવી રાખવા પ્રયાસ કર્યો હતો. ભારતીય મહિલાઓએ પ્રથમ ક્વાર્ટર શાંત રમત અને કોઇ જ ઉતાવળ વિના રમત દર્શાવી હતી. જેના થી આર્જેન્ટીનાના વળતા ગોલ કરવાના પ્રયાસ ને નિષ્ફળ બનાવ્યો હતો.

બીજા ક્વાર્ટર દરમ્યાન શરુઆતમાં હરીફને મળેલ પેનલ્ટી કોર્નરને ભારતે બતાવી લીધો હતો. પરંતુ પેનલ્ટી કોર્નર પર આર્જેન્ટીના 1-1 ની બરાબરી કરવામાં સફળ રહ્યુ હતુ. આર્જેન્ટીનાની મારીયા નોએલ બારીયાન્યૂઓ એ ગોલ કર્યો હતો. આમ પ્રથમ હાલ્ફ બરાબરી પર રહ્યો હતો.

બીજા હાલ્ફમાં ગોલ ના મળી શક્યો

બીજા હાલ્ફની શરુઆતમાં જ આર્જેન્ટીનાએ 36મી મીનીટમાં ભારતીય ટીમ સામે 2-1 થી લીડ મેળવી લીધી હતી. આર્જેન્ટીના માટે બીજો ગોલ મારિયા નોએલે કર્યો હતો. આ તેણે બીજો ગોલ કર્યો હતો. તેણે પેનલ્ટી કોર્નર પર આ ગોલ કર્યો હતો. આ સાથે જ ભારતીય મહિલા ટીમ પર દબાણ સર્જાવાની શરુઆત થઇ હતી. ચોથા ક્વાર્ટરમાં પ્રયાસ છતા ભારત સ્કોરને બરાબર કરવામાં સફળ નિવડી શક્યુ નહોતુ. આમ ભારતીય ટીમ ને હરાવીને આર્જેન્ટીના ફાઇનલમાં પહોંચી ચુક્યુ છે.

 

આ પણ વાંચોઃ IND vs ENG: વિરાટ કોહલીને ઇંગ્લેન્ડ સામેની શ્રેણી દરમ્યાન શતકનો રેકોર્ડ નોંધાવવાની તક

આ પણ વાંચોઃ Tokyo Olympics 2020 : દીપક પૂનિયા કુસ્તીની ફાઇનલની રેસમાંથી બહાર

Published On - 5:05 pm, Wed, 4 August 21

Next Article