T20 World Cup: રોહિત શર્માના શાનદાર શતક સાથે ટીમ ઇન્ડિયાનો નામીબિયા સામે વિજય, કોહલીની વિદાયની ભેટ

|

Nov 08, 2021 | 10:43 PM

ભારત અને નામીબિયા (India vs Namibia)બંને ટીમો પહેલાથી જ ટૂર્નામેન્ટ થી બહાર થઇ ચુકી હતી. આમ મેચ ઔપચારીક રહી ગઇ હતી. આ સાથે જ વિરાટ કોહલી (Virat Kohli) માટે ટી20 ફોર્મેટમાં કેપ્ટન તરીકે અંતિમ મેચ રહી હતી.

T20 World Cup:  રોહિત શર્માના શાનદાર શતક સાથે ટીમ ઇન્ડિયાનો નામીબિયા સામે વિજય, કોહલીની વિદાયની ભેટ
Indian Cricket Team

Follow us on

T20 World Cup: ભારત અને નામીબીયા (India vs Namibia) વચ્ચે આજે દુબઇમાં અંતિમ લીગ મેચ રમાઇ હતી. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. નામીબિયા એ પ્રથમ બેટીંગ કરતા 8 વિકેટ ગુમાવીને 132 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમે 9 વિકેટે મેચને જીતી લીધીહતી.

ભારત બેટીંગ ઇનીંગ

ટીમ ઇન્ડિયાએ જબરદસ્ત શરુઆત કરી હતી. ખાસ કરીને રોહિત શર્માએ જબરદસ્ત શોટ્સ લગાવ્યા હતા. તેણે શરુઆત થી જ તોફાની રમત નો અંદાજ અપનાવ્યો હતો. કેએલ રાહુલ સાથે મળીને જીતનો પાયો નાંખ્યો હતો. રોહિત શર્માએ 31 બોલમાં જ અર્ધશતક પુર્ણ કર્યુ હતુ.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

નામીબિયા બોલીંગ ઇનીંગ

રોહિત શર્મા અને કેએલ રાહુલની બેટીંગ સામે નામીબિયાના બોલર્સ વામણાં પૂરવાર થઇ રહ્યા હતા. વિકેટ મેળવવા માટે કોઇ જ પ્રયાસ સફળ થઇ રહ્યો નહોતો. જેની સામે રોહિત શર્માએ ચોગ્ગા અને છગ્ગા લગાવી બોલરોને પરેશાન કરી મુક્યા હતા. શરુઆતની 8 ઓવરમાં જ નામીબિયાએ 5 બોલરોને અજમાવી લીધા હતા. પરંતુ ના તો રનની ગતીને રોકી શકાતી હતી કે, ના તો વિકેટ મેળવી શકાઇ હતી.

નામીબિયા બેટીંગ

ભારતીય બોલરો સામે નામીબિયાના બેટ્સમેન ખાસ પ્રદર્શન કરી શક્યા નહોતા. જોકે નામીબિયાએ લડત મજબૂતાઇ થી આપવાનો જુસ્સો દર્શાવ્યો હતો. ઓપનર બ્રાડ (21) અને લિંગને (14) 33 રનની પાર્ટનરશિપ કરી હતી. જોકે ત્યાર બાદ નામીબિયાની ટીમ લડખડાવા લાગી હતી. ત્યારબાદ જોકે ડેવિઝ વિઝા (26) એ સ્થિતી સંભાળવા પ્રયાસ કર્યો હતો.

ક્રેગ વિલિયમસ શૂન્ય રન પર જ વિકેટ ગુમાવી બેઠો હતો, તે જાડેજાના બોલને આગળ આવીને રમવા જતા પંતે સ્ટંમ્પિગ કરી પેવેલિયન પરત મોકલ્યો હતો. કેપ્ટન ગેરહાર્ડ 12 રન બનાવીને આઉટ થયો હતો. આ ઉપરાંત જાન નિકોલ 5 રન પર વિકેટ ગુમાવી બેઠો હતો. જેજે સ્મિતે 9 રન કર્યા હતા. ઝેન ગ્રીન શૂન્ય પર જ અશ્વિન બોલ્ડ થયો હતો. ફ્રેલિંક (15) અને ટ્રંમ્પેલમેન (13) રન પર નોટ આઉટ રહ્યા હતા.

ભારત બોલીંગ ઇનીંગ

અશ્વિને આજે તેની બોલીંગનો કમાલ દર્શાવ્યો હતો. સાથે જ રવિન્દ્ર જાડેજા એ પણ વિકેટ લેવામાં ધમાલ મચાવી હતી. બંનેએ 3-3 વિકેટ ઝડપી હતી. જેને લઇને હરીફ ટીમ દબાણમાં આવી ગઇ હતી. પરંતુ નિયમીત વિકેટ બાદ પણ હરીફ ટીમે રનની ગતી જાળવી રાખી હતી. જસપ્રીત બુમરાહે 2 વિકેટ ઝડપી હતી. શામી અને રાહુલ ચાહરને વિકેટથી નિરાશા રહી હતી. શામીની બોલીંગ ફરી એકવાર નિરાશાજનક રહી હતી અને 4 ઓવરમાં 39 રન આપ્યા હતા. આમ સૌથી વધુ રન તેણે લુટાવ્યા હતા.

તમને જણાવી દઈએ કે, કેપ્ટન તરીકે વિરાટ કોહલીની આ છેલ્લી મેચ હતી અને ટીમ ઈન્ડિયાએ તેને જીત સાથે વિદાય આપી હતી. વિરાટ કોહલી કેપ્ટન તરીકે તેની છેલ્લી લીગ મેચમાં પણ બેટિંગ કરવા આવ્યો ન હતો. રોહિત શર્માના આઉટ થયા બાદ તેણે સૂર્યકુમાર યાદવને ક્રિઝ પર મોકલ્યો હતો.

આ પણ વાંચો : ખુશખબર : બાળકોને પણ જલ્દી મળશે કોરોનાની રસી, કેન્દ્ર સરકાર ઝાયકોવ-ડીના 1 કરોડ ડોઝ ખરીદશે

Published On - 10:35 pm, Mon, 8 November 21

Next Article