Tokyo Olympics : ઓલિમ્પિકમાં કોરોનાનો રાફડો ફાટ્યો, ચેકોસ્લોવિયાનો બીચ વૉલીબોલ ખેલાડી કોરોના પોઝિટીવ

|

Jul 19, 2021 | 5:37 PM

જાપાને કોરોના મહામારી વચ્ચે ટોક્યો ઓલિમ્પિક રમત (Tokyo Olympics-2020)નું આયોજન કરવાનો નિર્ણય લીધો છે પરંતુ આ મહામારીની અસર રમત પર પડી શકે છે. જાપાનની રાજધાની પહોચી ચૂકેલા ખેલાડીઓમાં કોરોના સંક્રમિત થવાના કેસ સામે આવી રહ્યા છે. જે ખેલાડીઓમાં ભય ઉભો કરી રહ્યા છે.

Tokyo Olympics : ઓલિમ્પિકમાં કોરોનાનો રાફડો ફાટ્યો, ચેકોસ્લોવિયાનો બીચ વૉલીબોલ ખેલાડી કોરોના પોઝિટીવ
Tokyo Olympics a member of the Czech Republic team tested corona positive

Follow us on

Tokyo Olympics :ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે અલગ-અલગ દેશના ખેલાડીઓ જાપાન (Japan) ની રાજધાની ટોક્યોમાં પહોંચ્યા છે પરંતુ હવે આ વચ્ચે કોરોના પોઝિટિવ (Corona positive)ખેલાડીઓના સમાચાર સામે આવ્યા છે.

જાપાને કોરોના મહામારી વચ્ચે ટોક્યો ઓલિમ્પિક રમત (Tokyo Olympics-2020)નું આયોજન કરવાનો નિર્ણય લીધો છે પરંતુ આ મહામારીની અસર રમત પર પડી શકે છે. જાપાનની રાજધાની પહોચી ચૂકેલા ખેલાડીઓમાં કોરોના સંક્રમિત થવાના કેસ સામે આવી રહ્યા છે. જે ખેલાડીઓમાં ભય ઉભો કરી રહ્યા છે.

ચેક રિપબ્લિકની બીચ વૉલીબૉલ ટીમ( Czech Republic beach volleyball Team)નો એક ખેલાડી ઓન્દેર્જા પેરુસિચ (Ondrej Perusic ) ઓલિમ્પિક ખેલ ગામમાં ત્રીજો એવો ખેલાડી છે જેનો કોવિડ-19 રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. Czech Republic ઓલિમ્પિક દળમાં સંક્રમણનો આ બીજો કેસ છે. ચેકોસ્લોવિયાની ઓલિમ્પિક ટીમે તેમના ટ્વિટર હેન્ડલ પર આ વાતની જાણકારી આપી હતી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ટોક્યો ઓલિમ્પિક રમતની શરુઆત 23 જુલાઈથી થઈ રહી છે પરંતુ કોરોના મહામારીના કારણે આ રમતનો જાપાનમાં સતત વિરોધ થઈ રહ્યો છે. આયોજકોએ હાલમાં રમતને સફળ કરવાની આશા છે. કોરોનાને કારણે આ રમતને એક વર્ષ સુધી ટાળવામાં આવી હતી, આમ તો ઓલિમ્પિક(Olympics)નું આયોજન ગત્ત વર્ષે થવાનું હતુ પરંતુ કોરોના મહામારીને કારણે પાછળ ઠેલવવામાં આવી હતી.

ખેલાડીમાં લક્ષણ નહિ

ચેકોસ્લોવિયા ઓલિમ્પિક ટીમના ટ્વિટર હેન્ડલ અનુસાર તમામ કાળજી રાખ્યા બાદ પણ બીચ વૉલીબોલના ખેલાડી ઓન્દ્રેજા પેરુસિચ કોવિડ-19 સંક્રમિત થયો છે. તેનામાં કોઈ લક્ષણ જોવા મળ્યા નથી અને નિયમ મુજબ તેમને અલગ રાખવામાં આવ્યો છે.

દલ પ્રમુખ માર્ટિન ડૉક્ટર અનુસાર ખેલ ગામમાં રવિવારના રોજ પરીક્ષણ દરમિયાન તેમનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. ડૉક્ટરે કહ્યું કે, તેનામાં બીમારીના કોઈ લક્ષણ નથી પરંતુ પીસીઆર રિપોર્ટમાં એન્ટીજન પરીક્ષણનું પુષ્ટિ થઈ છે.

સાઉથ આફ્રિકા ફુટબોલ ટીમમાં પણ કોરોનાની ઝપેટમાં

રવિવારના રોજ દક્ષિણ આફ્રિકાની ફુટબોલરો તાબિસો મોનયાને અને કામોહેલો માહલાત્સી તેમજ વિડીયો વિશ્લેષક મારિયો માશાનો ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. મોનયાને અને માહલાત્સી ખેલ ગામમાં રહેતા હતા. સાઉથ આફ્રિકાના ફુટબોલ એસોશિએશને (Football Association) રવિવારના રોજ આ વાતની સ્પષ્ટતા કરી કે, તેમની ટીમના ખેલાડી કોરોના પોઝિટીવ (Corona positive)આવ્યા છે. ટીમના મેનેજરે કહ્યું કે, અમારી ટીમના ત્રણ સભ્યો કોરોના પોઝિટીવ આવ્યા છે.

આ પણ વાંચો : Tokyo Olympic : સાઉથ આફ્રિકાની ફુટબોલ ટીમ કોરોનાની ઝપેટમાં, 3 ખેલાડી કોરોના પોઝિટીવ

Next Article