Tokyo Olympics 2020 live : તેજિંદર સિંહ તૂર શોટપુટના ક્વોલિફાય રાઉન્ડમાંથી બહાર થયો, હોકી અને રેસલિંગમાં મળી હાર

|

Aug 03, 2021 | 6:31 PM

Tokyo Olympics 2020 live update : ભારતીય પુરુષ હૉકી ટીમનુ ફાઇનલમાં જવાનુ સપનુ તૂટી ગયુ. વર્લ્ડ ચેમ્પિયન બેલ્જિયમે તેમણે 2-5થી મ્હાત આપી.

Tokyo Olympics 2020 live :  તેજિંદર સિંહ તૂર શોટપુટના ક્વોલિફાય રાઉન્ડમાંથી બહાર થયો, હોકી અને રેસલિંગમાં મળી હાર
તજિંદર તૂરનો શૉટ પુટ મુકાબલો શરુ, હોકી અને રેસલિંગમાં મળી હાર

Follow us on

Tokyo Olympics 2020 live:ટોક્યો ઓલિમ્પિકના આજના દિવસની શરુઆત હાર સાથે થઇ. પહેલા અન્નુ રાની જેવલિન થ્રોના ફાઇનલમાં જગ્યા ન મેળવી શક્યા. ત્યારબાદ ભારતીય પુરુષ હૉકી ટીમનુ ફાઇનલમાં જવાનુ સપનુ તૂટી ગયુ. વર્લ્ડ ચેમ્પિયન બેલ્જિયમે તેમણે 2-5થી મ્હાત આપી. આજે ભારતીય રેસલિંગની શરુઆત પણ હાર સાથે થઇ. યુવા રેસલર સોનમ મલિક પહેલી મેચમાં હારી ગયા.

ટોક્યો ઓલિમ્પિક 2020માં, ભારતીય કુસ્તીબાજ રવિ દહિયાએ ટોક્યો ઓલિમ્પિકની પુરુષોની 57 કિલો ફ્રી સ્ટાઇલ કુસ્તી સ્પર્ધામાં ડ્રો મેળ્યો હતો. તે કોલંબિયાના ટિગ્યુરોસ અર્બનો સામે પોતાનું અભિયાન શરૂ કરશે. વર્તમાન ફોર્મને ધ્યાનમાં રાખીને રવિને ઓછામાં ઓછી સેમીફાઇનલમાં પહોંચવામાં કોઇ મુશ્કેલી ન હોવી જોઇએ. રવિ દહિયા બુધવારે ઓલિમ્પિક મેટ પર પોતાની તાકાત બતાવશે.તજિંદર તૂર ક્વોલિફાય રાઉન્ડમાંથી બહાર થયો, હોકી અને રેસલિંગમાં મળી હાર મળી છે

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 03 Aug 2021 05:35 PM (IST)

    Tokyo Olympics 2020 live : પીવી સિંધુ ટોક્યો ઓલિમ્પિકમાંથી મેડલ સાથે ભારત પરત આવી

    પીવી સિંધુ ટોક્યો ઓલિમ્પિકમાંથી મેડલ સાથે ભારત પરત આવી, એરપોર્ટ પર ઢોલ નગાડા વગાડીને સ્વાગત કરવામાં આવ્યું

  • 03 Aug 2021 05:05 PM (IST)

    Tokyo Olympics 2020 live : હોકી – બ્રોન્ઝ મેડલ માટે ભારત -જર્મની વચ્ચે ટક્કર

    પુરુષ હોકીની બીજી સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ જર્મનીને 3-1થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ફાઇનલમાં તેમનો મુકાબલો બેલ્જિયમ સામે થશે, જેણે પ્રથમ સેમીફાઇનલમાં ભારતને 5-2થી હરાવ્યું હતું.આ સાથે જ ભારત હવે બ્રોન્ઝ મેડલ માટે જર્મની સામે ટકરાશે. ભારત પાસે 41 વર્ષ પછી હોકીમાં મેડલ જીતવાની તક છે. આ મેચ 5 ઓગસ્ટ ગુરુવારે રમાશે

     

  • 03 Aug 2021 04:55 PM (IST)

    Tokyo Olympics 2020 live : શૉટ પુટમાં ભારતનો તજિંદર તૂર બહાર થયો

    તાજિંદર તૂર ક્વોલિફિકેશન રાઉન્ડમાં જ બહાર થઈ ગયો છે. તેનો શ્રેષ્ઠ થ્રો 19.99 મીટર હતો, જ્યારે 21.20 મીટર કરવો જરૂરી હતું અથવા ટોચના 12 ખેલાડીઓને સ્થાન મળ્યું હોત, પરંતુ તુર 13મા સ્થાને રહ્યો અને આમ તે ફાઇનલની રેસમાંથી બહાર થઈ ગયો છે.

  • 03 Aug 2021 04:35 PM (IST)

    Tokyo Olympics 2020 live : તાજિંદરનો ત્રીજો થ્રો પણ ફાઉલ થયો

    તજિંદરપાલ સિંહ તૂરનો ત્રીજો અને છેલ્લો થ્રો પણ ફાઉલ હતો. તૂરના ત્રણ થ્રોમાંથી બે ફાઉલ હતા અને માત્ર પ્રથમ થ્રોમાં તેણે 19.99 મીટર ફેંક્યા હતા, જેની ગણતરી કરવામાં આવશે.

  • 03 Aug 2021 04:22 PM (IST)

    Tokyo Olympics 2020 live : તુરનો રાષ્ટ્રીય રેકોર્ડ 21.49 મીટર છે

    બીજો રાઉન્ડના થ્રોમાં તાજીંદર તૂર તેમાં નીચે ક્રમમાં આવવા લાગ્યો છે. હાલમાં તે 10મા સ્થાને પહોંચી ગયો છે અને હવે તેની પાસે છેલ્લી તક છે. જો તે 21 મીટરની નજીક પણ સ્પર્શ કરે છે, તો તેને ફાઇનલમાં પહોંચવાની તક મળશે. તુરનો રાષ્ટ્રીય રેકોર્ડ 21.49 મીટર છે, જે ઓટોમેટિક ક્વોલિફિકેશન માર્ક કરતા વધારે છે.

  • 03 Aug 2021 04:18 PM (IST)

    Tokyo Olympics 2020 live : તેજિંદરપાલ સિંહ તૂરે 10માં નંબરે

    પંજાબના મોગાના 26 વર્ષીય તેજિંદરપાલ સિંહ તૂરે પ્રથમ પ્રયાસમાં 19.99 મીટર થ્રો ફેંક્યો હતા. આપને જણાવી દઈએ કે,આ ક્વોલિફિકેશન રાઉન્ડ છે અને દરેક ખેલાડીને 3 તક મળશે.

  • 03 Aug 2021 04:12 PM (IST)

    Tokyo Olympics 2020 live : તજિંદરપાલ સિંહનો બીજો થ્રો ફાઉલ

    તજિંદરપાલ સિંહનો બીજો થ્રો ફાઉલ થયો છે. થ્રો કર્યા બાદ તે બાઉન્ડ્રી પર તેમનો પગ ટચ થયો હતો. જેના કારણે તેમનો થ્રો ફાઉલ ગણવામાં આવ્યો છે. તે આ થ્રો પ્રથમ થ્રો કરતા ધણો સારો હતો.

  • 03 Aug 2021 04:10 PM (IST)

    Tokyo Olympics 2020 live : તજિંદરપાલ સિંહ તૂર ત્રીજા સ્થાન પર

  • 03 Aug 2021 04:08 PM (IST)

    Tokyo Olympics 2020 live : તજિંદર તૂરનો શૉટ પુટ મુકાબલો શરુ

    અત્યાર સુધીમાં 9 ખેલાડીઓએ પોતાનો પ્રથમ થ્રો કર્યો છે અને તજિંદર તૂર ત્રીજા નંબરે છે. ટોચ પર બ્રાઝિલનો ડાર્લન રોમાની છે, જેણે 21.0 મીટર દૂર ફેંક્યો હતો. બીજા ક્રમે સર્બિયાના આર્મિન સિનાન્ચેવિક છે, જેમણે 20.50 મીટરનું અંતર હાંસલ કર્યું.

  • 03 Aug 2021 03:49 PM (IST)

    Tokyo Olympics 2020 live : પીએમ મોદી ટોક્યો ઓલિમ્પિકમાં ગયેલા ભારતીય ખેલાડીઓને લાલ કિલ્લા પર આમંત્રિત કરશે,

    ભારતે ટોક્યો ઓલિમ્પિક માટે 228 સભ્યોની ટીમ મોકલી છે. તેમની પાસે 120 થી વધુ ખેલાડીઓ છે. પીએમ મોદીએ ઓલિમ્પિક ગેમમાં સામેલ કેટલાક ખેલાડીઓ સાથે વર્ચ્યુઅલ મીટિંગ પણ કરી હતી.

  • 03 Aug 2021 03:06 PM (IST)

    Tokyo Olympics 2020 live : માઉન્ટેન ક્લાઈબિંગનો પ્રથમ ઓલિમ્પિક રેકોર્ડ

  • 03 Aug 2021 03:04 PM (IST)

    Tokyo Olympics 2020 live : કુસ્તી – અંશુ મલિકને ડ્રો મળ્યો

    19 વર્ષીય અંશુ મલિકને ડ્રો મળ્યો છે અને તેને પહેલા રાઉન્ડમાં જ યુરોપિયન ચેમ્પિયન ઈરિના કુરાચિકિનાનો સામનો કરવો પડશે. જો અંશુ જીત મેળવે છે તો તેમનો સામનો રિયો ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા વેલેરિયા કોબલોવા અને મેક્સિકોની અલ્મા જેન વચ્ચેની મેચની વિજેતા સામે થશે.

  • 03 Aug 2021 02:42 PM (IST)

    Tokyo Olympics 2020 live : પંજાબના મુખ્યપ્રધાને હોકી ટીમને અભિનંદન આપ્યા

    પંજાબના મુખ્યપ્રધાન અમરિંદર સિંહે કહ્યું કે, ભારતીય પુરુષ હોકી ટીમ ભલે ટોક્યો ઓલિમ્પિકની સેમિફાઇનલમાં બેલ્જિયમ સામે હારી ગઇ હોય, પરંતુ તેણે પોતાની શાનદાર રમતથી બધાને પ્રોત્સાહિત કર્યા છે.

    મેચ બાદ અમરિંદરે ટ્વિટ કર્યું, ‘અમારી ભારતીય ટીમે કાંટાની ટક્કરમાં ખૂબ સારી રીતે રમ્યા. આ પરિણામ હોવા છતાં, તેમારું ધૈર્ય બનાવી રાખો અને બ્રોન્ઝ મેડલ મેચમાં સારું પ્રદર્શન કરો.

  • 03 Aug 2021 02:19 PM (IST)

    Tokyo Olympics 2020 live : ચીન મેડલ ટેબલમાં પ્રથમ સ્થાન પર

    ચીન હાલમાં મેડલ ટેબલમાં પ્રથમ ક્રમે છે. તેણે 30 ગોલ્ડ મેડલ સહિત 65 મેડલ જીત્યા છે. અમેરિકાએ 22 ગોલ્ડ, 27 સિલ્વર, 17 બ્રોન્ઝ સહિત કુલ 66 મેડલ જીત્યા છે. તે બીજા સ્થાને છે. જ્યારે યજમાન જાપાને 18 ગોલ્ડ, છ સિલ્વર અને 10 બ્રોન્ઝ સાથે 34 મેડલ જીત્યા છે. તે ત્રીજા સ્થાને છે.

  • 03 Aug 2021 01:41 PM (IST)

    Tokyo Olympics 2020 live : કુસ્તી – રવિ દહિયાને ડ્રો મળ્યો

    ટોક્યો ઓલિમ્પિક 2020માં, ભારતીય કુસ્તીબાજ રવિ દહિયાએ ટોક્યો ઓલિમ્પિકની પુરુષોની 57 કિલો ફ્રી સ્ટાઇલ કુસ્તી સ્પર્ધામાં ડ્રો મેળ્યો હતો. તે કોલંબિયાના ટિગ્યુરોસ અર્બનો સામે પોતાનું અભિયાન શરૂ કરશે. વર્તમાન ફોર્મને ધ્યાનમાં રાખીને રવિને ઓછામાં ઓછી સેમીફાઇનલમાં પહોંચવામાં કોઇ મુશ્કેલી ન હોવી જોઇએ. રવિ દહિયા બુધવારે ઓલિમ્પિક મેટ પર પોતાની તાકાત બતાવશે.

  • 03 Aug 2021 01:39 PM (IST)

    Tokyo Olympics 2020 live : બોક્સિંગ – લવલીના બોર્ગોહેન ફાઇનલમાં સ્થાન મેળવવા માટે રમશે

    લવલીના બોરગોહૈન (69 કિગ્રા) ટોક્યો ઓલિમ્પિકમાં પહેલેથી જ મેડલની આશા છે.તુર્કીની વર્લ્ડ ચેમ્પિયન બુસેનાઝ સુરામેનેલી વિરુદ્ધ જીત મેળવવા માટે ઓલિમ્પિક ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય બોક્સર બનવાનો પ્રયત્ન કરશે.

  • 03 Aug 2021 12:52 PM (IST)

    હૉકી (પુરુષ) – હારથી નિરાશ છે ટીમના કેપ્ટન

    બેલ્જિયમ સામે ઓલિમ્પિક સેમીફાઇનલમાં 2-5થી હાર નિરાશાજનક છે. પરંતુ પુરુષ હૉકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ અને સ્ટાર ગોલકીપર પીઆર શ્રીજેશે કહ્યુ કે ટીમ પાસે દિલ તોડીનાખે તેવી હાર બાદ હવે વિચારવાનો સમય નથી કારણ કે તેમણે ગુરુવારે બ્રોન્ઝ મેડલના પ્લે ઑફ મુકાબલા પર ધ્યાન આપવુ પડશે.

  • 03 Aug 2021 11:47 AM (IST)

    400 મીટર હર્ડલ્સમાં નોર્વેને ગોલ્ડ, નવો વિશ્વ રેકોર્ડ

    પુરુષોની 400 મીટર હર્ડલ્સમાં નોર્વના કાસ્ટર્ન વૉરહોમે ગોલ્ડ મેડલ જીતી લીધો છે. કાસ્ટર્ને નવો વિશ્વ રેકોર્ડ બનાવતા માત્ર 45.94 સેકન્ડમાં રેસ પૂર્ણ કરી ગોલ્ડ પોતાના નામ પર કર્યો. ખાસ વાત એ છે કે તેમણે પોતાનો વિશ્વ રેકોર્ડ તોડ્યો. બીજાનંબર પર રાય બેંજામિન રહ્યા. જ્યારે બ્રાઝિલના એલિસન ડૉસ સાંતોસને બ્રોન્ઝ મેડલ મળ્યો.

  • 03 Aug 2021 10:54 AM (IST)

    રેસલર સોનમ મલિકની ઓલિમ્પિક સફર પૂર્ણ

    રેસલર સોનમ મલિકની ઓલિમ્પિક સફર પૂર્ણ થઇ ચૂકી છે. તેમને મ્હાત અપાનાર મંગોલિયાના રેસલર આગામી મુકાબલામાં હારી ગયા છે. આ કારમે સોનમને રેપેચેઝ રાઉન્ડ રમવાનો મોકો નહિ મળે

  • 03 Aug 2021 10:23 AM (IST)

    ભારતના આજના પરિણામ

    અન્નુ રાની જેવલિન થ્રોના ક્વોલિફાઇંગ રાઉન્ડમાંથી બહાર

    વર્લ્ડ ચેમ્પિયન બેલ્જિયમે સેમીફાઇનલમાં ભારતીય પુરુષ હૉકી ટીમને 5-2થી આપી મ્હાત

    ભારતના રેસલર સોનમ મલિક 62 કિલોગ્રામના પહેલા જ મુકાબલામાં હાર્યા અને બહાર થઇ ગયા.

  • 03 Aug 2021 09:32 AM (IST)

    રેસલિંગ – સોનમ મલિકના મેડલની આશા કાયમ

    સોનમ મલિકના મેડલની આશા અત્યારે પણ કાયમ છે. જો મંગોલિયાના ખુરેલખુ ફાઇનલમાં પહોંચી જાય છે તો સોનમ મલિકને રેપેચેજ રાઉન્ડ જીતવાનો મોકો મળશે જેના કારણે તેઓ બ્રોન્ઝ મેડલ જીતી શકે છે.

  • 03 Aug 2021 09:29 AM (IST)

    રેસલિંગ – સોનમ મલિકને પહેલા રાઉન્ડમાં જ મળી હાર

    ઓલિમ્પિકમાં જનાર ભારતના સૌથી યુવા રેસલર પાસે જીત સાથે ડેબ્યૂ કરવાનો મોકો હતો. છેલ્લી 30 સેકન્ડ પહેલા સુધી તેઓ 2-0થી લીડમાં હતા પરંતુ મંગોલિયાની રેસલરે બે અંકના દાવ સાથે સ્કોર બરાબર કરી લીધો. મોટા અંકના દાવ સાથે સ્કોર બરાબર કરી લીધો મોટા અંકોનો દાવ લગાવવાના કારણે મંગોલિયાના રેસલરને વિજેતા જાહેર કરાયા.

  • 03 Aug 2021 09:05 AM (IST)

    રેસલિંગ – સોનમ મલિકનો મુકાબલો શરુ

    ભારતના સોનમ મલિકે પ્રી ક્વાર્ટરફાઇનલ મુકાબલામાં ઉતર્યા છે. તેઓ મંગોલિયાની રેસલરનો સામનો કરી રહ્યા છે.

    નિયમ- ત્રણ મિનિટમાં બે રાઉન્ડ હશે. જે વધારે અંક મેળવશે તે જીતશે.

  • 03 Aug 2021 08:53 AM (IST)

    હૉકી – ભારતની બેલ્જિયમ સામે હાર,હજી પણ છે મેડલ જીતવાનો મોકો

    ભારતીય પુરુષ હૉકી ટીમ ફાઇનલની રેસમાંથી બહાર થઇ ગઇ છે. સેમીફાઇનલમાં વિશ્વ ચેમ્પિયન બેલ્જિયમના હાથે 5-2થી હાર મળી છે. ટીમ ઇન્ડિયા પાસે હજી પણ મેડલ જીતવાનો મોકો છે. તેઓ બ્રોન્ઝ મેડલ માટે રમશે.

  • 03 Aug 2021 08:32 AM (IST)

    હૉકી – બેલ્જિયમે મેળવી લીડ

    બેલ્જિયમે ચોથા ક્વાર્ટરમાં સારી શરુઆત કરી છે. 49 મિનિટમાં ગોલ કર્યો છે. Alexander Hendrickxએ પેનલ્ટી કોર્નર દ્વારા ગોલ. બેલ્જિયમને બેક-ટૂ- બેક ત્રણ પેનલ્ટી કોર્નર . બેલ્જિયમે 3-2થી લીડ મેળવી છે. 10મિનિટની મેચ હજી બાકી છે.

  • 03 Aug 2021 08:28 AM (IST)

    ગોલ કરવાથી ચૂક્યા હરમનપ્રીત

    ભારતે પેનલ્ટી કોર્નરમાં ગોલ કરવાનો મોકો ગુમાવી દીધો છે. હરમનપ્રીન સિંહ ગોલ કરવામાં નિષ્ફળ રહ્યા છે.

  • 03 Aug 2021 08:17 AM (IST)

    ગોલ કરવાથી ચૂક્યા હરમનપ્રીત સિંહ

    ભારતે પેનલ્ટી કોર્નરમાં ગોલ કરવાનો એક મોકો ગુમાવી દીધો છે. હરમનપ્રીત સિંહ ગોલ કરવામાં નિષ્ફળ રહ્યા.

  • 03 Aug 2021 07:59 AM (IST)

    હૉકી – પીએમ મોદી પણ જોઇ રહ્યા છે હૉકી મેચ

    પીએમ મોદી ભારત અને બેલ્જિયમ વચ્ચેનો સેમીફાઇનલ મુકાબલો જોઇ રહ્યા છે તેમણે ટ્વીટ કરી આ જાણકારી આપી.

  • 03 Aug 2021 07:56 AM (IST)

    હાફ ટાઇમ સુધી સ્કોર 2-2થી બરાબર

    ભારત અને બેલ્જિયમ વચ્ચે સેમીફાઇનલ મુકાબલામાં બીજુ ક્વાર્ટર સમાપ્ત થઇ ગયુ છે. સ્કોર 2-2થી બરાબર છે. ભારતીય ટીમને બીજુ ક્વાર્ટર સમાપ્ત થયાના પહેલા પેનલ્ટી કોર્નર મળ્યો. પરંતુ હરમનપ્રીત સિંહ ગોલ કરવાથી ચૂકી ગયા. ટીમ ઇન્ડિયાનો આ ચોથો પેનલ્ટી કોર્નર છે.

  • 03 Aug 2021 07:51 AM (IST)

    હૉકી- ભારતે ગુમાવ્યો રેફરલ

    ભારતને લોન્ગ કોર્નર આપવામાં આવ્યો તેમણે રેફરલ સાથે પેનલ્ટી કોર્નરની માંગ કરી . પરંતુ કોર્નર ન મળ્યો અને સાથે ભારતે રેફરલ પણ ગુમાવી દીધો.

  • 03 Aug 2021 07:37 AM (IST)

    હૉકી- સ્કોર 2-2થી બરાબર

    બેલ્જિયમને વધુ એક પેનલ્ટી કોર્નર મળ્યો. આ પાંચમો પેનલ્ટી કોર્નર છે. બેલ્જિયમે આને ગોલમાં પરિવર્તિત કર્યો.બેલ્જિયમે સ્કોર 2-2થી બરાબર કરી દીધો છે.

  • 03 Aug 2021 07:21 AM (IST)

    હૉકી – ભારત 2-1થી આગળ

    0-1થી પાછળ થયા બાદ ટીમ ઇન્ડિયા જોરદાર રીતે પરત ફરી અને 2-1થી લીડ મેળવી. ભારત તરફથી હરમનપ્રીત અને મનદીપસિંહે ગોલ કર્યો છે.

  • 03 Aug 2021 07:09 AM (IST)

    બેલ્જિયમે કર્યો પહેલો ગોલ

    બેલ્જિયમે ભારત પર લીડ મેળવી તેઓએ 1-0થી આગળ થઇ ગયા છે. મેચની બીજી મિનિટે બેલ્જિયમને પેનલ્ટી કોર્નર મળ્યો અને બેલ્જિયમે  ગોલ કર્યો.

  • 03 Aug 2021 07:08 AM (IST)

    ભારતીય પુરુષ હૉકી ટીમનો મહામુકાબલો શરુ

    ભારતની પુરુષ હૉકી ટીમ અને બેલ્જિયમ વચ્ચે સેમીફાઇનલ મેચ શરુ થઇ ગઇ છે. આ પહેલુ ક્વાર્ટર છે બેલ્જિયમે આક્રામક શરુઆત કરી છે.

  • 03 Aug 2021 06:58 AM (IST)

    એથ્લેટિક્સ (જેવલિન)- ફાઇનલની રેસમાંથી બહાર અન્નુ રાની

    અન્નુ રાની ફાઇનલ રાઉન્ડમાં જવાની રેસમાંથી બહાર થઇ ગયા છે. તેમનો છેલ્લો અટેમ્પટ પણ તેમને ક્વોલિફાઇ ન કરાવી શક્યો.

  • 03 Aug 2021 06:55 AM (IST)

    થોડી વારમાં હૉકીનો મુકાબલો

    થોડી વારમાં ભારતીય પુરુષ હૉકી ટીમ મેદાનમાં દેખાશે.તેઓ સેમીફાઇનલ મેચ રમવા ઉતરશે. 7 વાગે તેમની મેચ બેલ્જિયમ સાથે છે.ટીમ ઇન્ડિયા પાસે 41 વર્ષ બાદ મેડલ જીતવાનો મોકો છે.

  • 03 Aug 2021 06:44 AM (IST)

    ગઇ હારનો બદલો લેવા ઉતરશે ભારતીય હૉકી ટીમ

    બેલ્જિયમે ભારતીય હૉકી ટીમને 2012 લંડન ઓલિમ્પિકમા પૂલ સ્ટેજમાં 3-0થી મ્હાત આપી હતી. જ્યારે 2016 રિયો ઓલિમ્પિકમાં ક્વાર્ટરફાઇનલમાં 3-1થી હરાવ્યા હતા. એવામાં ભારત હવે બંને હારનો બદલો લેવાના ઇરાદાથી ઉતરશે.

  • 03 Aug 2021 06:27 AM (IST)

    એથ્લેટિક્સ (જેવલિન) – અન્નુ રાનીએ પૂરો કર્યો બીજો અટેમ્પટ

    પોતાના બીજા અટેમ્ટમાં અન્નુ રાનીએ 53.19મીટર દૂર જેવલિન ફેંક્યુ. તેઓ અત્યારે ગ્રુપ એમાં 12માં સ્થાન પર છે.

    ક્વોલિફિકેશન નિયમ – 12 સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓ અથવા 63.00મીટરના અંતર સુધી જેવલિન ફેંકનારા ખેલાડીઓ ફાઇનલ  માટે ક્વોલિફાઇ કરશે.

  • 03 Aug 2021 06:21 AM (IST)

    એથ્લેટિક્સ (જેવલિન) – અન્નુ રાનીની ખરાબ શરુઆત

    અન્નુ રાનીએ ક્વોલિફિકેશન રાઉન્ડના પોતાના પહેલા અટેમ્પમાં સર્વશ્રેષ્ઠ સ્કોરથી પણ ઓછા અંતર સુધી જેવલિન ફેંક્યો. તેમના પહેલા અટેમ્ટમાં જ અંતર 50.35મીટર રહ્યુ.

  • 03 Aug 2021 06:08 AM (IST)

    અન્નુ રાનીનો જેવલીન થ્રો ક્વોલિફિકેશન રાઉન્ડ શરુ

    ભારતના એથ્લીટ અન્નુ રાનીનો જેવલીન થ્રો ક્વોલિફિકેશન રાઉન્ડ શરુ થઇ ચૂક્યો છે.

  • 03 Aug 2021 05:29 AM (IST)

    1980માં સ્પેનને હરાવી જીત્યુ હતુ ફાઇનલ

    ભારતીય પુરુષ હૉકી ટીમ 1980 એટલે કે 41 વર્ષ પહેલા સ્પેનને હરાવીને ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતી હતી. ભારત આ મેચ 4-3થી જીતી હતી. એ સમયે વાસુદેવન ભારતીય ટીમના કેપ્ટન હતા.

Published On - 5:35 pm, Tue, 3 August 21