T-20 લીગ: મુંબઈએ 2 વિકેટ ગુમાવીને 149 રન કરી કલક્તા સામે જીત મેળવી, ડીકોકના અણનમ 78 રન

|

Oct 16, 2020 | 11:25 PM

ભારતીય ટી-20 લીગની 32મી મેચ અબુધાબીના મેદાન પર રમાઈ. મુંબઈ ઈન્ડિયન્સ અને કલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઇ રહેલી મેચમાં નવા કેપ્ટન ઇયાન મોર્ગને ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. દિનેશ કાર્તિકના કેપ્ટનશીપ છોડવાના નિર્ણયને લઇને ઇયાન મોર્ગનને સોંપવામાં આવી છે કેપ્ટનશીપ. ઇયાન મોર્ગન વિશ્વકપ વિજેતા કેપ્ટન છે. તેણે પોતાની કેપ્ટન તરીકેને સિઝનની પ્રથમ […]

T-20 લીગ: મુંબઈએ 2 વિકેટ ગુમાવીને 149 રન કરી કલક્તા સામે જીત મેળવી, ડીકોકના અણનમ 78 રન

Follow us on

ભારતીય ટી-20 લીગની 32મી મેચ અબુધાબીના મેદાન પર રમાઈ. મુંબઈ ઈન્ડિયન્સ અને કલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઇ રહેલી મેચમાં નવા કેપ્ટન ઇયાન મોર્ગને ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. દિનેશ કાર્તિકના કેપ્ટનશીપ છોડવાના નિર્ણયને લઇને ઇયાન મોર્ગનને સોંપવામાં આવી છે કેપ્ટનશીપ. ઇયાન મોર્ગન વિશ્વકપ વિજેતા કેપ્ટન છે. તેણે પોતાની કેપ્ટન તરીકેને સિઝનની પ્રથમ મેચમાં જ હાર સહન કરી હતી. કલકત્તાએ 20 ઓવરમાં પાંચ વિકેટના અંતે 148 રનનો સ્કોર કર્યો હતો. જેના જવાબમાં મુંબઇએ આ આસન સ્કોરને માત્ર બે વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો હતો, મુંબઇએ આમ આઠ વિકેટે વિજય મેળવ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

મુંબઇ ઇન્ડિયન્સની બેટીંગ

મુંબઈના બેટસમેનોએ એક સારી રમત ક્રિઝ પર ટકી રહીને પુરી પાડી હતી. કલકતાને મેચમાં પરત ફરવા માટે જરા સરખો પણ ચાન્સ આપ્યા વગર જ મેચમાં વિજેતા બનવાના લક્ષ્યને સફળતા પુર્વક પાર પાડ્યુ હતુ. રોહિત શર્માએ 35 રન કર્યા હતા તો તેની સાથે રહેલા ઓપનર ડીકોકે અણનમ 78 રન નોંધાવ્યા હતા. ડી કોકે શરુઆતથી જ ઝડપી રમત રમી હતી. તેણે 44 બોલનો સામનો કરીને પોતાનો આ સ્કોર કર્યો હતો. સુર્યકુમાર યાદવ રોહિત શર્માને સ્થાને આવ્યો હતો પરંતુ તે ઝડપથી પેવીયન ફર્યો હતો. તેને ચક્રવર્તીએ ક્લીન બોલ્ડ કર્યો હતો. જ્યારે હાર્દીક પંડ્યાએ ટીમને વિજયી બનાવવા માટે મદદરુપ રમત દાખવી હતી. ઓપનર ડીકોક સાથે ક્રિઝ પર સારો સાથ પુરો પાડીને  11 બોલમાં 21 રન કર્યા હતા અને વિજય સુધી અણનમ રહ્યો હતો. મુંબઈએ 16.5 ઓવરમાં જ 149 રન કરીને વિજયી લક્ષ્યાંક હાંસલ કરી લીધુ હતુ.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

કલકત્તાની બોલીંગ

પ્રસિધ્ધ કૃષ્ણા માટે જાણે કે આજે દિવસ ખરાબ રહ્યો હતો તેણે બે જ ઓવરમાં 30 રન ગુમાવીને કલકત્તાની મુશ્કેલીમાં વધારો કર્યો હતો. કમિન્સે પણ ત્રણ ઓવરમાં 28 રન ગુમાવ્યા હતા. વરુણ ચક્રવર્તી અને શિવમ માવી આ બંને બોલરો ટીમમાં માત્ર વિકેટ લેવા સફળ રહ્યા હતા. બંનેએ એક એક વિકેટ ઝડપી હતી.

કલકત્તાની બેટીંગ

કલકત્તાએ પ્રથમ બેટીંગ કરવાના નિર્ણય બાદ મેદાનમાં રમતની શરુઆત કરતા જ ત્રીજી ઓરમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. રાહુલ ત્રિપાઠી સાત રન બનાવીને ટ્રેન્ટ બોલ્ટના બોલ પર આઉટ થયો હતો. ત્યારબાદ ક્રિઝ પર આવેલા નિતિશ રાણા પણ ટકી ના શક્યો અને તે પણ પાંચ જ રન જોડીને વિકેટ ગુમાવી બેઠો હતો. શુભમન ગીલ પણ 23 બોલમાં 21 રન, દિનેશ કાર્તિક 04 રન અને આંદ્રે રસેલ 12 રન પર આઉટ થયો હતો. જ્યારે કેપ્ટન ઇયોન મોર્ગન અને પૈટ કમિન્સે સ્થિતી સંભાળી હતી ને બંનેએ મહત્વની ભાગીદારી નિભાવી હતી. મોર્ગન 29 બોલમાં 39 રન અને કમિન્સ 36 બોલમાં 53 રન સાથે અણનમ રહ્યો હતો.

મુંબઈની બોલીંગ

કલકત્તાને મુંબઇના બોલરોએ વિકેટ ઝડપવામાં ધીમા રહ્યા છતાં પણ રન પર અંકુશ જાળવવામાં સફળ રહ્યા હતા. મુંબઇ વતી રાહુલ ચાહરે ચાર ઓવરમાં માત્ર 18 રન આપ્યા હતા અને બે વિકેટ ઝડપી હતી. ટ્રેન્ટ બોલ્ટ, નાથન કુલ્ટર અને જસ્પ્રિત બુમરાહે એક એક વિકેટ ઝડપી હતી. નાથન આજે ખર્ચાળ બોલર સાબિત થયો હતો. તેણે 51 રન ગુમાવ્યા હતા.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article