Tokyo Olympics: ભારતીય પુરુષ હોકી ટીમની બેલ્જીયમ સામે ઓલિમ્પિક સેમીફાઇનલમાં 5-2 થી હાર, અંતિમ ક્વાર્ટરની રમતે કર્યા નિરાશ

|

Aug 03, 2021 | 9:17 AM

Hockey Semifinals: ભારતીય પુરુષ હોકી ટીમ (Indian Men’s Hockey Team) બેલ્જીયમ શરુઆત શાનદાર કરી હતી. ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચવા થી ચુકી ગયુ છે. જોકે હવે બ્રોન્ઝ મેડલ માટે હોકી ટીમ રમત રમશે.

Tokyo Olympics: ભારતીય પુરુષ હોકી ટીમની બેલ્જીયમ સામે ઓલિમ્પિક સેમીફાઇનલમાં 5-2 થી હાર, અંતિમ ક્વાર્ટરની રમતે કર્યા નિરાશ
Indian men's hockey team

Follow us on

ભારતીય પુરુષ હોકી ટીમ (Indian Men’s Hockey Team) 49 વર્ષ બાદ ઓલિમ્પિક સેમિફાઇનલ (Tokyo Olympics 2020) માં સ્થાન મેળવવામાં સફળ રહી હતી. ભારતીય હોકી પુરુષ હોકી ટીમ આ તકને ફાઇનલમાં પહોંચાડવામાંથી નિષ્ફળ રહી હતી. વર્તમાન વિશ્વ ચેમ્પિયન ટીમ બેલ્જીયમ (Belgium) સામે ઓલિમ્પિક સામે ભારતીય ટીમ 5-2 થી હારી હતી. પ્રથમ ક્વાર્ટરમાં બેલ્જીયમે ગોલ કરીને લીડ થી ભારત સામે શરુઆત કરી હતી. પરંતુ વળતા જવાબમાં એક બાદજ એક 2 ગોલ બેલ્જીયમ પર ગોલ કરીને લીડ મેળવી લીધી હતી. જેને સુરક્ષીત રાખવામાં નિષ્ફળતા મળી હતી.

ભારતીય ટીમ માટે હજુ જોકે બ્રોન્ઝ મેડલ માટેની તક છે. ભારત સેમીફાઇનલમાં હાર બાદ પણ કાસ્ય પદક માટે ઓલિમ્પિકમાં એક મેચ રમશે. 41 વર્ષ બાદ ભારતને મેડલ મળવાનો મોકો છે, જે હજુ બાકી છે. જર્મની અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી બીજી સેમીફાઇનલ મેચમાં થી વિજેતા સામે ભારતને આ પડકાર મળશે.

ભારતીય હોકી ટીમે શાનદાર રમત રમી હતી. શરુઆતના ક્વાર્ટરમાં એક બાદ એક ગોલ કર્યા હતા. અને ત્યાર બાદ પણ ગોલ થી રક્ષણ કરી રહ્યા હતા. ભારતીય પુરુષ હોકી ટીમે ગ્રેટ બ્રિટન હોકી ટીમને 3-1 થી હરાવી ઓલિમ્પિક સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. આ પહેલા ભારતીય હોકી ટીમ છેલ્લે 1972 ની રમતોમાં અંતિમ ચારમાં પહોંચી હતી. ત્યારે ભારતીય ટીમે પાકિસ્તાનને 2-0 થી હરાવ્યુ હતુ. ફરી એકવાર ભારતીય હોકી ટીમને મોકો મળ્યો હતો.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ભારતીય હોકી ટીમે પ્રથમ મીનીટમા જ બેલ્જીયમ થી એક ગોલ થી પાછળ થવુ પડ્યુ હતુ. પ્રથમ મીનીટમાં જ બેલ્જીયમના લોઇક લ્યૂપર્ટે પેનલ્ટી કોર્નર ગોલ ભારત સામે કર્યો હતો. જોકે 7 મીનીટ થી ભારતે બેલ્જીયમને જબરદસ્ત જવાબ વાળ્યો હતો. ભારતે અને 7 મી અને 8 મી મીનીટે ગોલ કરીને લીડ મેળવી દીધી હતી. હરમનપ્રીત સિંહે Harmanpreet Singh શાનદાર ગોલ કર્યો હતો. તેની આગળની મીનીટમાં મનદીપ સિંહે (Mandeep Singh) શાનદાર ફિલ્ડ ગોલ કરીને લીડ કરી હતી. આમ પ્રથમ ક્વાર્ટરમાં ભારતે લીડ મેળવી હતી.

અંતિમ નિર્ણાયક ક્વાર્ટરમાં સ્કોર 5-2 પહોંચાડ્યો

બીજા ક્વાર્ટરમાં ગુર્જીત સિંઘની ભૂલને લઇને પેનલ્ટી કોર્નર પર ગોલ બેલ્જીયમે કર્યો હતો. એલકઝાન્ડર હેન્ડ્રીક્સ એ બેલ્જીયમના સ્કોરને 2-2 થી બરાબર કરી દીધો હતો. જોકે ત્રીજા ક્વાર્ટરમાં બંને ટીમોએ સંઘર્ષ બાદ પણ ગોલ કરવામાં સફળ રહીન હતી. આમ અંતિમ 15 મીનીટ નિર્ણાયક સ્થિતીમાં આવી ગઇ હતી. 49મી મીનીટમાં એલેકઝાન્ડર હેન્ડ્રીક્સે ગોલ કરીને લીડ 3-2 થી કરી લીધી હતી. ફરી એકવાર હેન્ડ્રીક્સે ગોલ કરીને બેલ્જીયમનો સ્કોર 4-2 કરી દીધો હતો. જે સ્કોર અંતે 5-2 એ પહોંચ્યો હતો.

 

આ પણ વાંચોઃ IND vs ENG: ટેસ્ટ સિરીઝ શરુ થયા પહેલા જ વધુ એક ભારતીય ખેલાડી ઘાયલ, માથામાં બોલ વાગતા ઈજા

આ પણ વાંચોઃ Jammu Kashmir પોલીસે જાહેર કર્યુ ટોપ મોસ્ટ 10 આતંકવાદીનું લીસ્ટ, જાણો કોણ છે ઘાટીમાં આતંક ફેલાવનારા

Published On - 8:47 am, Tue, 3 August 21

Next Article