Tokyo Olympics Live Stream: જાણો ક્યારે અને ક્યાં જોઈ શકાશે ઓપનિંગ સેરેમનીનું લાઈવ ટેલિકાસ્ટ

|

Jul 22, 2021 | 8:38 PM

આ વખતે કોરોના વાયરસ (corona virus)ને કારણે દર્શકોને ઉદઘાટન સમારોહમાં આવવાની મંજૂરી નથી. દરેક દેશમાંથી ફક્ત 6 અધિકારીઓને ભાગ લેવાની તક મળશે તો જાણો ક્યારે અને ક્યાં જોઈ શકાશે ઓપનિંગ સેરેમની લાઈવ ટેલિકાસ્ટ

Tokyo Olympics Live Stream: જાણો ક્યારે અને ક્યાં જોઈ શકાશે ઓપનિંગ સેરેમનીનું લાઈવ ટેલિકાસ્ટ

Follow us on

Tokyo Olympics Live Stream: ટોક્યો ઓલિમ્પિક(Tokyo Olympics)નો ઉદ્ઘાટન સમારોહ 23 જુલાઈએ જાપાન નેશનલ સ્ટેડિયમ ખાતે યોજાશે. ઉદ્ઘાટન સમારોહમાં દર્શકો હાજર રહેશે નહીં. 5 વર્ષના લાંબા સમયગાળા બાદ 23 જુલાઈના રોજ ઓપનિંગ સેરમનીને સાથે ટોક્યો ઓલિમ્પિક(Tokyo Olympics)ની શરુઆત થશે.

 

ઓલિમ્પિકમાં 33 રમતોમાં 206 દેશ અંદાજે 11,000 રમતવીરો ભાગ લેશે. ભારતે આ વખતે ખેલાડીઓનું સૌથી મોટું દળ મોકલ્યું છે. રમતોમાં ભાગ લેવા માટે 119 રમતવીરો ટોક્યોમાં છે, જેમણે અલગ -અલગ રમતોમાં ક્વોલિફાય કર્યું છે, પરંતુ ઓપનિંગ સેરેમનીમાં માત્ર 22 ખેલાડીઓ જ ભાગ લેશે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

 

કેટલાક ખેલાડીઓ મેદાનમાં રમત હોવાને કારણે જ્યારે કેટલાક ખેલાડીઓનો પ્રેક્ટિસ મેચ હોવાને કારણે ઓપનિંગ સેરમનીમાં ભાગ લેશે નહીં, ભારતે ઉદ્ધાટન સમારોહ માટે પ્રથમ વખત બે ધ્વજ વાહક બનાવ્યા છે. હૉકી કેપ્ટન (Hockey Captain) મનપ્રીત સિંહ અને 6 વખત વર્લ્ડ ચેમ્પિયન રહેલી મહિલા બોક્સર એમસી મેરી કોમ (Mary Kom)ને ધ્વજ વાહક બનાવવામાં આવ્યા છે.

 

આ વખતે કોરોના વાયરસ (corona virus)ને કારણે દર્શકોને ઉદ્ઘાટન સમારોહમાં આવવાની મંજૂરી નથી. દરેક દેશમાંથી ફક્ત 6 અધિકારીઓને ભાગ લેવાની તક મળશે. દરેક દેશે કોશિશ કરી રહી છે કે ઓપનિંગ સેરમનીમાં ઓછા ખેલાડીઓ ભાગ લે. જાપાન (Japan)માં કોરોનાનો ગ્રાફ કેસ વધી રહ્યા છે, ત્યારે ટૂર્નામેન્ટમાં પણ અનેક નિયંત્રણો લગાવવામાં આવ્યા છે અને ઓપનિંગ સેરમનીમાં ફક્ત એક હજાર જેટલા લોકો ઉપસ્થિત રહેશે.

 

  • કઈ જગ્યા પર આયોજિત થશે ટોક્યો ઓલિમ્પિકની ઓપનિંગ સેરમની ?

ટોક્યો ઓલિમ્પિકની ઓપનિંગ સેરમની 23 જુલાઈના શુક્રવારના રોજ જાપાનના નેશનલ સ્ટેડિયમમાં આયોજીત થશે.

  • ક્યારે શરુ થશે ટોક્યો ઓલિમ્પિકની ઓપનિંગ સેરમની ?

ટોક્યો ઓલિમ્પિકની ઓપનિંગ સેરમની શુક્રવારના રોજ 4 કલાકે શરુ થશે

કઈ ચેનલ પર જોઈ શકશો ટોક્યો ઓલિમ્પિકની ઓપનિંગ સેરમનીનું લાઈવ ટેલીકાસ્ટ ?

ટોક્યો ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમનીનું લાઈવ ટેલિકાસ્ટ સોની સિક્સ અને સોની ટેન થ્રી પર થશે

  • ઓલિમ્પિકની ઓપનિંગ સેરમનીનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોઈ શકશો.

ટોક્યો ઓલિમ્પિકની ઓપનિંગ સેરમનીનું લાઈવ સ્ટ્રીમિંગ સોની લાઈવ પર થશે

 

આ પણ વાંચો : softball stadium : ઓલિમ્પિકમાં સ્ટેડિયમમાં દર્શકોની No Entry, સ્ટેડિયમમાં એશિયાઈ રીંછ મેચ જોવા પહોચ્યું

Next Article