Tokyo olympics 2020 live : ટોક્યો ઓલિમ્પિક-2020માં ભારત માટે આજનો દિવસ ઘણો મહત્વપૂર્ણ રહેશે. આજે અનેક રમતોનુ આયોજન જેમાં ભારતીય ખેલાડીઓ ભાગ લેશે.
દિવસની શરુઆત નિશાનેબાજી સાથે થઇ 10 મીટર એર પિસ્ટલ મિકસ્ડ ટીમમાં મનુ ભાકર અને સૌરભ ચૌધરી તેમજ અભિષેક વર્મા અને યશસ્વિીની દેસવાલની જોડી ઉતરી.
આપને જણાવી દઇએ કે નિશાનેબાજીમાં 10મીટર એર પિસ્ટલ મિકસ્ડ ટીમ સ્પર્ધામાં મનુ અને સૌરભની જોડીએ આગામી પડાવ માટે ક્વોલિફાય કરી લીધુ . જ્યારે અભિષેક યશસ્વિની જોડી બહાર થઇ ચૂકી , મનુ-સૌરભની જોડી ક્વોલિફાય થઇને બીજા રાઉન્ડમાં પહોંચી પરંતુ ટૉપ-4માં ન પહોંચી શકી અને મેડલની રેસથી બહાર નિકળી ચૂકી છે.
ભારતીય હૉકી ટીમે બીજી જીત મેળવી છે. હૉકી ટીમે સ્પેનને 3-0થી હરાવ્યુ છે. જ્યારે ટેબલ ટેનિસમાં અચંત શરત પાંચમી ગેમ હાર્યા.પાંચમી ગેમમાં શરુઆતમાં સ્કોર 2-2 હતો. પરંતુ લોંગે ફરી પોતાનો દમ બતાવ્યો અને 7-2થી લીડ લીધી. અચંતને દબાવમાં લઇ લીધા.પાંચમી ગેમ સાથે અચંત મેચ પણ હારી ગયા.
ભારતીય નિશાનેબાજ એક વાર ફરી ફ્લોપ રહ્યા છે. 10મીટર એર રાઇફલ મિકસ્ડ ઇવેન્ટમાં ઇલાવેનિલ વાલારિવન અને દિવ્યાંશ સિંહ પવારની જોડી , અંજુમ મોદગિલ અને દીપક કુમારની જોડી હારી ગઇ છે. દિવ્યાંશ –ઇલાવેનિલની જોડી 626.5 સ્કોર કર્યો અને 12માં સ્થાન પર રહી. જ્યારે અંજુમ દીપકની જોડીએ 623.8 સ્કોર કર્યો અને 18મુ સ્થાન મેળવ્યુ, ટૉપ 8 જોડી સ્ટેજ 2માં જાય છે.
લવલિનાએ ટોક્યો ઓલિમ્પિકમાં મહિલાઓના 69 કિલોગ્રામ ભારવર્ગના ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા મેળવી લીધી છે. લવલિનાએ જર્મનીના એપેટજ નેદિનને 3-2 મ્હાત આપી છે અને આ મુકાબલો જીત્યો છે. મુકાબલો ઘણો રોમાંચક રહ્યો.શૂટિંગમાં ચીને 10 મીટર એર પિસ્તોલ મિક્સ ડબલ્સની ટીમે ગોલ્ડ મેડલ જીત્યો છે.ટેબલ ટેનિસમાં આજે અચંતા શરથ કમલ પુરુષોની સિંગલ્સ કેટેગરીના ત્રીજા રાઉન્ડમાં હાર્યા બાદ બહાર થઈ હતી. આ સાથે ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતનો પડકાર પૂરો કર્યો હતો. ભારતીય ટેબલ ટેનિસ મહાસંધે ખેલાડીઓની પ્રશંસા કરી છે.
સિમોન બાઈલ્સ મામલે વધુ એક જાણકારી સામે આવી છે. અમેરિકી મીડિયાના રિપોર્ટ અનુસાર જિમ્નાસ્ટીક ટીમના કોચે જણાવ્યું કે, બાઈલ્સને ઈજા થવાના કારણે નહિ પરંતુ માનસિક પરેશાન થવાને કારણે તેમણે પોતાનું નામ પરત ખેચ્યું છે. બાઈલ્સ આજે ટીમ ઈવેન્ટની ફાઈનલમાં ભાગ લેવાની હતી.
A Team USA coach said that Simone Biles’ exit from the gymnastics team event “is not injury related.” Coach said it is a “mental issue she is having,” per NBC broadcast.
— Al Butler (@ALaboutSports) July 27, 2021
ઓલિમ્પિકમાં અમેરિકાની આશાઓને મોટો ઝટકો લાગ્યો છે. મહિલા જિમ્નેસ્ટિક્સમાં ચેમ્પિયન સિમોન બાઈલ્સ ઈજાના કારણે ટીમ ઈવેન્ટમાંથી બહાર થઈ છે, જાણકારી અનુસાર બાઈલ્સને વૉલ્ટ ઈવેન્ટ દરમિયાન ઈજા થઈ હતી જેના કારણે તે આજે રમાનાર ફાઈનલનો પ્રકેટિસ કરી શકી નહિ.બાઈલ્સ મેચમાંથી બહાર થતા તેમના સ્થાને જૉર્ડન ચાઈલ્સને મળી છે.
It has been confirmed that #SimoneBiles has withdrawn from tonight’s women’s #ArtisticGymnastics team final.
Follow our live blog for more updates 👇https://t.co/P8skmoW32i
— #Tokyo2020 (@Tokyo2020) July 27, 2021
ટોક્યો ઓલિમ્પિકમાં બે દેશો માટે આજનો દિવસ ઔતિહાસિક અને યાદગાર દિવસ હતો. બરમૂડા અને ફિલિપાઇન્સએ પોતપોતાના ઇતિહાસમાં પહેલીવાર ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા.
અંદાજે 100 વર્ષ (1924માં પ્રથમ વખત)થી ઓલિમ્પિક્સમાં ભાગ લઈ રહ્યો છે, તેમને વેઇટલિફ્ટિંગમાં પ્રથમ ગોલ્ડ મેડલ મળ્યો છે.મહિલાઓની 55 કિલો વજન કેટેગરીમાં હિડીલિન ડિયાજે 224 કિલો વજન ઉંચકીને ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું છે.
બીજી તરફ બર્મુડાની ફ્લોરા ડફીએ મહિલાઓની ટ્રાયથ્લોનમાં 1:55:36 કલાકના સમયમાં ગોલ્ડ મેડલ જીત્યો છે, બરમૂડાનો પણ ઓલિમ્પિક ઈતિહાસમાં આ પ્રથમ ગોલ્ડ મેડલ છે.
વરુણ ઠક્કર અને કેસી ગણપતિએ પુરુષ સ્કિફ 49 ઈઆર રેસ-1માં 18મું સ્થાન મેળવ્યું ચે. રેસ -2 અને રેસ-3 હજુ રમવાની બાકી છે. નેત્રા કુમાનને મહિલાઓની લેઝર રેડિયલ રેસ-5માં 32મું સ્થાન મેળવ્યું છે. તો વિષ્ણુ સરવનને લઈ લેઝર-4માં 23મું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
ટેબલ ટેનિસમાં આજે અચંતા શરથ કમલ પુરુષોની સિંગલ્સ કેટેગરીના ત્રીજા રાઉન્ડમાં હાર્યા બાદ બહાર થઈ હતી. આ સાથે ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતનો પડકાર પૂરો કર્યો હતો. ભારતીય ટેબલ ટેનિસ મહાસંધે
ખેલાડીઓની પ્રશંસા કરી છે.
The road was tough indeed, but our players have given a tough fight #TokyoOlympics
India is with you #TeamIndia
Let’s #Cheer4India #Tokyo2020 #TableTennis #IND pic.twitter.com/sMXtMqN74q— Table Tennis Federation of India (@ttfitweet) July 27, 2021
27 July – #Shooting – 10m Air Pistol Mixed Team
🥇People’s Republic of China
🥈ROC
🥉Ukraine#UnitedByEmotion | #StrongerTogether | #Olympics— #Tokyo2020 (@Tokyo2020) July 27, 2021
લવલીના બોરગોહેન માત્ર 24 વર્ષના છે. તેમણે આસામના એક નાના ગામથી ઓલિમ્પિકની સફર નક્કી કરી છે. લવલીના લવલીના બોરગોહેન આસમના ગોલાઘાટ જિલ્લામાં પડતી સરુપથર વિધાનસભાના નાના ગામ બોરમુખિયાની રહેનારી છે. તેમના ગામમાં માત્ર 2 હજારની વસ્તી છે.
બે વાર વિશ્વ ચેમ્પિયનશીપ જીતી ચૂકેલા લવલીના આસામના પહેલા બોક્સર છે જેમણે ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ કર્યુ છે. 1.77 મીટર લાંબા લવલીના બોરગોહેન ટોક્યો ઓલિમ્પિકમાં 69 કિલોગ્રામ વર્ગમાં ભાગ લઇ રહ્યા છે.
લવલિનાએ ટોક્યો ઓલિમ્પિકમાં મહિલાઓના 69 કિલોગ્રામ ભારવર્ગના ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા મેળવી લીધી છે. લવલિનાએ જર્મનીના એપેટજ નેદિનને 3-2 મ્હાત આપી છે. આ મુકાબલો જીત્યો છે. મુકાબલો ઘણો રોમાંચક રહ્યો.
બેડમિન્ટનમાં ભારતના સાત્વિકસાઇરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ બ્રિટનના બેન લેન અને સીન વેંડીને હરાવી દીધા છે. આ જીત છતા સેસાત્વિકસાઇરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી ક્વાર્ટર ફાઇનલની રેસથી બહાર થઇ ગયા છે. ગ્રુપમાં તેઓ ત્રીજા સ્થાન પર રહ્યા.
થોડી વારમાં બોક્સિંગનો મુકાબલો થશે શરુ. મહિલા વેલ્ટરવેટ રાઉન્ડ ઑફ 16માં ભારતની લવલીના બોરગોહેન એપટેઝ નોદિનનો સામનો કરશે.
ભારતીય નિશાનેબાજ એક વાર ફરી ફ્લોપ રહ્યા છે. 10 મીટર એર રાઇફલ મિકસ્ડ ઇવેન્ટમાં ઇલાવેનિલ વાલારિવન અને દિવ્યાંશ સિંહ પવારની જોડી , અંજુમ મોદગિલ અને દીપક કુમારની જોડી હારી ગઇ છે. દિવ્યાંશ –ઇલાવેનિલની જોડી 626.5 સ્કોર કર્યો અને 12માં સ્થાન પર રહી. જ્યારે અંજુમ દીપકની જોડીએ 623.8 સ્કોર કર્યો અને 18મુ સ્થાન મેળવ્યુ, ટૉપ 8 જોડી સ્ટેજ 2માં જાય છે.
ઇલાવેનિલ વાલારિવન અને દિવ્યાંશ સિંહ પંવાર, અંજુન મોદગિલ અને દીપક કુમારની જોડીએ સારી શરુઆત કરી નથી. ઇલાવેનિલ વાલારિવાન અને દિવ્યાંશ સિંહ પંવારની જોડી ટૉપ 15માં છે પરંતુ અંજુમ મોદગિલ અને દીપક કુમારની જોડી સમય લઇ રહી છે.
વાલારિવાને પહેલી સીરીઝમાં 105 , બીજીમાં 104 અને ત્રીજીમાં 104.2 અંક મેળવ્યા છે. દિવ્યાંશ સિંહ પંવારે પહેલી સીરિઝમાં 103.6 અને બીજી સીરીઝમાં 104.1 અંક મેળવ્યા.
10 મીટર એર રાઇફલ મિકસ્ડ ટીમ ક્વોલિફિકેશન સ્ટેજ-1 શરુ થઇ ગઇ છે. અહી ભારત તરફથી બે જોડી ઉતરી રહી છે. એક જોડી ઇલાવેનિલ વાલારિવન અને દિવ્યાંશ સિંહ પંવારની અને બીજી જોડી અંજુમ મોદગિલ અને દીપક કુમારની.
પાંચમી ગેમમાં શરુઆતમાં સ્કોર 2-2 હતો. પરંતુ લોંગે ફરી પોતાનો દમ બતાવ્યો અને 7-2થી લીડ લીધી. અચંતને દબાવમાં લઇ લીધા.પાંચમી ગેમ સાથે અચંત મેચ પણ હારી ગયા.
બીજી ગેમમાં શરત કમલે સારુ પ્રદર્શન કર્યુ. પહેલી ગેમ હાર્યા બાદ કમલ દબાવમાં આવ્યા નહી. બીજી ગેમ કાંટાની રહી. કમલે બીજી ગેમ 11-8થી જીતી લીધી છે. કમલ અને લોંગ ખેલાડી એક-એક ગેમ જીતી ચૂક્યા છે.
અચંતા શરત કમલની શરુઆત સારી ન રહી. ચીનના મા લોંગ સામે પહેલી ગેમ 11-7થી હારી ગયા છે.
ટેબલ ટેનિસમાં ભારતનો મુકાબલો ચાલુ છે. શરત કમલનો મુકાબલો ચીનના મા લોંગ સાથે થઇ રહ્યો છે.
બેડમિન્ટનમાં આજે પુરુષ યુગલ ગ્રુપ સ્ટેજમાં ભારતના સાત્વિકસાઇરાજ રૈંકી રેડ્ડી-ચિરાગ શેટ્ટીની જોડીનો સામનો બ્રિટેનના બેન લેન અને સીન વેંડીની જોડી સાથે છે.
ટેબલ ટેનિસમાં ભારતની એક માત્ર આશા અચંતા શરત કમલ પુરુષ એકલ વર્ગમાં ત્રીજા રાઉન્ડનો મુકાબલો શરુ કરશે. તેમની સામે ચીનના મા લોંગ જે હાલ વિજેતા છે અને તેમનુ નામ દિગ્ગજ ખેલાડીઓમાં આવે છે.
17 વર્ષની અમેરિકાની સ્વિમર લયડિયા જૈકબીએ પોતાની પહેલી ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.
What an upset!
17-year-old #USA swimmer Lydia Jacoby springs a surprise in the women's 100m breaststroke with gold at her debut Olympic Games.#Swimming @fina1908 @TeamUSA pic.twitter.com/Qdww7I9Eum
— Olympics (@Olympics) July 27, 2021
એક તરફી મુકાબલામાં ભારતીય હૉકી ટીમે સ્પેનને 3-0થી હરાવ્યુ. ભારતે શરુઆતમાં બે ગોલ પહેલા ક્વાર્ટરમાં કર્યા જ્યારે ત્રીજો ગોલ છેલ્લા ક્વાર્ટરમાં કર્યો ભારત માટે રુપિંદર પાલ સિંહે બે ગોલ કર્યા. જ્યારે સિમરનજીતે એક ગોલ કર્યો.
ભારતીય પુરુષ હૉકી ટીમનુ જોરદાર પ્રદર્શન . સ્પેન સામે 3-0ની લીડ મેળવી. ભારત તરફથી ત્રીજો ગોલ પેનલ્ટી કોર્નરમાં આવ્યો.
ત્રીજો ક્વાર્ટર સમાપ્ત થઇ ગયો છે. ભારત સ્પેન કરતા 2-0થી આગળ છે. ત્રીજો ક્વાર્ટર પૂર્ણ થયાના પહેલા સ્પેનને પેનલ્ટી કોર્નર મળ્યો. પરંતુ તે ગોલ કરવામાં નિષ્ફળ રહ્યા.
પહેલા ક્વાર્ટરમાં ગોલ કર્યા બાદ ભારતીય ટીમ બીજા ક્વાર્ટરમાં ડિફેન્સિવ રહી. ટીમની કોશિશ લીડ બનાવી રાખવાની દેખાઇ. સ્પેન આ ક્વાર્ટરમાં વધારે એટેકિંગ રહ્યુ. તેમને બે પેનલ્ટી કોર્નર મળ્યા પરંતુ ભારતીય ટીમે બંને મોકામાં તેમને નિરાશ કર્યા. ભારત લીડ બનાવી રાખવામાં સફળ રહ્યુ.
બીજા ક્વાર્ટરમાં સ્પેનને 23 મિનિટમાં પેનલ્ટી કોર્નર મળ્યો પરંતુ આ વખતે સ્પેનની ટીમ આને ગોલમાં બદલવામાં નિષ્ફળ રહી.
ઑસ્ટ્રેલિયા સામે હાર્યા બાદ ભારતીય ટીમ સ્પેન સામે મજબૂતીથી રમી રહી છે. ભારતીય ટીમ બે ગોલ કરી ચૂકી છે. 2-0થી આગળ છે.
10મીટર એર પિસ્ટલ મિકસ્ડ ટીમ ઇવેન્ટમાં ભારતના મનુ ભાકર અને સૌરભ ચૌધરીની જોડી ટૉપ-4માં જગ્યા ન મેળવી શકી. બીજા રાઉન્ડમાં આ જોડી કુલ 380 સ્કોર સાથે સાતમાં સ્થાન પર રહી અને ટૉપ-4માં જગ્યા ન મેળવી શકી.
10મીટર એર પિસ્ટલ ક્વોલિફિકેશનના બીજા રાઉન્ડમાં મનુ ભાકર અને સૌરભ ચૌધરીની જોડી પાછળ છે. અત્યારે તેમની જોડી છઠ્ઠા નંબર પર છે.
શૂટિંગ બાદ હવે હૉકીનો વારો. પૂલ-એમાં ભારતીય પુરુષ હૉકી ટીમનો મુકાબલો સ્પેન સાથે છે. પૂલ-એમાં મજબૂત સ્થિતિ બનાવવા માટે ભારતીય ટીમે સ્પેન પર મોટી જીત મેળવવી પડશે.
ટૉપ 8 ટીમ હવે ક્લોલિફિકેશનના બીજા સ્ટેજમાં પહોંચી ગઇ છે. દરેક શૂટર બે સીરીઝમાં 10 શોટ મારી શકશે. મતલબ એક ટીમ 4 સીરીઝમાં 40 શોટ શૂટ કરી શકશે. ટૉપ -2 ગોલ્ડ મેડલ મેચ માટે ક્વોલિફાઇ કરશે. સીરીઝમાં ત્રીજા અને ચોથા નંબરે આવનારી જોડી બ્રોન્ઝ મેડલ મેચ રમશે
સૌરભ અને મનુ ભાકરની જોડી ક્વોલિફેકશનના બીજા સ્ટેજમાં પહોંચી ગઇ છે. સૌરભ 296 અને મનુએ 286 સ્કોર મેળવ્યો. જો કે અભિષેક અને યશસ્વિની બહાર થઇ ગયા છે.
10મીટર એર પિસ્ટલ મિકસ્ડના ક્વોલિફિરેશનના આગામી સ્ટેજમાં 8 ટીમને જ મોકો મળશે. મનુ ભાકર અને સૌરભ ચૌધરીનુ આગામી પડાવમાં જવાનુ લગભગ નક્કી છે. કારણ કે આ જોડી ટૉપ પર જ રહી છે.
સૌરભ ચૌધરી અને મનુ ભાકરની જોડી અત્યારે ટોપ પર ચાલી રહી છે. મનુ ભાકરે બે સીરીઝમાં 181 અને સૌરભે 227 સ્કોર મેળવ્યો છે.
આ ઇવેન્ટમાં ભારતની વધુ એક જોડી અભિષેક વર્મા અને યશસ્વિની જોડીએ શરુઆત સારી કરી છે. ખાસ કરીને યશસ્વિનીએ સારા નિશાના લગાવ્યા છે. તેમણે 9-10 પર નિશાન લગાવ્યા. જ્યારે અભિષેકે એક શોટ સાત અને એક આઠની રમત રમ્યા.
મનુ-સૌરભની જોડીએ શરુઆત સારી કરી છે. બંને 9,10ના નિશાનો લગાવી રહ્યા છે. આવી જ રીતે ચાલતુ રહ્યુ તો તેઓ ફાઇનલમાં સરળતાથી જગ્યા બનાવી લેશે.
10 મીટર એર પિસ્ટલ ઇવેન્ટની શરુઆત થઇ ચૂકી છે. ભારતની બે જોડી આમાં ભાગ લઇ રહી છે. મનુ ભાકર અને સૌરભ ચૌધરી સિવાય યશસ્વિની દેસવાલ અને અભિષેક વર્મા પણ આ ઇવેન્ટમાં ભારતનુ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
આ બંને નિશાનેબાજી સિંગલ્સ ઇવેન્ટમાં પણ મેડલના દાવેદાર હતા. સૌરભે ફાઇનલમાં જગ્યા બનાવી હતી પરંતુ સાતમાં સ્થાન પર રહ્યા અને મેડલ ન મેળવી શક્યા.એક તરફ મનુની બંદૂક ખરાબ થવાના કારણે સમય બરબાદ થયો હતો અને તે ફાઇનમાં જવાથી ચૂકી ગયા. હવે બંને પાસેથી આ ઇવેન્ટમાં ઘણી આશાઓ
Published On - 5:52 pm, Tue, 27 July 21