
રોહિત શર્મા પણ આ જીવત દાનનો લાભ લઈ શક્યો નહી. રોહિત શર્માએ કુલ 14 રન બનાવ્યા, જે દરમિયાન તેણે 1 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. ઈશ સોઢીએ રોહિત શર્માને માર્ટિન ગુપ્ટિલના હાથે કેચ કરાવ્યો હતો. તેની વિકેટથી ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે.

રોહિત શર્મા ન્યૂઝીલેન્ડ સામે અગાઉ આ નંબર પર બેટિંગ કરી ચૂક્યો છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ન્યુઝીલેન્ડ સામે રોહિત શર્માએ ત્રીજા નંબર પર ઉતરીને અડધી સદી ફટકારી હતી. તેણે 41 બોલમાં અણનમ 60 રન બનાવ્યા હતા. તમને જણાવી દઈએ કે વર્ષ 2012 પછી માત્ર 4 વખત રોહિત શર્માએ ઓપનિંગમાં બેટિંગ કરી નથી.

ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં બે મોટા ફેરફાર કરવામાં આવ્યા હતા. ભારતીય ટીમમાં ઈશાન કિશન અને શાર્દુલ ઠાકુરને તક આપવામાં આવી હતી અને તેની સાથે કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ પણ ટીમની ઓપનિંગ બદલી દીધી હતી. પરંતુ તે ફેરફારનો દાવ સદંતર નિષ્ફળ રહ્યો હતો.