વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમમાં કોરોના કાળ દરમ્યાન પણ ક્રિકેટનો માહોલ જામશે, તૈયારીઓ શરુ

|

Jan 16, 2021 | 2:50 PM

સમગ્ર વિશ્વને આમ તો કોરોનાએ અનેક અસર પહોંચાડી છે. ખેલ જગત પણ આમાંથી બાકાત નથી. વિશ્વમાં થઇ રહેલા આયોજનો સાથે ભારત પણ સફળ ટુર્નામેન્ટ યોજશે. આ માટેની પસંદગી અમદાવાદ પર ઉતારવામાં આવી છે. અમદાવાદ માટે પણ આનંદ ની વાત સાથે કોરોના કાળમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ આયોજનને સફળ કરવા તે એક પડકાર છે. જોકે અમદાવાદ પણ આ […]

વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમમાં કોરોના કાળ દરમ્યાન પણ ક્રિકેટનો માહોલ જામશે, તૈયારીઓ શરુ

Follow us on

સમગ્ર વિશ્વને આમ તો કોરોનાએ અનેક અસર પહોંચાડી છે. ખેલ જગત પણ આમાંથી બાકાત નથી. વિશ્વમાં થઇ રહેલા આયોજનો સાથે ભારત પણ સફળ ટુર્નામેન્ટ યોજશે. આ માટેની પસંદગી અમદાવાદ પર ઉતારવામાં આવી છે. અમદાવાદ માટે પણ આનંદ ની વાત સાથે કોરોના કાળમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ આયોજનને સફળ કરવા તે એક પડકાર છે. જોકે અમદાવાદ પણ આ ભરોસાને પાર પાડી બતાવી શકે છે. એટલે જ હવે અમદાવાદને બે ટેસ્ટ મેચ અને પાંચ ટી20 મેચોના આયોજનને લઇને તૈયારીઓનો પ્રારંભ કરાયો છે.

અમદાવાદમાં લગભગ એક માસ જેટલુ રોકાણ મહેમાન ઇંગ્લેંડ ટીમ અને ભારતીય ટીમ કરશે. કોરોનાને લઇને ખેલાડીઓ માટે ખાસ પ્રકારના પ્રોટોકોલ તૈયાર કરવામાં આવ્યા છે અને જેને અનુસરવામાં આવશે. જોકે અમદાવાદને વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ ની ઉપલબ્ધી મળી હોવાને લઇને ક્રિકેટ આયોજનની આતુરતા પુર્વક રાહ જોવાતી હતી. પરંતુ કોરોનાને લઇને જે આયોજન જાણે કે થઇ શક્યા નહોતા. બંને દેશો વચ્ચે 5, ફેબ્રુઆરી થી પ્રથમ ટેસ્ટ મેચ સાથે સીરીઝની શરુઆત થનારી છે. 4 ટેસ્ટ મેચ બાદ, 5 ટી20 મેચની સીરીઝ અને અંતમાં 3 મેચોની વન ડે સીરીઝ રમાશે. જેમાં અમદાવાદ મોટેરાને એક ડે નાઇટ સહિત બે ટેસ્ટ, તમામ પાંચ ટી20 મેચનો લાભ મળશે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને બીસીસીઆઇ એ ત્રણેય સીરીઝને ફક્ત 3 સ્થળો સુધી જ સીમીત રાખવામાં આવી છે. ટેસ્ટ સીરીઝના પ્રથમ 2 મેચ ચેન્નાઇ ના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. 12 માર્ચ થી પાંચ મેચની ટી20 સીરીઝની શરુઆત થશે. જેમાં તમામ પાંચેય મેચનુ આયોજન મોટેરા સ્ટેડીયમમાં રમાશે. 23 માર્ચ થી શરુ થનારી વન ડે સીરીઝની ત્રણેય મેચ પુણેમાં રમાશે.

ટેસ્ટ સીરીઝ કાર્યક્રમ

પ્રથમ ટેસ્ટ- ચેન્નાઇ (5-9 ફેબ્રુઆરી)
બીજી ટેસ્ટ- ચેન્નાઇ (13-17 ફેબ્રુઆરી)
ત્રીજી ટેસ્ટ- અમદાવાદ (ડે નાઇટ, 24-28 ફેબ્રુઆરી)
ચોથી ટેસ્ટ- અમદાવાદ (4-8 માર્ચ)

T20 સીરીઝ કાર્યક્રમ ( તમામ મેચ અમદાવાદમાં રમાશે)
પ્રથમ ટી20- 12 માર્ચ
બીજી ટી20- 14 માર્ચ
ત્રીજી ટી20- 16 માર્ચ
ચોથી ટી20- 18 માર્ચ
પાંચમી ટી20- 20 માર્ચ

વન ડે સીરીઝ કાર્યક્રમ ( તમામ મેચ પુણેમાં રમાશે)

પ્રથમ વન ડે- 23 માર્ચ
બીજી વન ડે- 26 માર્ચ
ત્રીજી વન ડે- 28 માર્ચ

 

 

Published On - 3:37 pm, Fri, 18 December 20

Next Article