
આ પછી જો ન્યૂઝીલેન્ડ સ્કોટલેન્ડ અને નામિબિયા કરતા ઓછા અંતરથી મેચ જીતે છે તો ટીમ ઈન્ડિયાને થોડી તક મળી શકે છે. જો કે એ બનવું બહુ અઘરું છે, પણ કોઈએ કહ્યું છે.આશા પર જ દુનિયા ટકી રહે છે.

સેમીફાઈનલમાં પહોંચવું માત્ર ટીમ ઈન્ડિયાના હાથમાં નથી, પરંતુ તેને અન્યો પર પણ નિર્ભર રહેવું પડશે. જો અફઘાનિસ્તાન ન્યુઝીલેન્ડને હરાવશે તો ટીમ ઈન્ડિયાની આશાઓ અકબંધ રહેશે.

રવિવારે ગ્રુપ 1માં કોઈ મેચ રમાઈ ન હતી અને તેથી આ ગ્રુપની સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી. શનિવાર 30 ઓક્ટોબરના પરિણામો બાદ, ઈંગ્લેન્ડ (6 પોઈન્ટ્સ) સાથે પ્રથમ સ્થાને છે. જ્યારે દક્ષિણ આફ્રિકા બીજા સ્થાને છે (4 પોઈન્ટ, NRR +0.210)

ઓસ્ટ્રેલિયાના પણ 4 પોઈન્ટ છે, પરંતુ NRR (-0.627)માં પાછળ રહેવાને કારણે તે ત્રીજા સ્થાને છે. ચોથા સ્થાને શ્રીલંકા (2 પોઈન્ટ), પાંચમા સ્થાને વેસ્ટ ઈન્ડિઝ (2 પોઈન્ટ) અને છેલ્લા સ્થાને બાંગ્લાદેશ (0 પોઈન્ટ) છે

ઇશ સોઢી કિવી ટીમનો મહત્વનો બોલર સાબિત થયો હતો. બર્થ ડે બોય સોઢીએ 4 ઓવરમાં માત્ર 17 રન આપ્યા હતા અને 2 મહત્વની વિકેટ ઝડપી હતી. તેણે રોહિત શર્મા અને વિરાટ કોહલીને પેવેલિયન મોકલ્યા હતા. ટ્રેન્ટ બોલ્ટે 4 ઓવરમાં 20 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. ટિમ સાઉથીએ 4 ઓવરમાં 26 રન આપીને 1 વિકેટ મેળવી હતી. એડમ મિલ્ને એ 4 ઓવરમાં 30 રન આપીને 1 વિકેટ મેળવી હતી.