ટી-20 લીગ: વિરાટ કોહલીએ ધોનીનો આ રેકોર્ડ તોડી પોતાના નામે કર્યો

ટી-20 લીગમાં વિરાટ કોહલીએ એક વધુ મોટુ કારનામુ કરી લીધુ છે. આરસીબીના કેપ્ટન કોહલીએ કિંગ્સ ઇલેવન પંજાબ સામે મેચ રમવા દરમ્યાન ટી-20 લીગનો વધુ એક રેકોર્ડને પોતાને નામ કરી લીધો છે. પંજાબ સામે રમતા કેપ્ટનના સ્વરુપમાં રમતા સૌથી વધુ રન બનાવવાનો ટી-20 લીગનો રેકોર્ડ પોતાને નામે કરી લીધો છે. 11 રન વધુ બનાવવા સાથે જ […]

ટી-20 લીગ: વિરાટ કોહલીએ ધોનીનો આ રેકોર્ડ તોડી પોતાના નામે કર્યો
| Edited By: | Updated on: Oct 15, 2020 | 11:54 PM

ટી-20 લીગમાં વિરાટ કોહલીએ એક વધુ મોટુ કારનામુ કરી લીધુ છે. આરસીબીના કેપ્ટન કોહલીએ કિંગ્સ ઇલેવન પંજાબ સામે મેચ રમવા દરમ્યાન ટી-20 લીગનો વધુ એક રેકોર્ડને પોતાને નામ કરી લીધો છે. પંજાબ સામે રમતા કેપ્ટનના સ્વરુપમાં રમતા સૌથી વધુ રન બનાવવાનો ટી-20 લીગનો રેકોર્ડ પોતાને નામે કરી લીધો છે. 11 રન વધુ બનાવવા સાથે જ આ રેકોર્ડ કોહલીના નામે લખાઈ ચૂક્યો છે. હવે મહેન્દ્રસિંહ ધોની આ રેકોર્ડમાં બીજા સ્થાન પર આવી ચુક્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મેચના પહેલા કોહલી કપ્તાનના સ્વરુપે 4,266 રન ધરાવતો હતો. ધોનીથી તે માત્ર 10 જ રન દુર હતો, કારણ કે ધોનીના નામે 4,275 રન હતા. હવે ધોની અને કોહલી પછી આ બાબતે ગૌતમ ગંભીર ત્રીજા સ્થાને છે. તેણે કેપ્ટનના રુપમાં 3,518 રન બનાવ્યા હતા. આમ પણ કોહલીને ટી-20 લીગમાં રન બનાવવા માટે માસ્ટર માનવામાં આવે છે. આ ટુર્નામેન્ટમાં કોહલીને નામે જ સૌથી વધુ રન છે. તે અત્યાર સુધીમાં 185 મેચમાં 38.62 રનની સરેરાશથી 5,716 રન બનાવી ચુક્યો છે. તે પાંચ સદી અને 38 અડધીસદી પણ નોંધાવી ચૂક્યો છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

પંજાબની સામે મેચ રમતા કોહલીની આ 200મી મેચ હતી. ટી-20 લીગમાં 184 મેચ અને ચેમ્પીયન્સ લીગ ટી20 ફોર્મેટમાં 16 મેચ રમી ચુક્યો છે. તે ટી-20 લીગની શરુઆતથી જ આરસીબીની સાથે જોડાયેલો છે. તે એક માત્ર ખેલાડી છે કે તે શરુઆતથી જ અત્યાર સુધી ટીમની સાથે જોડાયેલો રહી રમતમાં હોય. ચાલુ સિઝનમાં પણ એટલે કે 2020માં પણ કોહલી હાલમાં ફોર્મમાં ચાલી રહ્યો છે. શરુઆતમાં મુશ્કેલીઓનો સામનો કર્યો હતો, પરંતુ જેમ જેમ સિઝન આગળ વધતી ચાલી તેમ કોહલી પણ રમત દર્શાવતો ચાલ્યો હતો. હાલમાં તે સૌથી વધુ રન બનાવવાના મામલે ચોથા ક્રમાંક પર છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો