
કલકત્તા નાઇટ રાઈડર્સે તોફાની બોલર્સને મોડે મોડે પણ મોકો આપવાને લઈને કલકત્તાની ટીમને આખરે તેનો ફાયદો મળી શક્યો હતો. લોકી ફરગ્યુસનને અત્યાર સુધી બેંન્ચ પર બેસાડી રાખ્યા બાદ તેને ટીમમાં સ્થાન અગાઉની મેચમાં અપાયુ હતુ. તેના આવવાથી જ કલકત્તાએ લય હાંસલ કરી લીધી છે. બુધવારે રમાનારી ટી-20 લીગની 39મી મેચમાં સ્ટાર ખેલાડીઓથી ભરેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે કલકત્તાનો સામનો થવાનો છે. કલકત્તા અગાઉ પ્રથમ તબક્કામાં બેંગ્લોરથી મળેલી હારનો બદલો પણ ચુકવવા હવે લયમાં આવીને મેદાનમાં ઉતરશે. વિશ્વકપની ઉપવિજેતા ટીમ ન્યુઝીલેન્ડના સ્ટાર ઝડપી બોલર ફરગ્યુસનની ક્ષમતાને જાણવા માટે કલકત્તાને નવ મેચ અને કેપ્ટનશીપના બદલાવની જરુર પડી હતી. બદલાયેલા કેપ્ટન ઈયાન મોર્ગને આખરે ફરગ્યુશનને મોકો આપ્યો હતો. તેણે પોતાની ઝડપ અને વિવિધતાથી સનરાઇઝર્સ હૈદરાબાદને પરાસ્ત કરી દીધુ હતુ.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ફર્ગ્યુશને અગાઉની મેચમાં કલકત્તા માટે જીતમાં મહત્વની ભુમિકા નિભાવી હતી. તેણે ચાર ઓવરમાં માત્ર 15 રન આપ્યા હતા અને ત્રણ વિકેટ ઝડપી હતી. સુપર ઓવરમાં પણ તેણે માત્ર બે રન આપીને બે વિકેટ ક્લીન બોલ્ડ કરીને મેળવી હતી. ગયા સત્રમાં કલકત્તા તરફથી પાંચ મેચોમાં માત્ર બે વિકેટ ઝડપનાર ફર્ગ્યુસને આ સિઝનમાં તેના પહેલા જ બોલ પર કેન વિલિયમસનની વિકેટ ઝડપી હતી. પછી તો તેણે ઝડપીને ધીમી બોલના મિશ્રણથી હરીફ બેટ્સમેનોને પરેશાન કરી દીધા હતા.
મોર્ગનની આગેવાની હેઠળની ટીમ કલકત્તા 10 પોઇન્ટ સાથે હાલમાં ચોથા નંબર સ્થાન ધરાવે છે. જ્યારે હવે તેની પાસે પાંચ મેચ રમવા માટે બચી છે. ઓસ્ટ્રેલિયાના પૈટ કમિન્સ આશાઓ પ્રમાણે પ્રદર્શન કરી શક્યો નથી. તેણે નવ મેચમાં માત્ર ત્રણ વિકેટ જ ઝડપી છે. આવામાં હવે ફર્ગ્યુશન એક માત્ર આશાનું કિરણ બન્યો છે. ટીમે સિઝનના પ્રથમ તબક્કામાં રાજસ્થાન રોયલ્સ સામે 82 રનથી શરમજનક હાર સહન કરી હતી. જે હજુ પણ ટીમની યાદોમાં તાજા હશે. જે મેચમાં ડિવિલીયર્સે 33 બોલમાં 73 રનની રમત રમી હતી.
જોકે એ પણ જોવાનુ રોમાંચક હશે કે ડિવિલીયર્સ, આરસીબીના કેપ્ટન વિરાટ કોહલી અને ઓપનર આરોન ફીંચ જેવા બેટ્સમેનો સામે હવે ફરગ્યુસનનો ઉપયોગ મોર્ગન કેવો કરે છે. કલકત્તા જોકે હાલ તો તેના સ્ટાર ઓલરાઉન્ડર આંદ્રે રસાલની ખરાબ ફોર્મને લઈને ચિંતિત છે. જે અત્યાર સુધી ટીમ માટે બેટસમેનના રુપમાં પ્રદર્શન કરવામાં નાકામિયાબ નિવડ્યો છે. ગત સિઝનમાં ટીમના માટે શાનદાર પ્રદર્શન કરવા વાળા આંદ્રે રસેલ હાલની સિઝનમાં નવ મેચમાં 11.50 રનની સરેરાશથી ફકત 92 રન બનાવી શક્યો છે.
જમૈકાનો આ ઓલરાઉન્ડર ખેલાડી ફીલ્ડીંગના મામલામાં પણ ઝઝુમતો જોવા મળી રહ્યો છે. તેને હવે કેટલીક મેચો માટે બ્રેક આપવો એ વિચાર પણ સહેજે ખોટો નથી. સ્પીનર વિભાગમાં જોવાનુ એ રહે છે કે સુનિલ નારાયણને મોકો મળે છે કે નહી, જોકે તેની બોલીંગ એકશનને હવે સ્વીકૃતી મળી ચુકી છે. હૈદરાબાદ સામે રમનારા લેગ સ્પીનર કુલદીપ યાદવે નિયમિત સ્પીનર વરુણ ચક્રવર્તીના સાથે મળીને સારુ પ્રદર્શન કર્યુ હતુ.
આરસીબીની ટીમ કલકત્તા કરતા બે અંક જ આગળ છે અને રાજસ્થાન રોયલ્સને સાત વિકેટ થી હરાવવાને લઈને પોઇન્ટ ટેબલ પર ત્રીજા સ્થાન પર ચાલી રહી છે. ડિવીલીયર્સ શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે અને રાજસ્થાન સામે પણ 22 બોલમાં 55 રનની અણનમ રમત રમી હતી, આમ ટીમને પોતાના એકલા દમ પર જીત અપાવી હતી. કેપ્ટન કોહલી માટે પણ સારી શરુઆત મોટી ઈનીંગમાં પરીવર્તન કરવાની ઈચ્છા હશે, જેથી ટીમ પ્લેઓફમાં પહોંચવા માટે પોતાના દાવાની મજબુતાઇ વધારી શકે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો