IND vs PAK:T20 વર્લ્ડ કપ (T20 World Cup)માં ભારત અને પાકિસ્તાન(India vs Pakistan)ની ટીમોએ એક ખાસ સંદેશ સાથે મેચની શરૂઆત કરી હતી. ટોસ જીત્યા બાદ પાકિસ્તાન (Pakistan)ના ખેલાડીઓ મેદાનમાં હાજર હતા.
મેચ શરૂ થાય તે પહેલા ભારતીય ટીમના ખેલાડીઓ એક ઘૂંટણ પર બેઠા હતા. તે જ સમયે, પાકિસ્તાનના ખેલાડીઓ આદર સાથે તેમના હૃદય પર હાથ રાખીને ઉભા હતા. ટીમોએ બ્લેક લાઈફ મેટર (Black Life Matters)નો સંદેશ આપવા માટે આ કર્યું હતું. આ રીતે ભારત અને પાકિસ્તાન બંનેએ વિશ્વભરમાં ચાલી રહેલા જાતિવાદના ખેલાડીઓને એકતાનો સંદેશ આપ્યો હતો.
Kl Rahul Knee down for the humanity ✊🇮🇳 #KlRahul pic.twitter.com/lPcFcPy64H
— Kl Rahul FC™ (@KlRahulFanArmy) October 24, 2021
શનિવારે ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝની ટીમોએ પણ ઘૂંટણિયે બેસીને બ્લેક લાઈફ મેટર (Black Life Matters)નો સંદેશ આપ્યો હતો. બંને ટીમોએ મેચ પહેલા કહ્યું હતું કે, તેઓ જાતિવાદ સામેની લડાઈને સમર્થન આપવા માટે આમ કરશે. ભારત અને પાકિસ્તાન(India vs Pakistan)ની ટીમોએ પણ પોતાની રીતે આ અભિયાનને ટેકો આપ્યો હતો.
OUR BOYS TAKING THE KNEE!💙💙
Little things that matter :’) pic.twitter.com/SxEibYg6DS
— Jaanvi 🏏 (@ThatCric8Girl) October 24, 2021
ઇંગ્લેન્ડના ખેલાડીઓએ છેલ્લે ઓગસ્ટ 2020 માં આયર્લેન્ડ સામેની વનડે મેચ દરમિયાન આવું કર્યું હતું પરંતુ આગળ ન કરવાના તેમના નિર્ણયની વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ ઝડપી બોલર માઇકલ હોલ્ડિંગ દ્વારા ટીકા કરવામાં આવી હતી. આ પછી T20 વર્લ્ડ કપમાં પહેલા ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાની ટીમોએ ઘૂંટણિયે બેઠા અને પછી ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ બેઠા હતા.
આ પણ વાંચો : India vs Pakistan LIVE Score, T20 World Cup 2021: ભારતની ખરાબ શરૂઆત, ભારતે ત્રીજી વિકેટ ગુમાવી