Tokyo Olympic: રદ થવાની શક્યતા, જાપાન સરકારનો કોરોના મહામારીને લઇને આયોજન રદ કરવાના ઇરાદો

|

Jan 22, 2021 | 8:54 AM

આ વર્ષે ટોક્યો (Tokyo) માં આયોજીત થનારા ઓલંમ્પિક (Olympics) રમતો હવે નહી યોજી શકાય એમ લાગી રહ્યુ છે. રિપોર્ટ ના દાવા છે કે, જાપાન સરકાર (Japan Government) તેને રદ કરવા માટે મન બનાવી ચુકી છે. ધ ટાઇમ્સ સમાચાર પત્રના હવાલા થી કહેવાયુ છે

Tokyo Olympic: રદ થવાની શક્યતા, જાપાન સરકારનો કોરોના મહામારીને લઇને આયોજન રદ કરવાના ઇરાદો
Tokyo Olympic

Follow us on

આ વર્ષે ટોક્યો (Tokyo) માં આયોજીત થનારા ઓલંમ્પિક (Olympics) રમતો હવે નહી યોજી શકાય એમ લાગી રહ્યુ છે. રિપોર્ટ ના દાવા છે કે, જાપાન સરકાર (Japan Government) તેને રદ કરવા માટે મન બનાવી ચુકી છે. એક સમાચાર પત્રના હવાલાથી કહેવાયુ છે કે, જાપાનની સરકાર રમતના મોટા આયોજન ટોક્યો ઓલંમ્પિક (Tokyo Olympic) ને હવે રદ કરવાનો ઇરાદો કોરોના મહામારી (Corona Epidemic) ને લઇને ધરાવે છે. સરકારનુ કહેવુ છે કે, મહામારીની સ્થિતીમાં રમતોના મહાકુંભનુ આયોજન કરી શકાય એમ નથી. જાપાન સરકારની નજર હવે 2032માં થનારા આયોજનના યજમાન માટે ટોકિયોની દાવેદારી પર છે.

ટોક્યોમાં ઓલંમ્પિક ગેમ્સ અગાઉ ગત વર્ષ 2020માં આયોજીત કરવામાં આવ્યો હતો. પરંતુ કોરોના મહામારીને લઇને તેને 2021 સુધી સ્થગિત કરવામાં આવ્યો હતો. તે આ વર્ષે જુલાઇ-ઓગષ્ટમાં આયોજીત થનારો છે. જોકે હવે ટોક્યોમાં ઓલંમ્પિક ગેમને લઇને છેલ્લા કેટલાક દિવસો થી અટકળો વ્યાપી રહી હતી. કારણ કે આયોજનમાં કોરોના મહામારીને લઇ વિક્ષેપ સર્જાઇ રહ્યા હતા. ખાસ કરીને કેટલાક નિયંત્રણો વધતા કોરોના કેસને લઇને લાદવામાં આવતા જ ટોક્યો ઓલંમ્પિકને તેની સીધી અસર વર્તાાવા લાગી હતી. આમ આયોજન રદ થવાની શક્યતાઓ વર્તાવા લાગી હતી.

Published On - 8:51 am, Fri, 22 January 21

Next Article