ટીમ ઈન્ડિયાની(Team India) ઐતિહાસિક મેચ 6 ફેબ્રુઆરીએ અમદાવાદમાં(Ahmedabad) વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં (Narendra Modi Cricket Stadium ) રમાશે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 6 ફેબ્રુઆરીથી ત્રણ વનડે ક્રિકેટ મેચોની સિરીઝ શરૂ થઈ રહી છે. આ અંતર્ગત પ્રથમ મેચ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એટલે કે મોટેરા સ્થિત ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’માં રમાશે. આ મેચ ખૂબ જ ખાસ અને ઐતિહાસિક બનવાની છે. વાસ્તવમાં, આ દિવસે ભારતીય ક્રિકેટ ટીમ તેની 1000મી ODI મેચ રમવા માટે મેદાન પર ઉતરવાની છે.વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ODI ક્રિકેટ જગત માટે એક ખાસ અને ઐતિહાસિક ક્ષણ હશે, કારણ કે ભારત ક્રિકેટના ઈતિહાસમાં 1,000 ODI રમવાનો સીમાચિહ્ન હાંસલ કરનારી પ્રથમ ટીમ હશે. સરળ શબ્દોમાં કહીએ તો ભારતીય ટીમ આવું કરનાર વિશ્વની પ્રથમ ક્રિકેટ ટીમ બની જશે.
ભારતીય ક્રિકેટ ટીમે પ્રથમ વખત 1974માં વન-ડે ફોર્મેટમાં રમવાનું શરૂ કર્યું હતું. મેચોની સંખ્યાના સંદર્ભમાં ભારતની સૌથી નજીકની હરીફ ઓસ્ટ્રેલિયન ટીમ છે, જેણે અત્યાર સુધી 958 ODI રમી છે. ભારતનો કટ્ટર હરીફ દેશપાકિસ્તાન એ બીજી બાજુ છે જેણે 900 (936) થી વધુ ODI રમી છે.
કોવિડ પ્રતિબંધો વચ્ચે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં મેચ જોવા માટે સ્ટેડિયમની અંદર કોઈ દર્શકોને મંજૂરી આપવામાં આવશે નહીં. આ અંગે ગુજરાત ક્રિકેટ એસોસિએશને ટ્વીટ કરીને કહ્યું છે કે વર્તમાન પરિસ્થિતિને જોતા સ્ટેડિયમના દરવાજા બંધ રાખવામાં આવશે. મોટેરા સ્ટેડિયમ હાલમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે, જેની કુલ બેઠક ક્ષમતા 1,30,000 થી વધુ લોકોની છે.
ભારતે 999 વનડેમાંથી 518 મેચ જીતી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા એકમાત્ર એવી બે ટીમ છે જેણે 500 થી વધુ વનડે જીતી છે. આમાં, ભારતીય ક્રિકેટ ટીમ 431 મેચ હારી છે, જ્યારે નવ મેચોમાં તે 54.54% ની જીતની ટકાવારી સાથે ટાઈ થઈ છે.
અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે આવેલું ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. આ સ્ટેડિયમનું નિર્માણ 1982માં ક્રિકેટની પ્રતિભાઓના યોગ્ય પ્લેટફોર્મ આપવા માટે કરવામાં આવ્યું હતું. આ અગાઉ સ્ટેડિયમમાં 49,000 ક્રિકેટ ચાહકોની બેઠક ક્ષમતા હતી. ઑક્ટોબર 2015 માં ગુજરાત ક્રિકેટ એસોસિએશને તત્કાલીન ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA) ના પ્રમુખ અને હાલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ સ્ટેડિયમનું પુનઃનિર્માણ અને તેને વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાનું નક્કી કર્યું. તેના પુનઃવિકાસનું કાર્ય ફેબ્રુઆરી 2020 માં પૂર્ણ થયું હતું અને હવે તે 1,30,000 થી વધુ ક્રિકેટ પ્રેમીઓ માટે તૈયાર છે. નોંધનીય છે કે નવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમે 90,000 દર્શકોની ક્ષમતાવાળા મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડને પાછળ છોડીને નવો રેકોર્ડ બનાવ્યો છે.
આ પણ વાંચો : BPL 2022: મોહમ્મદ શહઝાદે મેદાનમાં નિયમોનું ઉલ્લંઘન કર્યું, ધૂમ્રપાન કરતા જોવા મળ્યો, પહેલા ઠપકો અને પછી સજા મળી
આ પણ વાંચો : U19 World Cup: ઈંગ્લેન્ડના આ 5 ખેલાડી બની શકે છે ભારત માટે ખતરો, ફાઈનલમાં સાવધાન રહેવું પડશે!
Published On - 3:31 pm, Sat, 5 February 22