The Wall: રાહુલ દ્રવિડને થયો એરફોર્સ વિંગ કમાન્ડરની ડૉક્ટર પુત્રી સાથે પ્રેમ અને પછી..

|

Jan 11, 2021 | 4:11 PM

રાહુલ દ્રવિડ 'ધ વોલ' તરીકે ક્રિકેટમાં જાણીતો રહ્યો છે. આજે તેના જન્મદિને તેના લગ્નજીવનની વાતો જાણો..

1 / 5
ટીમ ઈન્ડીયા (Team India)માં રાહુલ દ્રવિડ (Rahul Dravid)ના યોગદાનને ખુબ યાદ કરવામાં આવે છે. રાહુલ દ્રવિડને ધ વોલ (The Wall)થી પણ ઓળખવામાં આવે છે. રાહુલ દ્રવિડ હંમેશા મુશ્કેલ પરિસ્થિતીમાં તે ક્રિઝ પર અડીખમ ઉભા રહેતા હતા. પછી ભલેને સામે દુનિયાનો કોઈપણ ઘાતક જ બોલર કેમ ના હોય. રાહુલનું ધૈર્ય તેમની બેટીંગ જ નહીં, પરંતુ મેદાનની બહાર પણ તેના સ્વભાવમાં નજરે આવે છે.

2 / 5
રાહુલ હાલમાં બેંગ્લોરના નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં નિર્દેશક છે. રાહુલને ક્રિકેટની રીતે તો સૌ કોઈ જાણે છે, પરંતુ તેની લવ સ્ટોરી સફળ રહીને લગ્નમાં પરીણમી હતી. શાંત સ્વભાવનો રાહુલ દ્રવિડ ડૉ.વિજેતા પેંઢારકર (Dr. Vijeta Pendharkar)ના પ્રેમમાં પડ્યો હતો.

3 / 5

રાહુલ અને ડૉ. વિજેતા બંને પોતાના પરિવારોને લઈને સંપર્કમાં આવ્યા હતા. સર્જન વિજેતાના પિતા એરફોર્સમાં વિંગ કમાન્ડર (Air Force Wing Commander) તરીકે ફરજ બજાવતા હતા. તેમની નોકરીના કારણે તેનુ બાળપણ અનેક શહેરોમાં વિત્યુ હતુ. આ દરમ્યાન 1968થી 1971 વચ્ચેના સમયમાં વિજેતાના પિતાનું પોસ્ટીંગ બેંગ્લોર (Bangalore)માં થયુ હતુ. રાહુલ અને વિજેતાના પિતા સારા મિત્રો બની ગયા હતા. જોતજોતામાં બંને પરિવારો ખૂબ જ નજીક આવી ગયા હતા.

4 / 5
આ દરમ્યાન રાહુલના પિતા શરદ દ્રવિડ પણ પોતાના કામને લઈને નાગપુર (Nagpur) આવી ચૂક્યા હતા તો વિજેતાના પિતા પણ નિવૃત્તી બાદ નાગપુર પરિવાર સાથે સેટ થઈ ચૂક્યા હતા. વિજેતાએ નાગપુરમાં જ રહીને વર્ષ 2002માં સર્જરીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યુ હતુ.

5 / 5
બંનેના પરિવારોની નજદીમાં બંનેની આંખ મળી ગઈ હતી અને બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. પ્રેમ પહેલા તેમની દોસ્તી પણ લાંબો સમય રહી હતી. બંનેના પરિવારોને આ અંગે જ્યારે ખ્યાલ આવ્યો તો આખરે બંનેના સંબંધોને સ્વીકારી લઈને સગાઈ નક્કી કરી લીધી હતી. 2002માં જ બંનેના પરિવારે લગ્નનું આયોજન કર્યુ હતુ, પરંતુ દ્રવિડ વિશ્વકપ (World Cup) 2003ની તૈયારીઓ કરી રહ્યો હતો. જેને લઈને વિશ્વકપ બાદ બંનેના લગ્ન ગોઠવાયા હતા.

Next Photo Gallery