IPLની બ્રાંડ વેલ્યુમાં પાંચ વર્ષ બાદ ઘટાડો નોંધાયો, મુંબઇ ઇન્ડીયન્સ નંબર વન બ્રાન્ડ

|

Jan 17, 2021 | 10:07 AM

કોરોના મહામારીને લઇને ઇન્ડીયન પ્રિમયર લીગ (IPL ) ની 13 મી સિઝન ભારતની બહાર આયોજીત કરવામાં આવી હતી. વર્ષ 2020 ની IPL ટુર્નામેન્ટ UAE માં યોજવામાં આવી હતી. કોરોના કાળ દરમ્યાન યોજાયેલી 13 સિઝનમાં IPL ની બ્રાન્ડ વેલ્યુ (Brand Value) ને જબરદસ્ત ફટકો પડ્યો છે.

IPLની બ્રાંડ વેલ્યુમાં પાંચ વર્ષ બાદ ઘટાડો નોંધાયો, મુંબઇ ઇન્ડીયન્સ નંબર વન બ્રાન્ડ
IPL 2020

Follow us on

કોરોના મહામારીને લઇને ઇન્ડીયન પ્રિમયર લીગ (IPL ) ની 13 મી સિઝન ભારતની બહાર આયોજીત કરવામાં આવી હતી. વર્ષ 2020 ની IPL ટુર્નામેન્ટ UAE માં યોજવામાં આવી હતી. કોરોના કાળ દરમ્યાન યોજાયેલી 13 સિઝનમાં IPL ની બ્રાન્ડ વેલ્યુ (Brand Value) ને જબરદસ્ત ફટકો પડ્યો છે. આઇપીએલ ની બ્રાન્ડ વેલ્યુ 22 % સુધી ઓછી થઇ ગઇ છે. બ્રિટનની બિઝનેશ વેલ્યુએશન કન્સલટન્સી (Business Valuation Consultancy) કંપની બ્રાન્ડ ફાઇનાન્સ (Brand Finance) એ આઇપીએલ 2020 ની એન્યુઅલ રિપોર્ટ જારી કર્યો હતો.

રિપોર્ટનુસાર 2019માં આઇપીએલની વેલ્યુ 47 હજાર કરોડ હતી, જે ઘટીને 32,150 કરોડ થઇ ચુકી છે. 2009માં લીગની વેલ્યુ 15 હજાર કરોડ રુપિયા હતી. જે 2010માં 30 હજાર કરોડે ડબલ થઇને પહોંચી હતી. ત્યાર બાદ 2014 સુધી વેલ્યુ ઘટતી ચાલી હતી. 2015 થી ફરી એક વાર વેલ્યુમાં સતત વધારો થવા લાગ્યો હતો.

જોકે બાયોબબલ અને ખાલી સ્ટેડીયમના છતાં મુંબઇ ઇન્ડીયન્સની બ્રાન્ડ વેલ્યુમાં વધારો થયો છે. ટીમની વેલ્યુ 7.1 % સુધી વધી ચુકી છે. જ્યારે ચેન્નાઇ સુપર કિંગ્સની વેલ્યુ સૌથી વધારે ઘટી ગઇ છે. મુંબઇ ઇન્ડીયન્સ સૌથી વધુ મજબુત બ્રાન્ડ તરીકે ઉભરી આવી છે. તેનો બ્રાન્ડ સ્ટ્રેન્થ ઇંન્ડેક્સ 100 માંથી 76.9 છે. પાછળની સિઝનમાં કલકત્તા નાઇટ રાઇડર્સ સૌથી મજબૂત વેલ્યુ ધરાવતી ટીમ હતી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

બ્રાંન્ડ સ્ટ્રેન્થ ઇન્ડેક્ષ.

1. મુંબઇ ઇન્ડીયન્સઃ 76.9
2. દિલ્હી કેપિટલ્સઃ 70.5
3. સનરાઇઝર્સ હૈદરાબાદઃ 67
4. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરઃ 66.1
5. ચેન્નાઇ સુપર કિંગ્સઃ 62.4
6. કલકત્તા નાઇટ રાઇડર્સઃ 61.3
7. કિંગ્સ ઇલેવન પંજાબઃ 61.2
8. રાજસ્થાન રોયલ્સઃ 57.1

બ્રાંન્ડ વેલ્યુ (કરોડમાં)

1. મુંબઇ ઇન્ડીયન્સઃ 513.6
2. ચેન્નાઇ સુપર કિંગ્સઃ 436.8
3. કલકત્તા નાઇટ રાઇડર્સઃ 426.6
4. સનરાઇઝર્સ હૈદરાબાદઃ 419.2
5. દિલ્હી કેપિટલ્સઃ 381.2
6. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરઃ 383
7. કિંગ્સ ઇલેવન પંજાબઃ 277.5
8. રાજસ્થાન રોયલ્સઃ 265.8

 

આ પણ વાંચો: West Bengal માં ગુજરાત મોડેલનું અનુસરણ કરાશે, 200 બેઠક મેળવવા રોડ મેપ તૈયાર

Next Article