T20: સુપર સ્મેશ ટુર્નામેન્ટમાં ન્યુઝીલેન્ડના માર્ટિન ગુપ્ટિલે અદ્ભુત કેચ ઝડપ્યો, જુઓ વિડીયો

|

Jan 24, 2021 | 4:00 PM

ક્રિકેટનો ઇતિહાસ અદ્ભૂત અને આશ્વર્યજનક કેચો (Awesome Catch) થી ભરેલો છે. ફટાફટ ક્રિકેટના સમયમાં તો ઝડપાતા કેચ એકથી એક ચઢીયાતા જોવા મળતા હોય છે.

T20: સુપર સ્મેશ ટુર્નામેન્ટમાં ન્યુઝીલેન્ડના માર્ટિન ગુપ્ટિલે અદ્ભુત કેચ ઝડપ્યો, જુઓ વિડીયો
Martin Guptill

Follow us on

ક્રિકેટનો ઇતિહાસ અદ્ભૂત અને આશ્વર્યજનક કેચો (Awesome Catch) થી ભરેલો છે. ફટાફટ ક્રિકેટના સમયમાં તો ઝડપાતા કેચ એક થી એક ચઢીયાતા જોવા મળતા હોય છે. આવો જ એક આશ્વર્યજનક કેચ ન્યુઝીલેન્ડ (New Zealand)ના ક્રિકેટર માર્ટિન ગુપ્ટિલ (Martin Guptill) એ ઝડપ્યો છે. એ પણ 35 વર્ષની ઉંમરે. તેણે આ કેચ T20 લીગ સુપર સ્મેશ (Super Smash) દરમ્યાન ઝડપ્યો છે.

ન્યુઝીલેન્ડમાં હાલના દિવસોમાં T20 લીગ સુપર સ્મેશ રમાઇ રહી છે. ગુપ્ટીલ એ આ દરમ્યાન એક જબદસ્ત કેચ ઝડપ્યો છે. ઉંમરના 35 વર્ષના પડાવમાં ગુપ્ટીલનો તે કેચ એટલો લાજવાબ હતો કે, જોનારા પણ દાંત તળે આંગળી દબાવી ગયા હતા.

માર્ટિન ગુપ્ટિલે આ જબરદસ્ત કેચ ઓકલેન્ડ (Auckland) અને સેન્ટ્રલ ડિસ્ટ્રીક્ટ (Central District) મેચમાં ત્યારે પકડ્યો, જ્યારે તે બાઉન્ડ્રી પર ફિલ્ડીંગ કરી રહ્યો હતો. ગુપ્ટિલ ઓકલેન્ડની ટીમનો હિસ્સો છે, તે પ્રથમ બેટીંગ કરીને બાદમાં ફિલ્ડીંગ કરી રહ્યો હતો. બોલર ડેલપોર્ટ હતો અને બેટ્સમેન જ્યોર્જ વર્કર હતો. ડેલપોર્ટે બોલ નાંખતા વર્કરે તેને લોન્ગ ઓન પર રમ્યો હતો. તે છગ્ગો હોઇ શકતો હતો, જો ગુપ્ટિલે જબરદસ્ત છલાંગ ના લગાવી હોત. કેચને ઝડપવા માટે તે દુરથી દોડતો આવ્યો હતો અને છલાંગ લગાવી તેણે એક જ હાથે કેચ ઝડપી લીધો હતો. આ પળનો તેને પોતાને પણ અંદાજ નહી રહ્યો હોય આશ્વર્યથી, પરંતુ સાચુ સામે જ હતુંં.

ગુપ્ટિલના કેચ ઝડપવાથી બેટ્સમેન વર્કર પણ હેરાન રહી ગયો હતો, તેની ઇનીંગ 11 રન પર જ ખતમ થઇ ગઇ હતી। આ મેચમાં ઓકલેન્ડની ટીમે પ્રથમ બેટીંગ કરીને 20 ઓવરમાં 199 રન કર્યા હતા. જેના જવાબમાં સેન્ટ્રલ ડિસ્ટ્રીક્ટની ટીમ 182 રન બનાવી શકી હતી. આમ 17 રને મેચને સેન્ટ્રલે ગુમાવી હતી.

Published On - 3:57 pm, Sun, 24 January 21

Next Video