ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) ની રેસલીંગ મેટથી સારા સમાચાર મળી રહ્યા છે. ભારતીય પહેલવાન રવિકુમાર દહિયા (Ravi Kumar Dahiya)એ ફાઇનલમાં સ્થાન મેળવ્યુ છે. આ સાથે જ તેણે ભારત માટે વધુ એક મેડલ પાક્કો કરી લીધો છે. ભારતને માટે હવે સિલ્વર મેડલ હશે કે, ગોલ્ડ મેડલ તે હજુ સ્પષ્ટ થવાનુ બાકી છે. રવિ દહિયા એ સેમિફાઇનલમાં કઝાકીસ્તાનના પહેલવાનને હરાવી દીઘો છે. તે સુશિલ કુમાર બાદ રેસલિંગની ફાઇનલમાં પહોંચનારો બીજો ભારતીય પહેલવાન છે.
પુરુષ વર્ગમાં 57 કિલોગ્રામ વર્ગમાં રવિ કુમાર દહિયાની સેમિફાઇનલ મેચમાં જબરદસ્ત ટક્કર રહી હતી. કઝાકિસ્કસ્તાનના પહેલવાન નુરીસલામ સામે આ ટક્કર જામી હતી. બંને રેસલર વચ્ચે 6-6 મીનીટના બે રાઉન઼્ડ થયા હતા. પ્રથમ રાઉન્ડમાં લીડ મેળવ્યા બાદ ભારતીય પહેલવાન રવિ કુમારે અચાનક જ કઝાકિસ્તાનના પહેલવાન નુરીસલામના દાવની ઝપેટમાં આવ્યો હતો. જેના થી 7 પોઇન્ટ પાછળ થવુ પડ્યુ હતુ.
અંતિમ 50 સેકેન્ડમાં પલ્ટી બાજી
ફાઇનલમાં જીતનો દાવ લગાવવાને લઇને ભારતના રવિ દહિયા પાસે સમય ખૂબ ઓછો હતો. સાથે જ તેણે મોટુ કામ પાર પાડવાનુ હતુ. તેઓએ અંતિમ 50 સેકન્ડ દરમ્યાન જ આ કામને મોટુ અંજામ આપી દીધુ હતુ. કઝાકિસ્તાનના નૂરસલામને હરાવીને રવિ દહિયાએ ફાઇનલમાં સ્થાન મેળવી લીધુ હતુ. આ સાથે જ રવિ કુમારે સિલ્વર મેડલ પર પોતાનો દાવો પાકો કરી લીધો હતો.
ભારતના ખાતામાં ચોથો મેડલ
રવિ કુમાર દહિયાની જીત સાથે ભારતના ખાતામાં 4 મેડલ આવ્યા છે. રવિ કુમારની ફાઇનલમાં સ્થાન સાથે જ જીત મેડલ પાકો કરી લીધો છે. આમ ભારતને ચોથો મેડલ મળવો નિશ્વિત થઇ ચુક્યો છે. રવિ કુમાર પહેલા ભારત માટે મીરાબાઈ ચાનુ એ વેઈટલિફ્ટિંગમાં, પીવી સિંધુએ બેડમિન્ટનમાં અને બોક્સીંગમાં લવલીના બોરગોહેઈન મેડલ જીત્યો છે. આમ હવે ચોથો મેડલ ભારત માટે નિશ્વિત થવા સાથે ગોલ્ડ મેડલની આશા મજબૂત બની છે.
Published On - 3:26 pm, Wed, 4 August 21