T20 લીગ: RRએ 6 વિકેટ ગુમાવી 177 રન ફટકાર્યા, કેપ્ટન સ્મિથના ઝડપી 57 રન, ક્રિસ મોરીસે 4 વિકેટ ઝડપી

|

Oct 17, 2020 | 5:40 PM

ટી-20 લીગની રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ યોજાઈ. રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દુબઈ આંતરરાષ્ટ્રીય સ્ટેડીયમ પર રમાઇ રહેલી મેચમાં રાજસ્થાને એક સારી શરુઆત કરી હતી. રાજસ્થાન રોયલ્સને જેની પર આશા હતી તે બેન સ્ટોક્સ આજે સફળ રહી શક્યો નહોતો. કેપ્ટન સ્ટિવ સ્મિથે ઝડપી રમત રમીને અડધીસદી […]

T20 લીગ: RRએ 6 વિકેટ ગુમાવી 177 રન ફટકાર્યા, કેપ્ટન સ્મિથના ઝડપી 57 રન, ક્રિસ મોરીસે 4 વિકેટ ઝડપી

Follow us on

ટી-20 લીગની રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ યોજાઈ. રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દુબઈ આંતરરાષ્ટ્રીય સ્ટેડીયમ પર રમાઇ રહેલી મેચમાં રાજસ્થાને એક સારી શરુઆત કરી હતી. રાજસ્થાન રોયલ્સને જેની પર આશા હતી તે બેન સ્ટોક્સ આજે સફળ રહી શક્યો નહોતો. કેપ્ટન સ્ટિવ સ્મિથે ઝડપી રમત રમીને અડધીસદી ફટકારી. રાજસ્થાને પ્રથમ બેટીંગની 20 ઓવરના અંતે છ વિકેટ ગુમાવીને 177 રન કર્યા હતા. ક્રિસ મોરીસે ચાર વિકેટ ઝડપી ઝડપી હતી.

  

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 
રાજસ્થાનની બેટીંગ
 
રાજસ્થાન રોયલ્સે આજે એક મકક્મતા સભર રમત રમ્યુ હતુ, પાછળની કેટલીક મેચોમાં રાજસ્થાને જે પ્રમાણે ઉતાવળ કરીને વિકેટો ઝડપથી ગુમાવીને મેચમાંથી બહાર ફેંકાતુ રહ્યુ હતુ, તેની સામે એક સારી રમત જોવા મળી હતી. કેપ્ટન સ્મિથે અડધીસદી ફટકારી હતી. તેણે ઝડપથી રમત મધ્યમક્રમમાં આવીને રમી હતી. ક્રિઝ મોરીસના બોલ પર કેચ આઉટ થયેલા સ્મિથે 36 બોલમાં 57 રન કર્યા હતા. રોબિન ઉથપ્પાએ ઓપનીંગ બેટીંગ કરવા દરમ્યાન આજે ક્રિઝ પર ટકીને 22 બોલમાં 41 રન કર્યા હતા. બેન સ્ટોક્સે 19 બોલમાં 15 રન કર્યા હતા. સંજુ સૈમસન વધુ એક વાર નિષ્ફળ રહ્યો હતો, તેણે માત્ર 09 રન કર્યા હતા. જોસ બટલરે 24 રન કર્યા હતા. રાહુલ તેવટીયા 19 રન કરી અણનમ રહ્યો હતો. 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 
બેંગ્લોરની બોલીંગ
ક્રિસ મોરીસે આજે રાજસ્થાનની ચાર વિકેચ ઝડપી હતી. આફ્રીકી બોલર આજે રાજસ્થાન પર જાણે કે આફતની જેમ તુટ્યો હતો. પરંતુ અન્ય બોલરે ખાસ પ્રદર્શન નહીં કરી શકતા રાજસ્થાન જો કે મોરીસના આક્રમણ વચ્ચે પણ સ્કોર ખડકી શક્યુ હતુ. મોરીસે ચાર ઓવરમાં 26 રન આપ્યા હતા. યુઝવેન્દ્રસિંહ ચહલે ચાર ઓવરમાં 34 રન આપીને બે વિકેટ ઝડપી હતી. ઈસુરુ ઉડાનાએ ફરી એકવાર રનમાં ખર્ચાળ રહ્યો હતો અને તેણે ત્રણ ઓવરમાં જ 43 રન લુટાવ્યા હતા.
 

 રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article