ટુંક સમયમાં પાકિસ્તાનની ક્રિકેટ ટીમમાં જોવા મળશે 7.5 ફુટ ઊચો ક્રિકેટર

ક્રિકેટ વિશ્વમાં પાકિસ્તાને આમ તો અનેક ક્રિકેટર આપ્યા છે, જેમાં બોલર્સ અને બેટ્સમેનનો સમાવેશ થાય છે. ઇમરાન ખાન, વાસીમ અક્રમ, વકાર યુનુસ, ઇંઝમામ ઉલ હક, સઇદ અનવર અને શોએબ અખ્તર જેવા અનેક ક્રિકેટરોના નામ તે યાદીમાં સામેલ છે. આ ખેલાડીઓએ પોતાની પ્રતિભા પર પોતાના નામ આગળ કર્યા છે.  જો કે હવે એક એવો ખેલાડી પાકિસ્તાન […]

ટુંક સમયમાં પાકિસ્તાનની ક્રિકેટ ટીમમાં જોવા મળશે 7.5 ફુટ ઊચો ક્રિકેટર
| Edited By: | Updated on: Jan 19, 2021 | 1:43 PM

ક્રિકેટ વિશ્વમાં પાકિસ્તાને આમ તો અનેક ક્રિકેટર આપ્યા છે, જેમાં બોલર્સ અને બેટ્સમેનનો સમાવેશ થાય છે. ઇમરાન ખાન, વાસીમ અક્રમ, વકાર યુનુસ, ઇંઝમામ ઉલ હક, સઇદ અનવર અને શોએબ અખ્તર જેવા અનેક ક્રિકેટરોના નામ તે યાદીમાં સામેલ છે. આ ખેલાડીઓએ પોતાની પ્રતિભા પર પોતાના નામ આગળ કર્યા છે.

 જો કે હવે એક એવો ખેલાડી પાકિસ્તાન વતી રમી શકે છે કે જેની ઉંચાઇ જાણીને ચોંકી જશો. સાડા સાત ફુટ ઉંચાઇ ધરાવતો એક ક્રિકેટર હવે ક્રિકેટ વિશ્વમાં જોવા મળી શકે છે, અને તે આજકાલ સમાચારોની સુર્ખીયોમાં જોવા મળી રહ્યો છે. 

 
જો કે આવુ પ્રથમવાર નથી કે પાકિસ્તાનની તરફથી કોઇ આટલા લાંબા ક્રિકેટરે લોકોનુ ધ્યાન ખેંચ્યુ હોય. આ પહેલા પણ સાત ફુટ અને એક ઇંચ ઉંચાઇ ધરાવતા ઝડપી બોલર મોહમંદ ઇરફાન પણ પાકિસ્તાનની ટીમમાં સામેલ થઇ ચુક્યો હતો. વર્ષ 2010 માં તેણે ડેબ્યુ કર્યુ હતુ અને તે તેની ઉંચાઇને લઇને ખુબ ચર્ચાનુ કેન્દ્ર બન્યો હતો. જો કે ઇરફાન ટીમમાં અંદર અને બહાર થતો રહ્યો હતો, જો કે હાઇટ અને બોલીંગને લઇને અનેક બેટ્સમેનોને મુંઝવણમાં મુકી દીધા હતા.
 
હવે ઇરફાન પછી તેના થી પણ એક વધુ ઉંચા ખેલાડીનુ નામ સામે આવી રહ્યુ છે. મુદસ્સર ગુજ્જર નામનો એક ખેલાડી પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવવાના પ્રયાસમાં છે. મુદસ્સરની લંબાઇ સાત ફુટ છ ઇંચ છે. તો વળી 23.5 ઇંચના તે જુતા પોતાના પગમાં પહેરે છે. હાલમાં તે પોતાની મધ્યમ ઝડપની બોલીંગ કરે છે અને તે માટે તે સતત  પ્રેકટીશ કરે છે. તેનુ કહેવુ છે કે તેની ઉંચાઇ તેના કેરીયરમાં નડી શકે એમ નથી. તેનો જન્મ 24 ઓક્ટબર 1999 માં કરાંચીમાં થયો હતો. તે ડોમેસ્ટીક ક્રિકેટ રમી ચુક્યો છે. જેમાં તે સારુ પ્રદર્શન કરી ચુક્યો છે. 

આ પણ વાંચોઃ KKR vs KXIP: કલકત્તાનો જોશ જળવાઇ રહેશે કે, પછી પંજાબની નિરાશા બરકરાર રહેશે, જાણો કોની શુ છે સ્થિતી

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 
 
 
 
 
 
 
 
 
 
 
 

Published On - 12:14 pm, Sat, 10 October 20